તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈઝરાયલ-હમાસના યુદ્ધની 10 તસવીરો:ઈઝરાયલની ગાઝા પટ્ટી પર 600 એરસ્ટ્રાઈક, 96 મોત પછી પેલેસ્ટાઈનના લોકોનું પલાયન શરૂ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફોટો સેન્ટ્રલ ઈઝરાયલના પેટ ટિકવા વિસ્તારનો છે. અહીં યહુદી કોમ્યુનિટીના લોકોએ પેલેસ્ટાઈનના રોકેટ હુમલાથી બરબાદ થઈ ચૂક્લા અપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી - Divya Bhaskar
ફોટો સેન્ટ્રલ ઈઝરાયલના પેટ ટિકવા વિસ્તારનો છે. અહીં યહુદી કોમ્યુનિટીના લોકોએ પેલેસ્ટાઈનના રોકેટ હુમલાથી બરબાદ થઈ ચૂક્લા અપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી

ઈઝરાયલ અને હમાસ (ઈઝરાયલ તેને આતંકી સંગઠન માને છે) વચ્ચે છેલ્લા 5 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઈઝરાયલ પર અત્યાર સુધીમાં 1750 રોકેટથી હુમલો કર્યો છે અને બદલામાં ઈઝરાયલ, પેલેસ્ટાઈનના કબજાવાળી ગાઝા પટ્ટી પર 600 એરસ્ટ્રાઈક કરી ચૂક્યા છે. આ હુમલામાં અત્યાર સુધી 103 લોકોના મોત થયા છે. જેમાં 27 બાળકો પણ સામેલ છે.

બંને તરફથી સતત ચાલતા હુમલાના કારણે જનજીવન ઘણું પ્રભાવિત થયું છે. ઈઝરાયલની એરસ્ટ્રાઈકથી ગભરાઈને ગાઝા પટ્ટીના લોકો ઘર છોડીને સુરક્ષીત જગ્યાઓ પણ જવા લાગ્યા છે. આવો 10 તસવીરોમાં જોઈએ કે આ 5 દિવસના યુદ્ધની લોકો પર શુ અસર થઈ છે?

પેલેસ્ટાઈનની ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે સૌથી વધારે એર સ્ટ્રાઈક કરી છે. આવી જ એક એર સ્ટ્રાઈકમાં શાહરુક ટાવર ધ્વસ્ત થઈ ગયું છે.

બોમ્બ બ્લાસ્ટમાં બરબાદ થયેલા ઘરની બહાર બેઠેલા 2 પેલેસ્ટાઈન બાળકો, બંને બાજુના હુમલામાં અત્યાર સુધી 27 બાળકોના મોત થયા છે.

ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં ગાઝા પટ્ટી પર બે બિલ્ડિંગ ધરાશાયી થઈ, અહીં એક કપડાંની દુકાન પણ હતી, જેના પુતળા રસ્તા પર વિખેરાઈને પડ્યા છે

યેરુશલેમમાં થયેલા રમખાણોમાં યહુદીઓના એક ધાર્મિક સ્થળને આગ લગાવી દેવામાં આવી છે, ત્યારપછી અહીંથી જરૂરી સામાન લઈ જતા લોકો

ઈઝરાયલની એર સ્ટ્રાઈક પછી આ બિલ્ડિંગમાં ખાલી પિલર જ બચ્યા છે. ઈઝરાયલે ગાઝા પટ્ટી પર 600 એરસ્ટ્રાઈક કરી છે

ઈઝરાયલ એરફોર્સની એરસ્ટ્રાઈકમાં બરબાદ થયેલી બિલ્ડિંગને જોતા સ્થાનિક લોકો, ઈઝરાયલે દાવો કર્યો છે કે, તેમની એરસ્ટ્રાઈકમાં હમાસના ઘણાં કમાન્ડરના મોત થયા

ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં હમાસના કમાન્ડરના મોત પછી તેની અંતિમ યાત્રામાં સામેલ થયા પેલેસ્ટાઈનના લોકો

ગાઝા પટ્ટીમાં છોડવામાં આવેલા રોકેટ પછી આગ ઓલવવા પાણીનો છંટકાવ કરતાં ઈઝરાયલ એરફોર્સનું ફાઈટર પ્લેન

ઈઝરાયલમાં જંગની સ્થિતિ. આ દરમિયાન ભૂમધ્ય સાગરના બીચ પર મસ્તી કરતા ઈઝરાયલના બાળકો, આ અરબ અને ઈઝરાયલ વચ્ચે સમુદ્ર સીમા છે.

અન્ય સમાચારો પણ છે...