તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો:કાશ્મીરી આતંકવાદીઓને ISI અફઘાનિસ્તાન મોકલી રહી છે, કાબુલ ગુરૂદ્વારામાં સામેલ આતંકીએ ખોટું નામ જણાવ્યું હતું

એમ્સટર્ડમ:એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝનો ખુલાસો, શ્રીનગરનો આતંકવાદી ઇસ્લામાબાદમાં નામ બદલીને રહેતો હતો
  • તાજેતરમાં જ પાકિસ્તાને ટેરર વોચ લિસ્ટમાંથી મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ સહિત ઘણા આતંકવાદીઓના નામ હટાવ્યા હતા

યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ પ્રમાણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પાડોસી દેશોમાં આતંકવાદીઓ મોકલી રહી છે. આ થિન્ક ટેન્કએ અમુક દિવસો પહેલા ખુલાસો કર્યો હતો કે કાબુલમાં થયેલા ગુરૂદ્વારા હુમલામાં પણ ISIનો હાથ હતો. અફઘાનિસ્તાનની સિક્યોરિટી એજન્સી એનડીએસએ હુમલાના આરોપમાં અબ્દુલ્લા ઓરકઝઇ ઉર્ફ અસલમ ફારૂકીના 19 સાથીઓની ધરપકડ કરી હતી. 

ફારૂકી ISISના ખુરાસાન મોડ્યૂલનો લીડર છે. એનડીએસ પ્રમાણે તે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં રહે છે. ફારૂકી સાથે જ એક આતંકવાદીએ ધરપકડ બાદ ખોટુ નામ જણાવીને તપાસ એજન્સીને ઉંધે રવાડે ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. 

ફારૂકીના ISI સાથે સંબંધ 

એનડીએસએ જણાવ્યું કે ફારૂકીના હક્કાની નેટવર્ક અને લશ્કર સાથે સંબંધ છે. પૂછપરછમાં તેણે કબૂલ કર્યું કે સથાનિક ગુપ્તચર એજન્સી સાથે પણ તેના સંબંધ છે. તેનો સીધો મતલબ ISI સાથે હતો. હક્કાની નેટવર્ક અને ISIના સંબંધો ઘણી વખત સાર્વજનિક થઇ ચૂક્યા છે. 

સાચુ નામ પણ જણાવ્યું નહીં
EFSSએ આતંકવાદીઓના કાશ્મીર કનેક્શન પર પણ મોટો ખુલાસો કર્યો. તેના પ્રમાણે ફારૂકી સાથે અલી મોહમ્મદ નામનો આતંકવાદી પકડાયો હતો. તે ઇસ્લામાબાદનો રહેવાસી છે. કડકાઇથી તેની પૂછપરછ કરવામાં આવી તો તેણે નામ એઝાઝ એહમદ અહંગર જણાવ્યું. તે મૂળરૂપે શ્રીનગરનો રહેવાસી છે. ત્યાં તે આતંકવાદીઓની ભરતી કરતો હતો. એઝાઝ અલકાયદા માટે પણ કામ કરી ચૂક્યો છે. શ્રીનગરમાં તેને 1990માં પકડવામાં આવ્યો હતો. છૂટ્યા બાદ તે પહેલા બાંગ્લાદેશ અને બાદમાં પાકિસ્તાન જતો રહ્યો હતો. 

ISIએ આશરો આપ્યો
એઝાઝ જ્યારે પાકિસ્તાન પહોંચ્યો ત્યારે ISIએ તેને ઇસ્લામાબાદમાં રોક્યો હતો. ત્યારબાદ ખૈબર પખ્તૂન્ખ્વાના મીરનશાહ મોકલી દેવામાં આવ્યો હતો. આ વિસ્તાર અફઘાનિસ્તાન સાથે જોડાયેલો છે. અહીં તે આઇએસજેકે માટે કામ કરવા લાગ્યો હતો. રિપોર્ટ પ્રમાણે 1990માં જ્યારે અફઘાનિસ્તાનમાંથી સોવિયત સેનાઓ જતી રહી ત્યારે પાકિસ્તાને તમામ આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાંથી જમ્મૂ-કાશ્મીર મોકલી દીધા હતા. લશ્કરની સ્થાપના અને ભારતમાં તેની આતંકવાદી પ્રવૃત્તિઓ તેના ઉદાહરણ છે. રિપોર્ટ પ્રમાણે દરેક આતંકવાદી સાથે પાકિસ્તાન સંપર્કમાં છે. 

અન્ય સમાચારો પણ છે...