તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો દાવો:ઈરાની મૌલવીનું વિચિત્ર નિવેદન, કોરોનાવાઈરસની વેક્સિન માણસને સમલૈંગિક બનાવી દે છે

નવી દિલ્હી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અયાતુલ્લા અબ્બાસ તબ્રીજિઆને ટેલિગ્રામ પર દાવો કર્યો છે કે તેમના બે લાખથી વધુ ફોલોઅર છે
  • અબ્બાસે તેમના પ્રશંસકોને કહ્યું કે એવા વ્યક્તિઓ પાસે ન જાવ જેમણે વેક્સિન મૂકાવી છે

ઈરાનના એક મૌલવીએ દાવો કર્યો છે કે કોરોનાવાઈરસની વેક્સિન સમલૈંગિક બનાવી દે છે. અયાતુલ્લા અબ્બાસ તબ્રીજિઆને ટેલિગ્રામ પર આ દાવો કર્યો છે જ્યાં તેમના બે લાખથી વધુ ફોલોઆર છે. યરુશલમ પોસ્ટના રિપોર્ટ મુજબ અયાતુલ્લા અબ્બાસે ટિલિગ્રામ પર તેમના ફોલોઅરને કહ્યું કે એવા વ્યક્તિઓ પાસે ન જાવ જે લોકો કોરોના વાઈરસની વેક્સિન લીધી છે.

સમલૈંગિક સમુદાયના લોકો ભડક્યા
અયાતુલ્લા અબ્બાસે કહ્યું કે કોરોના વેક્સિન લગાવનારા સમલૈંગિક થઈ ગયા છે. બીજી તરફ ઈરાની મૌલવીના દાવા પર સમલૈંગિક સમુદાયના લોકો ભડકી ઉઠ્યા છે. LBTQના અધિકારીઓ માટે કામ કરનારા પીટર ટટચેલ કહે છે કે આ મૌલવીનો દાવો કોરોના વેક્સિન અને સમલૈંગિક બંનેને શેતાની(રાક્ષસી) ગણાવવાનો એક પ્રયત્ન છે. પીટરે કહ્યું અયાતુલ્લાએ અપીલ દ્વારા વૈજ્ઞાનિક અજ્ઞાનતાને હોમોફોબિયાની સાથે જોડી દીધી છે.

કોરોના વેક્સિનથી ડરાવવા માટે આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે
ઈરાન છોડી ચુકેલી શેઈના વોજોઉદીએ કહ્યું કે ઈરાની પ્રશાસનના અન્ય મૈલવીઓની જેમ જ અયાતુલ્લા દરેક બાબતને સેક્સુઅલ્ટી સાથે જોડી દીધી. તેમણે કહ્યું કે ઈરાની મૌલવીઓમાં માનવતા અને જ્ઞાનની અછત છે. ઈરાની મૌલવી લોકોને કોરોના વેક્સિનથી ડરાવવા આ પ્રકારનો દુષ્પ્રચાર કરી રહ્યાં છે. બીજી તરફ સરકારી પ્રશાસનના લોકો કોરોના વેક્સિન લગાવી ચૂક્યા છે. ઈરાની પ્રશાસન સામાન્ય માણસોને આ વેક્સિન આપી રહ્યું નથી.

દવાઓને લઈને ઈરાનના મૌલવીએ ઘણા દાવા કર્યા
ઈરાની મૌલવી અત્યાર સુધીમાં પશ્ચિમી દેશોની દવાઓને લઈને ઘણા દાવાઓ કરી ચૂક્યા છે. આ પહેલા ગત વર્ષે જાન્યુઆરીમાં ઈરાની મૌલવીએ વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેઓ અમેરિકાની વૈજ્ઞાનિક બુક્સને સળગાવી રહ્યાં છે. તેમણે દાવો કર્યો હતો કે ઈસ્લામિક દાવાઓ આ બુક્સને અપ્રાસંગિક બનાવી દેશે. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં સમલૌંગિકતા અપરાધ છે અને તેના માટે કડક સજા આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...