ભાસ્કર વિશેષ:ઇઝરાયલે પેલેસ્ટાઇન સરહદ પર રોબોટિક ગન તહેનાત કરી, એઆઈ ટેક્નોલોજીથી ઓટોમેટિક નિશાન સાધશે

જેરુસલેમ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેલેસ્ટિનિયન દેખાવકારોને હટાવવા માટે ઈઝરાયલની નવી યોજના

ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ ટૂંક સમયમાં સરકારની રચના કરશે. માનવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલમાં આઝાદી બાદ પહેલી વાર ધાર્મિક કટ્ટરવાદી સરકાર બનવા જઇ રહી છે.તેનું સૌથી મોટું દ્રષ્ટાંત એ છે કે ઇઝરાયલે પોતાની સરહદ પર ત્રણ રોબોટિક ગન તહેનાત કરી છે.

તેમાંથી બે વેસ્ટ બેન્કમાં તહેનાત કરાઇ છે જે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વિવાદિત ક્ષેત્ર છે. સામાન્યપણે અહીં પેલેસ્ટિનિયન ઇઝરાયલ વિરુદ્વ દેખાવો કરે છે. આ રોબોટિક ગન્સ મારફથે ટિયર ગેસ, સ્ટેન ગ્રેનેડ અને સ્પંજ બુલેટ છોડવામાં આવશે. આ ગન એઆઇ ટેક્નોલોજીથી ટાર્ગેટ નક્કી કરે છે. તેનાથી કોઇના જીવને ખતરો નથી.

બીજી તરફ વિશ્લેષકોના મતે નેતન્યાહૂના ગઠબંધન સહયોગીઓને કારણે ઇઝરાયલના દ્વિપક્ષીય વેપાર પર અસર પડી શકે છે.તાજેતરમાં જ નેતન્યાહૂના સહયોગી અને કટ્ટરવાદી યહૂદી નેતા બેન ગ્વિરે આતંકવાદના દોષિત રહેલા ડેવિડ હાકોહેન કહાનેના મેમોરિયલની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું હતું કે એક આતંકી સંગઠનની વિરાસતની ઉજવણી નિંદનીય છે. વાસ્તવમાં, કહાને નેસેટ (સંસદ)ના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમના સંગઠનને આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલું હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

અમેરિકા આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે : નેતન્યાહુ
ઇઝરાયલ કટ્ટર જમણેરી નેતા સ્મોત્રિચને રક્ષા મંત્રી બનાવવા માંગે છે. પણુ અમેરિકન રાજદૂત નાઇડ્સે નેતન્યાહૂ સાથે મુલાકાત દરમિયાન સ્મોત્રિચને આ પદ પર નિયુક્ત ન કરવાનો ઇશારો કર્યો હતો. નેતન્યાહૂએ કહ્યું હતું કે અમેરિકાએ નવી સરકારની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...