આજે વિશ્વભરમાં 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે માલદીવની રાજધાની માલેના ગોલેલ્હૂ નેશનલ ફુટબોલ સ્ટેડિયમમાં યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ વચ્ચે ઈસ્લામિક કટ્ટરપંથીઓએ એક ગ્રુપે સ્ટેડયમમાં હુમલો કરી દીધો. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.
કાર્યક્રમ દરમિયાન અચાનક 100થી વધુ લોકો સ્ટેડિયમમાં ઝંડો લઈને દોડતાં ઘૂસી ગયા અને લોકોને ભગાડ્યા. આ દરમિયાન કટ્ટરપંથીઓએ સ્ટેડિયમમાં લગાડવામાં આવેલા યોગ અંગેના પોસ્ટર-બેનર અને બોર્ડ તોડી નાખ્યા. એટલું જ નહીં આ લોકોએ કેમેરામાં રેકોર્ડ કરી રહેલા લોકો પર પણ હુમલો કર્યો.
વીડિયોમાં જોઈ શકાય છે કે કટ્ટરપંથીઓએ પોતાના હાથમાં કેટલાંક બેનર અને પોસ્ટર રાખ્યા હતા. જેના પર યોગના વિરોધમાં લખાણો લખવામાં આવ્યા હતા. જેના પર અંગ્રેજીમાં લખ્યું હતું- 'યોગ ઈઝ શિર્ક' એટલે કે 'ઈસ્લામમાં યોગ કરવા પાપ છે.'
અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ
આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિંહે આ અંગે તપાસના આદેશ આપી દીધા છે. તેમને કહ્યું- માલદીવ પોલીસે સવારે ગોલોલ્હૂ સ્ટેડિયમમાં થયેલી ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે, અન તેના માટે જવાબદાર લોકોને કાયદા હેઠળ લાવવામાં આવશે.
ઈન્ડિયન કલ્ચર સેન્ટરે કાર્યક્રમ આયોજિત કર્યું હતું
આ કાર્યક્રમ ઈન્ડિયન કલ્ચર સેન્ટર દ્વારા આયોજિત કરાયો હતો. પ્રોગ્રામમાં હાઈ લેવલ ડિપ્લોમેટ્સ અને કેટલાંક સરકારી અધિકારીઓ હાજર હતા. મંગળવારે સવારે જેવો જ કાર્યક્રમ શરૂ થયો કટ્ટરપંથીઓએ હુમલો કરી દીધો. આ પહેલાં પણ કાર્યક્રમ રોકવાની ધમકી આપવામાં આવી હતી.
2014માં માલદીવે કર્યો હતો યોગ દિવસનો સપોર્ટ
2014માં જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (UN)એ યોગ દિવસને માન્યતા આપી હતી ત્યારે 177 દેશના લોકોએ તેના પક્ષમાં મતદાન કર્યું હતું. ખાસ વાત એ છે કે માલદીવ પણ આ 177 દેશમાં સામેલ હતું, આ સાથે જ તેમને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવને કો-સ્પોન્સર કરીને પક્ષમાં વોટ આપ્યો હતો.
આ વર્ષની થીમ 'યોગ ફોર હ્યૂમેનિટી'
દર વર્ષે 21 જૂને યોગ દિવસ માટે એક થીમ રાખવામાં આવે છે. આ વર્ષની થીમ 'યોગ ફોર હ્યૂમેનિટી' (Yoga For Humanity) રાખવામાં આવી છે, જેનો અર્થ છે માનવતા માટે યોગ. આયુષ મંત્રાલય મુજબ આ થીમ રાખવાનો હેતુ કોવિડ દરમિયાન જે લોકોને શારીરિક અને માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે, તેમને આરામ આપવાનો છે. ગત વર્ષે ઈન્ટરનેશનલ યોગ દિવસ 2021ની થીમ 'યોગ ફોર વેલનેસ' હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.