ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઈસ્લામાબાદ બે દિવસ બંધ રહેશે, અનેક વિસ્તારોમાં મોબાઈલ સેવા અટકાવી દેવાઈ

ઈસ્લામાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે મુસ્લિમ દેશોના સંગઠન આઈઓસીની બેઠક બોલાવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી અને અપ્રિય ઘટનાને રોકવા માટે સરકારે ઈસ્લામાબાદમાં 18 તથા 19 ડિસેમ્બરે જાહેર રજાની જાહેરાત કરી દીધી છે. શનિવાર-સોમવારે સ્કૂલ અને ખાનગી કાર્યાલયો પણ બંધ રહેશે.

હાઈકિંગ ટ્રેક માર્ગલ્લાને બંધ કરી દેવાયા છે. ઈસ્લામાબાદ અને રાવલપિંડી વચ્ચે બસની અવર-જવર સોમવાર સુધી બંધ રહેશે. 20 ડિસેમ્બર સુધી સંસદનું કામકાજ પણ બંધ રહેશે અને કર્મચારીઓને પણ રજા પર મોકલી દેવાયા છે. આટલું જ નહીં ગૃહ મંત્રાલયના આદેશ પર પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટી (પીટીએ)એ 17થી 19 ડિસેમ્બર સુધી રાજધાનીના અમુક ક્ષેત્રોમાં સેલ્યુલર સેવા બંધ કરી દીધી છે.

તેમાં તે વિસ્તારો પણ સામેલ રહેશે જ્યાંથી આઈઓસીના પ્રતિનિધિમંડળ પસાર થશે અને રોકાશે. રાજધાનીના રેડ ઝોન તરફ જતા માર્ગોને પણ સામાન્ય વાહન-વ્યવહાર માટે સીલ કરાયા છે. ભારે સંખ્યામાં પોલીસ અને કાયદાનો અમલ કરાવતી એજન્સીઓને તહેનાત કરાઈ છે. ગૃહમંત્રી શેખ રસીદે કહ્યું કે હાઈ-પ્રોફાઈલ સંમેલનની સુરક્ષા અને કોઈ પણ દુર્ઘટનાને રોકવા માટે અમે પાકિસ્તાની સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓની મદદ લીધી છે.

બેઠકમાં US, રશિયા, જર્મની, જાપાન, ઈયુના પ્રતિનિધિઓને આમંત્રણ
પાકિસ્તાનનું કહેવું છે કે બેઠક અફઘાનિસ્તાનમાં બગડતી સ્થિતિ, ભોજનની વ્યવસ્થા, વિસ્થાપન અને આર્થિક પતનને રોકવા તથા નવો માર્ગ શોધવા માટે બોલાવાઇ છે. ઓઆઈસી દેશોના વિદેશમંત્રીઓ ઉપરાંત યુએસ, ઈયુ, જાપાન, યુકે, ફ્રાન્સ, ચીન, રશિયા, જર્મની, ઈટાલી સહિત અમુક બિનસભ્ય દેશોના લોકો પણ સામેલ થશે.

બેઠકનો એજન્ડા અફઘાનિસ્તાનની બેન્કિંગ પ્રણાલી બહાલ કરવાનો છે
વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં અર્થતંત્રમાં સુધારાની દિશામાં બેન્કિંગ પ્રણાલીની બહાલી મહત્ત્વપૂર્ણ પગલું રહેશે. તેના પર આઈઓસીના વિદેશમંત્રી ચર્ચા કરશે. જો કોઈ દેશ અફઘાનને નાણાકીય મદદ કરશે તો અમે તેનું સ્વાગત કરીશું.

પાકિસ્તાનનો યુએનમાં કાશ્મીર અંગે પ્રસ્તાવ, 72 દેશોએ તેનું સમર્થન કર્યું
પાકિસ્તાને કાશ્મીર અંગે શુક્રવારે યુએનની મહાસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો. તેમાં કાશ્મીરના લોકોના અધિકારોના નિર્ણયનો ઉલ્લેખ છે. પાક. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કાશ્મીર સંબંધિત આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં 72 અન્ય દેશોએ પણ સમર્થન આપ્યું છે.

સિયાલકોટ મોબ લિન્ચિંગ : વધુ 33 આરોપીની ધરપકડ, કુલ 85 પકડાયા
સિયાલકોટમાં શ્રીલંકન ફેક્ટરી મેનેજરના મોબ લિન્ચિંગ મામલે શુક્રવારે પોલીસે વધુ 33 લોકોની ધરપકડ કરી. પોલીસ આ મામલે કુલ 85 લોકોને પકડી ચૂકી છે. મોબ લિન્ચિંગને કારણે પાકિસ્તાને આં.રા. સમુદાય તરફથી આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.અન્ય સમાચારો પણ છે...