અમેરિકામાં પાકિસ્તાનના નાણામંત્રી વિરુદ્ધ ચોર-ચોરના સૂત્રોચ્ચાર:ઇશાક દાર વર્લ્ડ બેન્કની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા વોશિંગ્ટન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વોશિંગ્ટન એરપોર્ટ પર ગુરુવારે પાકિસ્તાનના નાણામંત્રી ઇશાક દાર વિરુદ્ધ ઘણા લોકોએ ઘેરાવ કરીને ચોર-ચોરના સૂત્રોચ્ચાર કર્યા હતા. જાણકારી મુજબ, દાર વર્લ્ડ બેન્કની મીંટિગમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન પહોંચ્યા હતા.

ઘટનાનો વીડિયો વાઇરલ થયો
આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દાર પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂત મસૂદ ખાન સાથે જોવા મળે છે. એરપોર્ટ પરથી બહાર નીકળતાં જ લોકોએ દારને જુઠ્ઠો કહીને નારા લગાવ્યા હતા. દારે જવાબમાં વિરોધીઓને જુઠ્ઠા પણ કહ્યા. બીજી તરફ, PML-Nના વર્જિનિયા ચેપ્ટરના અધ્યક્ષ મણિ બટ્ટ સાથે પણ વિરોધીઓનું ઘર્ષણ થયું હતું.

આવી ઘટના પહેલાં પણ બની હતી
આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાની નેતાઓ કોઈ દેશમાં ગયા હોય અને તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો હોય. આ પહેલાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાઉદી અરેબિયાના પ્રવાસે હતા. આ દરમિયાન તેમને મદીનામાં પાકિસ્તાનીઓના સૂત્રોચ્ચારનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...