તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Israel Hamas War Latest Update; Gaza Strip News | Over 103 Killed In Violence After Fighting Escalates Between Israel And Hamas

ઈઝરાયેલનો મીડિયા પર હુમલો:ગાઝામાં ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં અલ જઝીરા અને AP સહિત અનેક મીડિયા ઓફિસ નાશ પામી, થોડી ક્ષણોમાં 12 માળની ઈમારત તૂટી પડી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાઝામાં ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં અલઝઝરી અને એપી સહિત ઘણી મીડિયા ઓફિસો ધરાશાયી થઈ હતી
  • પેલેસ્ટાઈનના સમર્થનમાં લંડનના માર્ગ પર હજારો લોકો એકઠા થયા હતા

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ શનિવારે સાંજે એરસ્ટ્રાઈક કરી 12 માળની એક ઈમારત (ગાઝા ટાવર)ને નાશ કર્યો છે, આ ઈમારતમાં અમેરિકાની મીડિયા એસોસિએટ પ્રેસ (AP) અને કતારનું મીડિયા હાઉસ અલ જઝીરા સહિત અનેક મીડિયા હાઉસિસની ઓફિસો હતી. હુમલામાં પહેલા IDFએ એક જાહેરાત કરી હતી. જેમાં તેણે લોકોને તેમના ઘરો ખાલી કરવા કહ્યું હતું. જાહેરાતના એક કલાક બાદ ઈઝરાયેલા ફાઈટર પ્લેને બોમ્બમારો શરૂ કર્યો હતો. ગણતરીની સેકન્ડોમાં જ 12 માળની આ ઈમારત તૂટી ગઈ હતી.

બીજી બાજુ મીડિયા પર હુમલાના આરોપ લગાવ્યા બાદ IDFએ સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું છે કે જે ગાઝા ટાવર પર હુમલો કરી તોડવામાં આવ્યું છે તેમા હમાસ (ઈઝરાયેલ તેને આતંકવાદી સંગઠન માને છે)ની પોલિટીકલ વિંગની પણ ઓફિસ હતી. ઈઝરાયેલી ફોર્સે હમાસ પર પ્રેસ તથા મીડિયા હાઉસને શીલ્ડની માફક ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. IDFએ કહ્યું કે અમે હુમલો કરતા પહેલા ઈમારતને ખાલી કરવા માટે પૂરતો સમય આપ્યો હતો.

અત્યાર સુધીમાં 126 લોકોના મોત
ઈઝરાયેલ અને હમાસ (ઈઝરાયલ આને આતંકી સંગઠન માને છે) વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યારસુધી 126 લોકો માર્યા ગયા છે. જેમાં 31 બાળકો સામેલ છે. બંને પક્ષના હુમલામાં અત્યારસુધી 950થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 9 ઈઝરાયેલના છે અને બાકીના બધા પેલેસ્ટાઈન હતા. આ દરમિયાન ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)ની માઈન્ડ ગેમ સામે આવી છે. IDFએ હમાસના આતંકીઓને મારવા માટે શુક્રવારના રોજ મીડિયામાં વાત ફેલાવી દીધી હતી કે ઈઝરાયલ આર્મી ગાઝા પટ્ટી પર હુમલો કરવાની છે.

આ સમાચાર વાઈરલ થતા જ હમાસના આતંકીઓ એક ગુફામાં છુપાઈ ગયા હતા. ત્યારપછી લગભગ 40 મિનિટ સુધી ઈઝરાયલના 160 ફાઈટર પ્લેન ગુફા પર બોમ્બ વરસાવતા રહ્યા હતા. ગાઝામાં ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં અલઝઝરી અને એપી સહિત ઘણી મીડિયા ઓફિસો ધરાશાયી થઈ હતી. ગણતરીની સેકન્ડોમાં 12 માળની બીલ્ડિંગ પડી ગઈ હતી.

