દુનિયાનો પ્રથમ કિસ્સો:ત્રણ પ્રાઈવેટ પાર્ટ બાળકનો જન્મ થયો, ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત; મેડિકલ ભાષામાં કહેવાય ટ્રિપહેલિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા બનતા બે લિંગમાં મુત્રમાર્ગ ન હોવાથી તેને ઓપરેશન કરીને કાઢી શકાશે

દુનિયામાં લગભગ આ પ્રથમ કિસ્સો છે કે જેમાં એક બાળકે ત્રણ પ્રાઈવેટ પાર્ટ સાથે જન્મ લીધો છે. ઈરાકના મોસુલ શહેરમાં આ વિચિત્ર શારીરિક વિકૃતિ સાથે એક બાળકનો જન્મ થયો છે. જેને જોઈને ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ તકલીફને મેડિકલ ભાષામાં ટ્રેપહેલિયા કહેવામાં આવે છે.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ઈરાકના મોસુલ શહેરમાં જન્મ લેનાર આ ત્રણ મહિનાના બાળકને જ્યારે તેના પ્રાઈવેટ પાર્ટમાં સોજો ચડવાની ફરિયાદ લઈને ડોક્ટર પાસે પહોંચ્યા ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે મેડિકલ ક્ષેત્રે આવો પ્રથમ કિસ્સો ઈરાકમાં પ્રથમ વખત જોવા મળ્યો છે. જ્યારે ડોક્ટરે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, બાળકને બીજા બે લિંગ બની રહ્યા છે. બાળકને એક નવું લિંગ જે મૂળ લિંગ છે ત્યાં બની રહ્યું છે અને બીજુ અંડકોશ નીચે બની રહ્યું છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ડોક્ટર્સે આને એક દુર્લભ કિસ્સો ગણાવ્યો છે. કારણ કે બાળક ગર્ભમાં કોઈ પણ દવાના સંપર્કમાં આવ્યું નહતું અને પરિવારના ઈતિહાસમાં પણ આવી કોઈ આનુવાંશિક સમસ્યા જોવા મળી નથી. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સર્જરીમાં આ કેસની માહિતી ડૉ. શાકિર સલીમ જાબલી અને આયદ અહમદ મોહમ્મદે આપી છે. તેમણે આ વિશે એક રિસર્ચ પણ રજૂ કર્યું છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, આવી સમસ્યા 50-60 બાળકોમાંથી કોઈ એકને જ થાય છે.

જોકે આ બાળકની તપાસમાં ડોક્ટર્સે એવું પણ કહ્યું છે કે, જે નવા બે લિંગ બની રહ્યા છે તેમાં કોઈ મૂત્ર માર્ગ નથી. તેથી તેને ઓપરેશન દ્વારા દૂર કરી શકાય છે. આ પહેલાં 2015માં એક આવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ભારતમાં એક છોકરાને ત્રણ લિંગ હતા. પરંતુ તે કિસ્સો મેડિકલ જર્નલમાં નોંધાયેલો ના હોવાથી તેને દુનિયાનો પ્રથમ કિસ્સો માનવામાં આવતો નથી.