• Gujarati News
  • International
  • ISI Chief Faiz Hamid Was Removed, A Place In Imran's Good Book; The US And Army Chief Bajwa Had No Objection

તાલિબાન સાથે મિત્રતા ભારે પડી:ISI ચીફ ફૈઝ હમીદને હટાવવામાં આવ્યા, ઈમરાનની ગુડ બુકમાં હતું સ્થાન; US અને આર્મી ચીફ બાજવાને હતો વાંધો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાલિબાનના ટોચના કમાન્ડરની સાથે હાથમાં ચાનો પ્યાલો પકડીને ચર્ચા કરતા ફૈઝ હમીદ - Divya Bhaskar
તાલિબાનના ટોચના કમાન્ડરની સાથે હાથમાં ચાનો પ્યાલો પકડીને ચર્ચા કરતા ફૈઝ હમીદ

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન સ્થાપિત કરવામાં મદદ કરનાર પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ ચીફ જનરલ ફૈઝ હમીદને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મીડિયા રિપોટ્સ મુજબ ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ એટલે કે ISI ફૈઝ ગત મહિને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાની મંજૂરી લીધી વગર કાબુલ ગયા હતા. જ્યાં તાલિબાન નેતાઓની સાથે સેરેના હોટલમાં ટી-પાર્ટી એટેન્ડ કરી હતી. આરોપ છે કે તેઓએ ત્યાં તાલિબાનની સત્તા કાયમ કરવામાં મદદ કરી હતી.

જનરલ ફૈઝ ઈમરાન ખાનની પસંદ છે અને આગામી વર્ષે આર્મી ચીફ પણ બનવાના હતા. મળતી માહિતી મુજબ તેમની કાબુલ યાત્રાથી જનરલ બાજવા ઉપરાંત અમેરિકા પણ નારાજ હતું. જનરલ નદીમ અંજુમ ISIના નવા ચીફ હશે.

ખટરાગના સમાચાર ઘણાં લાંબા સમયથી હતા
જનરલ હમીદને હટાવવામાં આવશે તેવા સમાચાર છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચામાં હતા, પરંતુ આર્મીની દબદબાને કારણે પાકિસ્તાન મીડિયા આ સમાચારને દબાવી રહ્યાં હતા. હમીદને
પેશાવર કોર્પ્સ કમાન્ડરના ચીફ બનાવવામાં આવ્યા છે. આર્મી ચીફે ટોપ લેવલ પર વધુ કેટલાંક ફેરફારો પણ કર્યાં છે.

તે પણ એક હકિકત છે કે જનરલ હમીદ અને બાજવા વચ્ચે ખટરાગ ઘણાં લાંબા સમયથી ચાલી રહ્યો હતો. માનવામાં આવે છે કે ત્રણ વર્ષ પહેલાં રાવલપિંડીમાં આર્મીના એક હાઉસિંગ પ્રોજેક્ટને લઈને બંને વચ્ચે મતભેદ શરૂ થયા હતા. બાદમાં જ્યારે ઈમરાને બાજવાને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપ્યું તો આ ખટરાગ ખુલીને સામી આવી ગયો હતો. ફૈઝ અનેક વખત બાજવાને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો લેવા લાગ્યા હતા.

ઈમરાને નિર્ણય લેવાનો હતો પરંતુ...
DG ISIની નિમણૂંકનો વિશેષાધિકાર વડાપ્રધાનની પાસે હોય છે, એટલે કે ઈમરાને જ ફૈઝને DG ISI બનાવ્યો હતો અને તેઓએ જ તેમને હટાવી દીધા. ખાસ વાત એ છે કે
વડાપ્રધાન આર્મી ચીફની સલાહ મુજબ આ નિર્ણયો લેતા હોય છે. એટલે કે એમ કહી શકાય છે કે બાજવાની સલાહ પર જ જનરલ હમીદને હટાવવામાં આવ્યા. જો કે ઈમરાન ફૈઝને
હટાવવાના પક્ષમાં ન હતા.

પાકિસ્તાનના કેટલાંક જર્નાલિસ્ટ્સનું માનવું છે કે આ મામલામાં અમેરિકી એન્ગલ પણ છે. ફૈઝની કાબુલ મુલાકાત અને તાલિબાન નેતાઓ સાથેની મુલાકાત બાઈડેન એડમિનિસ્ટ્રેશનને પણ પસંદ પડ્યું ન હતું. વ્હાઈટ હાઉસને લાગી રહ્યું હતું કે જાણે જનરલ ફૈઝ તાલિબાન નેતાઓની સાથે મળીને અફઘાનિસ્તાનમાં અમેરિકાની હારનો જશ્ન મનાવી રહ્યાં છે.

કઈ રીતે ફસાયા હમીદ
તાલિબાને 15 ઓગસ્ટને કાબુલની સાથે જ લગભગ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. દુનિયાને પહેલાં જ શંકા હતી કે પાકિસ્તાની સેના અને ISI તાલિબાનને મદદ કરી
રહ્યાં છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જનરલ ફૈઝ હમીદ ગુપ્ત રીતે કાબુલ પહોંચ્યા. અહીં એક જ ફાઈવ સ્ટાર હોટલ છે, જેનું નામ સેરેના હોટલ છે. જ્યાં તેઓ તાલિબાનના ટોચના કમાન્ડરની
સાથે હાથમાં ચાનો પ્યાલો પકડીને ચર્ચા કરતા જોવા મળ્યા હતા. સંજોગથી આ હોટલમાં જ બ્રિટનની એક મહિલા જર્નાલિસ્ટ પણ હાજર હતી. તેને ન માત્ર ફૈઝનો ફોટો લીધો, પરંતુ કેટલાંક
સવાલો પણ કર્યા. જેના જવાબમાં ફૈઝે માત્ર એટલું જ કહ્યું હતું- ઓલ ઈઝ વેલ.

બસ અહીંથી જ આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. બાજવા અને અમેરિકા હમીદને લઈને નારાજ થઈ ગયા. ઈમરાન પર તેઓને હટાવવાનું દબાણ વધતું ગયું.

અન્ય સમાચારો પણ છે...