IDFએ દાવે કર્યો હતો કે એમની એરસ્ટ્રાઈકમાં હમાસના ઘણા કમાન્ડર માર્યા ગયા હતા. એરસ્ટ્રાઈકના કેટલાક કલાક પછી સેનાએ ગાઝા પટ્ટી પર સૈનિકોની વાતને મીડિયાની ભૂલ જણાવી દીધી હતી. IDFએ શુક્રવારે હમાસની નેવલ ફોર્સ ઓફિસની જેમ ઉપયોગમાં આવતા એપાર્ટમેન્ટ ઉપર પણ એરસ્ટ્રાઈક કરી હતી. જેના 2 ઘરને હમાસના કમાન્ડર ઓફિસની જેમ વાપરી રહ્યા હતા.

ઇઝરાઇલી ફોર્સના બોમ્બ વિસ્ફોટમાં ગાઝા ટાવર તૂટી પડ્યો હતો.
ઇઝરાઇલી ફોર્સના બોમ્બ વિસ્ફોટમાં ગાઝા ટાવર તૂટી પડ્યો હતો.

હમાસે 2300 રોકેટથી હુમલો કર્યો
IDFએ નિવેદન આપ્યું હતું કે શુક્રવારના રાતે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઈઝરાયલ પર 200 રોકેટ છોડવામાં આવ્યા હતા. જેમાંથી 100 જેટલા આર્યન ડોમને હવામાં નાશ કરાયા હતા. આ ઈઝરાયલની વસ્તીવાળા પ્રદેશમાં બ્લાસ્ટ કરવાના હતા. જેમાંથી 30 તો મિસફાયર થઈને ગાઝા પર જ પડ્યા હતા. સીરિયાની તરફથી પણ 3 રોકેટ ઈઝરાયલ પર છોડવામાં આવ્યા હતા. જેમાંથી 1 મિસફાયર થઈને સીરિયા પર જ પડ્યું હતું. અત્યારસુધી હમાસ ઈઝરાયલ પર 2300 રોકેટ વડે હુમલો કરી ચૂક્યું છે.

પેલેસ્ટાઈનના સમર્થનમાં લંડનના માર્ગ પર હજારો લોકો એકઠા થયા હતા
પેલેસ્ટાઈનના સમર્થનમાં લંડનના માર્ગ પર હજારો લોકો એકઠા થયા હતા

રમખાણોમાં 9 પેલેસ્ટાઈન માર્યા ગયા
ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના યુદ્ધ પછી બંને દેશોમાં પણ રમખાણો ઝડપથી ફેલાઈ રહ્યા છે. પેલેસ્ટાઇનના આરોગ્ય વિભાગે શુક્રવારે કહ્યું હતું કે રમખાણોમાં લગભગ 9 લોકો માર્યા ગયા હતા. IDFએ પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે ગાઝા પછી પશ્ચિમ કાંઠેથી ઇઝરાઇલમાં પત્થરો અને બોમ્બ ફેંકવાની ઘટના શરૂ થઈ ગઈ છે. IDFના અનુસાર આ રમખાણોમાં 3 હજારથી વધુ પેલેસ્ટાઈનના લોકો સામેલ છે. 1966 પછી પ્રથમવાર અહીંયા ઇમરજન્સી લાગુ કરવી પડી હતી.

ઇઝરાઇલના ઘણા શહેરોમાં યહૂદી અને અરબી વંશના લોકો વચ્ચે રમખાણો થઈ રહ્યા છે.
ઇઝરાઇલના ઘણા શહેરોમાં યહૂદી અને અરબી વંશના લોકો વચ્ચે રમખાણો થઈ રહ્યા છે.

ઈઝરાયલ પર નોરા ફતેહી ગુસ્સે થઈ
બોલીવુડની અભિનેત્રી નોરાએ પેલેસ્ટાઈન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણીએ જણાવ્યું હતું કે પેલેસ્ટાઈન પર ઈઝરાયલ હિંસા કરી રહ્યું છે. નોરાએ ઈઝરાયલના સુરક્ષદળો પર પણ પેલેસ્ટાઈનને ઘરમાંથી બહાર કાઢવાના આરોપો લગાવ્યા હતા.

