તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Iran Unhappy Over Pakistan's Bombing Of Panjshir: Foreign Interference In Afghanistan Cannot Be Tolerated

પાકિસ્તાન પર ભડક્યું ઈરાન:પંજશીરમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા બોમ્બમારા બાબતે ઈરાન નાખુશ અને કહ્યું- અફઘાનિસ્તાનમાં વિદેશી દખલગીરી સહન ના થઈ શકે

20 દિવસ પહેલા
ઈરાન પ્રવક્તા- ફાઈલ ફોટો.

અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંત કે જે આજસુધી તાલિબાન જીતી શકતું નહોતું એ પ્રાંતમાં તાલિબાને પાકિસ્તાનની મદદથી કબજો મેળવી લીધો છે. પાકિસ્તાને પોતાની વાયુસેના મારફત ડ્રોન હુમલો કર્યો હતો. એ મુદ્દે ઈરાન ભડક્યું છે અને કહ્યું હતું કે બહારની તાકાત દ્વારા હુમલો કરવો એ ખોટી બાબત છે અને આ મુદ્દે તપાસ કરાવવી જોઈએ.

અફઘાનિસ્તાનના પંજશીરમાં નોર્ધર્ન અલાયંસ સતત તાલિબાનના લડાકુઓ વિરુદ્ધ લડતું રહ્યું. રવિવારે નોર્ધર્ન અલાયંસે દાવો કર્યો હતો કે પાકિસ્તાનની વાયુસેનાએ પંજશીરના વિસ્તારોમાં ડ્રોન હુમલો કર્યો અને તાલિબાનને સહકાર આપ્યો હતો.

સોમવારે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા હુમલાની નિંદા કરવામાં આવી અને કહ્યું હતું કે ગઈ રાત્રે જે હુમલો થયો એ શરમજનક છે. અમે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છે.

પંજશીરને લઈને સંઘર્ષ ચાલુ
તાલિબાન દ્વારા લાંબા સમય સુધી પંજશીર પર કબજો કરવાનો પ્રયત્ન ચાલુ હતો, પરંતુ નોર્ધર્ન અલાયંસના લડાકુઓ દ્વારા અહીં સતત તાલિબાનોને પડકાર આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તાલિબાને પંજશીર પર કબજોનો દાવો કર્યો છે.

જોકે નોર્ધર્ન અલાયંસે આ દાવાને ખોટો બતાવ્યો છે. નોર્ધર્ન અલાયંસે જ પાકિસ્તાન દ્વારા પહોંચાડવામાં આવેલી મદદનો ખુલાસો કર્યો હતો. નોર્ધર્ન અલાયંસે પહેલા સીઝફાયરની અપીલ કરી હતી, પરંતુ તાલિબાને તેને નામંજૂર કરી હતી. જોકે તાલિબાને એમ પણ કહ્યું હતું કે તે કોઈપણ મુદ્દાને ચર્ચા કરીને નિર્ણય લાવવા માગે છે.

આ ત્યારે થયું જ્યારે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIના પ્રમુખ આ સમયે કાબુલમાં જ છે અને તાલિબાનની નવી સરકારના ગઠન દરમિયાન મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તાલિબાન અને હક્કાની નેટવર્કમાં સરકાર ગઠનને લઈને કેટલાક વિવાદો ચાલી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ISI બંનેને સાથે લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...