સિરિયામાં ISIS અને કુર્દિશ સેના વચ્ચે લોહિયાળ સંઘર્ષ:અલ-હસાકાની જેલ પર ISISના આતંકવાદીઓનો હુમલો, 136નાં મોત; જેમાંથી 84 આતંકી

અલ-હસાકા7 મહિનો પહેલા
  • યુનિસેફે અટકાયતમાં લેવાયેલા 850 સગીરને રક્ષણ આપવાની માગ કરી છે

સિરિયામાં ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકવાદીઓ અને કુર્દિશ સેના વચ્ચે ચાર દિવસથી ચાલી રહેલી લડાઈમાં રવિવાર સુધીમાં 136 લોકો માર્યા ગયા છે. આતંકવાદીઓ અને કુર્દ સેના વચ્ચેની આ લડાઈ ગુરુવારે શરૂ થઈ હતી. ISISના 100થી વધુ આતંકવાદીઓએ તેમના સાથીઓને મુક્ત કરાવવા માટે સિરિયાના અલ-હસાકા શહેરની ઘવેરન જેલ પર હુમલો કર્યો હતો. બાદમાં કુર્દિશ સેનાએ પણ તેમના પર વળતો હુમલો કર્યો હતો.

ISISના આતંકીઓએ જેલ પર હુમલો કરીને તેમના ઘણા સાથીઓને મુક્ત કરાવ્યા હતા અને ઘણાં હથિયારો લૂંટી લીધાં હતાં.
ISISના આતંકીઓએ જેલ પર હુમલો કરીને તેમના ઘણા સાથીઓને મુક્ત કરાવ્યા હતા અને ઘણાં હથિયારો લૂંટી લીધાં હતાં.

બ્રિટનની સિરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, ISISના આતંકીઓએ જેલ પર હુમલો કરીને તેમના ઘણા સાથીઓને મુક્ત કરાવી લીધા હતા અને ઘણાં હથિયારો પણ લૂંટી લીધાં હતાં. જાણકારોનું કહેવું છે કે ઈસ્લામિક સ્ટેટ ફરી એકવાર સિરિયામાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલના મહિનાઓમાં તેની સાથે સંકળાયેલા કેટલાક 'સ્લીપર સેલ' પણ સક્રિય થઈ ગયા છે.

કુર્દિશ સીરિયન ડેમોક્રેટિક ફોર્સે રવિવારે કહ્યું- જેલની આસપાસનો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. આતંકવાદીઓ હવે લાંબો સમય ટકી શકશે નહીં. મીડિયા અહેવાલો અનુસાર, આ લડાઈમાં અત્યારસુધીમાં ISISના 84 આતંકવાદી અને 45 કુર્દિશ લડવૈયા માર્યા ગયા છે. જીવ ગુમાવનારાઓમાં 7 નાગરિક પણ સામેલ છે. રવિવારે યુનિસેફે અટકાયતમાં લેવાયેલા 850 સગીરને રક્ષણ આપવાની માગ કરી છે.

અલ-હસાકાની જુદી જુદી જેલોમાં 12 હજારથી વધુ ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ કેદ છે.
અલ-હસાકાની જુદી જુદી જેલોમાં 12 હજારથી વધુ ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ કેદ છે.

કુર્દિશ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરની અલગ-અલગ જેલોમાં 50થી વધુ દેશોના ગુનેગારોને રાખવામાં આવ્યા છે, જેમાં ઈસ્લામિક સ્ટેટના 12 હજારથી વધુ આતંકીઓ પણ સામેલ છે. આતંકવાદીઓના હુમલા પહેલાં જ જેલની અંદર તોફાનો શરૂ થઈ ગયાં હતાં, જેમાં કેટલાક કેદીઓ માર્યા ગયા હતા.

ISISએ 2011ની આસપાસ સિરિયામાં મોટા પાયે આતંકવાદીએ હુમલાઓ કર્યા હતા. એ પછી તેણે હજારો લોકોને નિર્દયતાથી મોતને ઘાટ ઉતાર્યા, પરંતુ 3 વર્ષ પછી પ્રથમ અમેરિકન દળોના હુમલા બાદ તેમની પકડ આ વિસ્તારમાંથી છૂટી ગઈ હતી. આતંકીઓ હવે ફરી એકવાર વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...