અમેરિકાની સુપર મોડલ બેલા હદીદે પણ આ યુદ્ધમાં પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું હતું જે મોડલને ઘણુ મોંઘુ પડ્યું હતું. બેલાએ યહુદીઓ વિરૂદ્ધ આપત્તિજનક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તેણીએ કહ્યું હતું કે ઈઝરાયલ દેશ નથી આર્મીએ કબજો મેળવ્યો હોય તેવી કોલોની છે. પેલેસ્ટાઈનને આઝાદી મળવી જોઈએ.

નોરાએ ઇઝરાઇલના સુરક્ષા દળો પર પેલેસ્ટાઈનીઓને તેમના ઘરેથી હાંકી કાઢવાનો આરોપ લગાવ્યો હતો.
નોરાએ ઇઝરાઇલના સુરક્ષા દળો પર પેલેસ્ટાઈનીઓને તેમના ઘરેથી હાંકી કાઢવાનો આરોપ લગાવ્યો હતો.

કેરળની મહિલાનું શબ દિલ્હી પહોંચ્યું
હમાસના રોકેટ હુમલામાં મૃતક કેરળની મહિલાનું શબ દિલ્હી પહોચ્યું હતું. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરન અને ઇઝરાઇલના નાયબ હાઇ કમિશનર રોની યેદીડિયા સૌમ્યા શ્રદ્ધાંજલિ આપવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. ઈઝરાયલે હુમલામાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારનો તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે. રોની યેદીડિયાએ કહ્યું હતું કે સૌમ્યાના પરિવારને ઓછામાં ઓછી વળતર ઇઝરાઇલ દ્વારા આપવામાં આવશે. વળી, ઇઝરાઇલ તેમનો ખર્ચ ઉઠાવશે.

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરન અને ઇઝરાઇલના નાયબ હાઇ કમિશનર રોની યેદીડિયા સૌમ્યાને શ્રદ્ધાંજલિ આપવા એરપોર્ટ પહોંચ્યા હતા.
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરન અને ઇઝરાઇલના નાયબ હાઇ કમિશનર રોની યેદીડિયા સૌમ્યાને શ્રદ્ધાંજલિ આપવા એરપોર્ટ પહોંચ્યા હતા.
સૌમ્યા અશ્કેલેન શહેરમાં એક 80 વર્ષીય વૃદ્ધ મહિલાની સંભાળ રાખતી હતી.
સૌમ્યા અશ્કેલેન શહેરમાં એક 80 વર્ષીય વૃદ્ધ મહિલાની સંભાળ રાખતી હતી.

રવિવારે UN સુરક્ષા પરિષદની બેઠક યોજાશે
સંયુક્ત રાષ્ટ્ર(UN)ના મહાસચિવ એન્ટોનિયો ગુતેરેસે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન મુદ્દા પર રવિવારે બેઠકનું આયોજન કર્યું છે. તેઓએ શક્તિશાળી દેશોની ચુપ્પી અંગે દુઃખ પ્રગટ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે બંને દેશોએ એકબીજા સાથે શાંતિથી સમાધાન કરી લેવું જોઈએ. આમા રાજનૈતિક નિવેડો આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

ઇઝરાઇલના એરસ્ટ્રાઇકમાં માર્યા ગયેલા પેલેસ્ટાઈનના મૃતદેહનું નિદર્શન કરતા ગાઝાના લોકો.
ઇઝરાઇલના એરસ્ટ્રાઇકમાં માર્યા ગયેલા પેલેસ્ટાઈનના મૃતદેહનું નિદર્શન કરતા ગાઝાના લોકો.

OIC પણ રવિવારે બેઠકનું આયોજન કરશે
ઈઝારાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા રવિવારે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઑપરેશનની બેઠક યોજાઈ હતી. જમાં ઈઝરાયલ વિરૂદ્ધ દરખાસ્ત રજૂ કરાશે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઈઝરાયલ વિરૂદ્ધ મુસ્લિમ દેશોને ભેગા કરવાનું શરૂ કરી દીધુ છે. તેઓએ ગુરૂવારના રોજ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ફોન કર્યો હતો. એર્દોગને પુતિનને ફોનમાં કહ્યું હતું કે હવે ઈઝરાયલને પાઠ ભણાવવો પડશે.

અન્ય સમાચારો પણ છે...