તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાકિસ્તાનમાં શનિવારે મોડી રાત્રે બ્લેકઆઉટ (અંધારપટ) થઈ ગયો. તેનાથી કરાચી, લાહોર, ઈસ્લામાબાદ, મુલતાન, કસૂર, રાવલપિંડી અને મંડી અંધારામાં ડૂબી ગયા હતા. તેના પછી સોશિયલ મીડિયા પર #Blackout અને #LoadShedding ટ્રેન્ડ શરૂ થયા.
ઈસ્લામાબાદના ડેપ્યુટી કમિશનર હમઝા સફકતે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું, વીજ કંપની NDTCની સિસ્ટમ ટ્રિપ થવાના કારણે બ્લેકઆઉટ સર્જાયો છે. ટ્રિપ એક રીતે સર્કિટ બ્રેક જેવી સ્થિતિ હોય છે. તેમાં ઓવરહિટિંગથી બચવા માટે સિસ્ટમ ખુદ બંધ થઈ જાય છે.
ટ્રિપ થવાથી અચાનક વોલ્ટેજ ઘટે છે
અખબાર ‘ડૉન’ના અનુસાર, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનના વિશેષ સહાયક શહબાઝ ગિલે કહ્યું કે હું કોઈ અધિકૃત નિવેદન નહીં પણ મંતવ્ય આપી રહ્યો છું. જ્યારે મોટા પ્લાન્ટમાં ટ્રિપ થાય છે તો અચાનક વોલ્ટેજ ઘટે છે. પ્લાન્ટ્સમાં એવી સિસ્ટમ હોય છે કે તે ડેમેજ રોકવા માટે ખુદ સક્રિય થઈ જાય છે. ગિલે એમ પણ કહ્યું કે ઊર્જા મંત્રી ઉમર અયૂબ અને તેમની ચીમ અંધારપટ અંગે કામ કરી રહી છે.
This is Not official but an expert opinion:
— Dr. Shahbaz GiLL (@SHABAZGIL) January 9, 2021
When a large plant trips, the voltage and frequency drops instantly. Plants that are on system, are designed to automatically open breakers and isolate themselves to avoid damage. Now they will have to bring them back one by one.
સોશિયલ મીડિયા પર લોકો નારાજ
એક શખ્સે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘સમગ્ર પાકિસ્તાનમાં બ્લેકઆઉટ છે. ક્યાંય વીજળી નથી. અમને કારણ ખબર નથી પણ ટૂંક સમયમાં ખ્યાલ આવી જશે.’ એક વ્યક્તિએ લખ્યું, ‘કરાચી, મુલતાન, લાહોર અને ઈસ્લામાબાદ જેવા શહેરો અંધારામાં ડૂબી ગયા છે.’
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.