તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • ISIS Claims Deadly Attack In Northern Mozambique Attack On Port Town Of Palma Has Forced Hundreds Of People 

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ISISનો આતંક:50 લોકોનાં માથા ધડથી અલગ કર્યાં અને પછી આફ્રિકાના પાલ્મા શહેર પર કબજો કર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ હુમલા પછી અહીંથી એક બ્રિટિશ કોન્ટ્રેક્ટર પણ ગુમ છે

આફ્રિકાના દેશ માઝામ્બિક્યુના એક શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સન્નાટો છવાઈ ગયો છે. પાલ્મા નામના આ શહેરથી લોકો રસ્તા, બોટ અથવા ચાલીને પણ ભાગી છૂટવા માટે મજબૂર બન્યા છે. હકીકતમાં લાંબા વિદ્રોહ પછી ISISએ આ શહેર પર કબજો કરી લીધો છે. ISISના આતંકીઓએ આ શહેર પર ગયા બુધવારે હુમલો કર્યો હતો. આ હુમલામાં ડઝનો લોકોનાં મોત થયાં છે.

નોંધનીય છે કે વર્ષ 2017થી ઉત્તર મોઝામ્બિક્યુમાં લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. આફ્રિકન પ્રશાસને આ વિશે કહ્યું હતું કે આતંકીઓ ઘણા સુનિયોજિત આયોજન સાથે હુમલો કરવામાં સફળ રહ્યા અને અત્યારે પણ આ શહેરમાંથી હજારો લોકો ગુમ છે. આ હુમલા પછી અહીંથી એક બ્રિટિશ કોન્ટ્રેક્ટર પણ ગુમ છે.

44 વર્ષના મિલ માવેર આ હુમલા બાદ ગુમ છે.
44 વર્ષના મિલ માવેર આ હુમલા બાદ ગુમ છે.

બ્રિટિશ નાગરિક ગુમ
રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, મિલ જે હોટલના કોમ્પ્લેક્સમાં રહ્યા હતા તેને ISISએ ઘેરી લીધું હતું અને ત્યાં 50 લોકોનાં માથાં ધડથી અલગ કરી દેવામાં આવ્યાં હતાં. આ સિવાય આ આતંકીઓએ 17 ગાડીઓમાં ઓપન ફાયર પણ કર્યું હતું. 44 વર્ષના મિલ માવેર વિશે તેમના ભાઈ બિલે કહ્યું હતું કે હું માત્ર એટલું જ કહી શકું એમ છું કે મારો ભાઈ પણ એ હોટલમાં હતો, જ્યાં ISIS દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

સિવિલ સોસાયટી એક્ટિવિસ્ટ અદ્રિયાનો નુવુંગાએ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પાલ્માને માઈનિંગનું શહેર પણ કહેવામાં આવે છે. આ શહેરમાં આફ્રિકાનું સૌથી મોટું નેચરલ ગેસ ફીલ્ડ છે. 75 હજાર કરતાં વધારે વસતિ ધરાવતા આ શહેરની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. ઘણા લોકો એવા છે, જે 180 કિમી દૂર મ્યુડામાં પોતાનો જીવ બચાવીને ભાગ્યા છે. તેઓ ઘણા દિવસો સુધી જંગલના રસ્તે ચાલતા રહ્યા. ઘણાં વૃદ્ધો અને બાળકો તો ચાલતાં ચાલતાં બેભાન પણ થઈ ગયાં હતાં.

આતંકીઓ સ્થાનિક લોકોને પૈસા આપીને તેમના ઘરમાં છુપાયા હતા (ફાઈલ ફોટો).
આતંકીઓ સ્થાનિક લોકોને પૈસા આપીને તેમના ઘરમાં છુપાયા હતા (ફાઈલ ફોટો).

આતંકીઓ થોડા દિવસો પહેલાં જ શહેરમાં આવી ગયા હતા
એક સ્થાનિક વ્યક્તિ જે મ્યુડામાં શિફ્ટ થઈ ચૂક્યો છે, તેણે ન્યૂઝ એજન્સી AFP સાથે વાતચીતમાં કહ્યું છે કે આ આતંકીઓ હુમલાના થોડા દિવસ પહેલાં જ શહેરમાં આવ્યા હતા. તેઓ અમુક સ્થાનિક લોકોને પૈસા ચૂકવીને તેમનાં ઘરોમાં છુપાયા હતા. ત્યાર પછી તેમણે પાલ્માના મુખ્ય રોડ પરથી હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ આ હુમલાને સંભાળવાનો પ્રયત્ન કરે એ પહેલાં જ ઘરમાં છુપાયેલા હુમલાખોરોએ અટેક કરવાનું શરૂ કરી દીધું હતું.

નોંધનીય છે કે ઘણા લોકો એવા પણ હતા જેમને ગેસ પ્રોજેક્ટ સાઈટથી કાઢવામાં આવ્યા અને તેમને બોટની મદદથી સ્થાનિક પાટનગર પેંબા મોકલવામાં આવ્યા હતા. યુએન પ્રવક્તા સ્ટીફન ડુજેરિકે આ વિશે વાત કરતાં કહ્યું છે કે અમે પાલ્માની સ્થિતિ વિશે ખૂબ ચિંતિત છીએ. અહીં 24 માર્ચથી જબરદસ્ત હિંસા શરૂ થઈ ગઈ છે અને આ હિંસા પછી અહીં ઘણાબધા લોકોનાં મૃત્યુ થયાં છે. અમે સ્થાનિક પ્રશાસન સાથે મળીને આ હિંસાથી પ્રભાવિત લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો