તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાબુલ બ્લાસ્ટ:ISIS-Kએ જાહેર કરી કાબુલ બ્લાસ્ટને અંજામ આપનાર આતંકીની તસવીર; સ્થાનિક અફઘાનીઓ પાસેથી પણ લીધી હતી મદદ

કાબુલએક મહિનો પહેલા
ઈસ્લામિક સ્ટેટે એક તસ્વીર પર જાહેર કરી છે જેમાં કાબુલ આતંકી હુમલાને અંજામ આપનાર આતંકવાદી નજરે પડી રહ્યો છે.
  • ઈસ્લામિક સ્ટેટનો આ આતંકી અમેરિકાના સૈનિકોની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો

કાબુલ એરપોર્ટ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારતા ISIS-K એટલે કે ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત (ISKP)એ દાવો કર્યો છે કે હુમલામાં તેનો હાથ છે. એટલું જ નહીં ઈસ્લામિક સ્ટેટે એક તસ્વીર પર જાહેર કરી છે જેમાં આ આતંકી હુમલાને અંજામ આપનાર આતંકવાદી નજરે પડી રહ્યો છે.

અનેક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આં તસવીર એ જ હુમલાખોરની છે જેણે કાબુલ એરપોર્ટ પર બ્લાસ્ટ કર્યો હતો. આં આતંકીનું નામ અબ્દુલ રહેમાન અલ લોગહરિ જણાવવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આં હુમલાખોર લોગાર પ્રાંતનો રહેવાસી છે. આઇએસે આં તસવીરને જાહેર કરતાં લખ્યું છે કે તેના આં હુમલામાં અમેરિકાના સૈનિકો અને તેના મદદગારો સહિત કુલ 160 લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

સોશિયલ મીડિયા પર અનેક ઇન્ટરનેશનલ પત્રકારોએ ઈસ્લામિક સ્ટેટના આ આતંકીની તસવીર શેર કરી છે.

એટલું જ નહીં ISKPએ કહ્યું છે કે આ આતંકી હુમલાને અંજામ આપવા માટે અફઘાનિસ્તાનના સ્થાનિક લોકોએ પણ તેની મદદ કરી છે.

અમાક ન્યૂઝ એજન્સીના હવાલેથી મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે ઈસ્લામિક સ્ટેટનો એક આતંકી અમેરિકાની સુરક્ષાને પાર કરીને એરપોર્ટની તે જગ્યાએ પહોંચી જાય છે જ્યાં અમેરિકાના સૈનિકો અને તેના મદદગાર લોકોની ભીડ હતી. ત્યાં જઈને આતંકીએ પોતાને બ્લાસ્ટ કરીને ઉડાવી હતી. આં બ્લાસ્ટમાં અનેક લોકોના 100થી વધુ લોકોના મોત થયા છે અને સેકંડો લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 12 અમેરિકન સૈનિકો અને કેટલાક તાલિબાન પણ સામેલ હતા.

મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ઈસ્લામિક સ્ટેટનો આં આતંકી અમેરિકાના સૈનિકોની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો. સેનાથી 5 મીટર દૂર સુધી પહોંચવામાં સફળ રહેલા આં આતંકીએ પોતાની સાથે અનેક નિર્દોષ લોકોની જિંદગી લઈ ગયો.

અન્ય સમાચારો પણ છે...