તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલો:આતંકવાદીએ સુપરમાર્કેટમાં ઘૂસીને લોકોને છરા માર્યા, ત્રણની હાલત ગંભીર; હુમલાખોર ઠાર

ઓકલેન્ડ17 દિવસ પહેલા
હુમલા પછી તાત્કાલિક છ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
  • હુમલા પાછળનો ઈરાદો હજી સુધી જાણી શકાયો નથી
  • ડુનેડિનમાં મેમાં પણ આ જ રીતે સુપરમાર્કેટમાં હુમલો થયો હતો

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ સ્થિત એક સુપરમાર્કેટમાં શુક્રવારે છરાબાજીની એક ઘટના પ્રકાશમાં આવી છે. દેશના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને આ અંગેની માહિતી આપતાં આ હુમલાને આતંકી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ISIS પ્રેરિત એક આતંકીએ શુક્રવારે ઓકલેન્ડના એક સુપરમાર્કેટમાં છ લોકોને છરા માર્યા હતા. જોકે પોલીસે તેને ગોળી મારીને ઠાર કર્યો હતો. છરાથી ઈજાગ્રસ્ત થયેલા 6 પૈકીના 3ની સ્થિતિ હાલ ગંભીર છે. પીએમએ આ અંગે વધુમાં કહ્યું હતું કે આજે જે થયું એ નીંદનીય, નફરત પેદા કરનારું અને ખોટું હતું. હુમલો કરનાર એક શ્રીલંકન નાગરિક હતો, જે 2011માં ન્યૂઝીલેન્ડ આવ્યો હતો.

હુમલાખોર.
હુમલાખોર.

ન્યૂ લિનના કાઉન્ટડાઉન સુપરમાર્કેટમાં હુમલો થયો
છરાબાજીની ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચ હતી અને હુમલાખોરને ગોળી મારીને ઠાર કર્યો હતો. હુમલાખોરે 6 લોકોને છરા મારીને ઘાયલ કર્યા હતા. બીજી તરફ ડરેલા લોકો ઝડપથી સુપરમાર્કેટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. પોલીસે કહ્યું હતું કે હુમલો એ સમયે થયો, જ્યારે હુમલાખોર શહેરના ન્યૂ લિનના કાઉન્ટડાઉન સુપરમાર્કેટમાં એન્ટર થયો. આ દરમિયાન લોકો બપોરે ખરીદી કરી રહ્યા હતા. પોલીસે આતંકવાદીને લોકેટ કર્યા અને પછી તેને ગાળી મારી દીધી. આ રીતે તેને ઘટનાસ્થળે જ ઠાર કરવામાં આવ્યો.

હુમલા પછી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી.
હુમલા પછી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી.

ઓકલેન્ડમાં લાગુ છે લોકડાઉન
પોલીસે હજી સુધી એ જણાવ્યું નથી કે આ હુમલા પાછળ હુમલાખોરનો ઉદ્દેશ શું હતો. સેન્ટ જોન એમ્બ્યુલન્સ સર્વિસે જણાવ્યું હતું કે છ ઘાયલ લોકોને છરા વાગ્યા પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમાંથી ત્રણ લોકોની સ્થિતિ હાલ ગંભીર છે. હુમલાને નજરે જોનારે કહ્યું હતું કે હુમલાખાર છરો બતાવતો આવ્યો અને પછી તેણે લોકો પર વોર કરવાનું શરૂ કરી દીધું. કોરોના વાઈરસના ખતરનાક ડેલ્ટા વેરિયન્ટને કારણે ઓકલેન્ડમાં હાલ લોકડાઉન લાગુ છે. આ કારણે મોટા ભાગના લોકો ઘરની અંદર જ હતા.

2019માં ક્રાઈસ્ટ ચર્ચની મસ્જિદમાં થયો હતો ગોળીબાર
ન્યૂઝીલેન્ડના ડુનેડિનમાં મેમાં પણ આ જ રીતે સુપરમાર્કેટમાં હુમલો થયો હતો. એ દરમિયાન એક હુમલાખોરે છરો મારીને સુપરમાર્કેટમાં ચાર લોકોને ઘાયલ કર્યા હતા. ન્યૂઝીલેન્ડમાં સૌથી મોટો હુમલો માર્ચ 2019માં થયો હતો. ક્રાઈસ્ટ ચર્ચની મસ્જિદમાં એક શ્વેત વર્ચસ્વવાદી બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 51 મુસ્લિમોનાં મૃત્યુ થયાં હતાં અને એકને ગંભીર ઈજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...