તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Israel Is The First Country In The World To Vaccinate 85% Of The Population; 6 Lakh Children Were Also Vaccinated In Seven Days

ઇઝરાયલમાં ઇનડોર પણ માસ્ક ફ્રી:ઇઝરાયલ દુનિયાનો પ્રથમ એવો દેશ જે 85% જનસંખ્યાને વેક્સિન આપી ચૂક્યો; સાત દિવસમાં 6 લાખ બાળકોને પણ વેક્સિન અપાઈ

તેલ અવીવ/લંડન/વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • બ્રિટનમાં 44%, અમેરિકામાં 43% ,જર્મનીમાં 26.3% જનસંખ્યાને વેક્સિન અપાઈ ચૂકી છે
  • 140 કરોડ જનસંખ્યાવાળા ભારતમાં અત્યાર સુધીમાં માત્ર 3.5% લોકોને જ વેક્સિન અપાઈ છે

કોરોનાના સમયમાં ઇઝરાયલ દુનિયાનો એવો પ્રથમ દેશ બની ગયો છે, જ્યાં હવે ઇનડોર (બંધ સ્થાનો)માં પણ માસ્ક પહેરવું જરૂરી નથી. ત્યાનાં આરોગ્ય મંત્રાલયે આ પ્રતિબંધોને દૂર કર્યા છે. મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં ઘટતા કોરોનાના કેસને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇઝરાયલમાં આઉટડોરમાં માસ્ક પહેરવાની મુક્તિ પણ પહેલા જ આપી ચૂક્યું છે.

ઈઝરાયેલ અત્યાર સુધીમાં 85% લોકોને વેક્સિન આપી ચૂક્યું છે. હવે માસ્ક પહેરવાથી પણ મુક્ત થયું.
ઈઝરાયેલ અત્યાર સુધીમાં 85% લોકોને વેક્સિન આપી ચૂક્યું છે. હવે માસ્ક પહેરવાથી પણ મુક્ત થયું.

હવે માત્ર કોરોનાની વેક્સિન નહીં લીધેલા કર્મચારીઓ અને વૃદ્ધાશ્રમમાં કામ કરતાં કાર્યકરોને ક માસ્ક પહેરવાની જરૂર રહેશે. આ સાથે જ વિમાન યાત્રા અને ક્વોરંટાઈન દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત જે લોકો હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં દાખલ છે તેમણે પણ માસ્ક પહેરવું પડશે.

જો કે ઈઝરાયેલના આરોગ્ય મંત્રાલયે સ્કૂલો માટે કોઈ નિર્દેશ આપ્યા નથી. રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશમાં ગયા સપ્તાહથી 12 થી 15 વર્ષના બાળકોને કોરોના વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 6 લાખ બાળકોને વેક્સિન આપવામાં આવી છે.

દુનિયામાં 24 કલાકમાં 3 લાખ કેસ; આ આંકડો 85 દિવસમાં સૌથી ઓછો
છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 3 લાખ 347 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ દરમિયાન 6,672 લોકો મૃત્યુ પામ્યા હતા. મોતનો આ આંક છેલ્લા 85 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલા 21 માર્ચે 6,298 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દુનિયામાં અત્યાર સુધીમાં 17.70 કરોડથી વધુ લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું છે. જ્યારે 38.27 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.

92 લાખ જનસંખ્યાવાળા દેશમાં કોરોનાના 231 એક્ટિવ કેસ
92 લાખની જનસંખ્યાવાળા ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 85% લોકોને વેક્સિન આપી ચૂક્યું છે. ઇઝરાયલ આવું કરનાર પ્રથમ દેશ બની ગયો છે. બીજી તરફ વર્તમાનમાં ઈઝરાયેલમાં કોરોનાના માત્ર 231 એક્ટિવ કેસ જ છે. અહીં 24 કલાકમાં માત્ર 11 કેસ નોંધાયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી 15 થી 20 દિવસમાં ઇઝરાયલ કોરોનામુક્ત થઈ જશે. અહી આવતા પ્રવાસીઓએ પોતાનો ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.

બ્રિટનમાં 44%, અમેરિકામાં 43% જનસંખ્યાને વેક્સિન અપાઈ ચૂકી
રિપોર્ટ મુજબ, 32.85 કરોડની જનસંખ્યા ધરાવતા અમેરિકામાં 43.7%, 6.70 કરોડ જનસંખ્યા વાળા બ્રિટનમાં 44%, 8.4 કરોડની જનસંખ્યા ધરાવતા જર્મનીમાં 26.3% અને 3.9 કરોડ જનસંખ્યા વાળા પોલેન્ડમાં 25.7% વસ્તીને વેક્સિન આપી ચૂક્યા છે. જ્યારે લગભગ 140 કરોડ જનસંખ્યાવાળા ભારતમાં અત્યાર સુધીમાં માત્ર 3.5% લોકોને જ વેક્સિન મળી ચૂકી છે.

50 દિવસમાં દુનિયામાં કોરોનાના કેસ ઘટ્યા: WHO
છેલ્લા 50 દિવસમાં દુનિયામાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. WHOએ જણાવ્યુ હતું કે. 'કોરોનાના કરને થતાં મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.' આ માહિતી મહત્વની છે, કારણ કે છેલ્લા દોઢ વર્ષમાં પ્રથમ વખત સમગ્ર દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટી છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ઘેબ્રેયેસસે આ જાણકારી આપી હતી.