• Home
  • International
  • Iran issues Trump arrest warrant for Suleimani's death, seeks help from Interpol

અમેરિકાના રાષ્ટ્રપતિ વિરુદ્ધ વોરન્ટ / ઈરાને સુલેમાનીની મોત મામલે ટ્રમ્પની ધરપકડનું વોરન્ટ જાહેર કર્યું, ઇન્ટરપોલ પાસે મદદ માંગી

X

  • અમેરિકા આ વર્ષે જાન્યુઆરીમાં બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે ડ્રોન હુમલો કરાવ્યો હતો
  • આ હુમલામાં ઈરાનની કુદ્સ આર્મીના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું હતું

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 09:45 PM IST

તેહરાન. ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જાહેર કર્યું છે. ટ્રમ્પની ધરપકડ માટે ઈરાને ઇન્ટરપોલ પાસે મદદ માંગી છે. તેહરાનના પ્રોઝિક્યૂટર અલી અલકાસિમેહરે સોમવારે કહ્યું કે 3 જાન્યુઆરીએ થયેલા ડ્રોન હુમલામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સિવાય ઈરાનના જ અન્ય 30 લોકો સામેલ હતા. તેમના પર હત્યા અને આતંક ફેલાવવાનો આરોપ છે. ઈરાન ટ્રમ્પની ધરપકડ કરવાના પ્રયત્નો ચાલુ રાખશે.  પછી ભલે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોય કે ન હોય. 

ઇન્ટરપોલે કોઇ જવાબ નથી આપ્યો
ફ્રાન્સના લિયોનમાં સ્થિત ઇન્ટરપોલે આ મામલે કોઇ પ્રતિક્રિયા આપી નથી. અલકાસિમેહરે કહ્યું કે ઈરાને ઇન્ટરપોલને ટ્રમ્પ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરવાની પણ માંગ કરી હતી. તે ઇન્ટરપોલની સૌથી મોટી નોટિસ હોય છે. એ નોટિસ પ્રમાણે આરોપીનું લોકેશન મેળવીને તેની ધરપકડ કરવાની હોય છે. 

ટ્રમ્પે સુલેમાની પર આતંકવાદના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો
ઈરાનમાં ડ્રોન હુમલો અમેરિકાએ કરાવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું - કાસિમ સુલેમાનીના આતંકવાદી ષડયંત્રો દિલ્હીથી લઇને લંડન સુધી ફેલાયેલા હતા. ક્યાંય પણ અમેરિકન્સને ડરાવવામાં આવશે તો અમે ટાર્ગેટ લિસ્ટ પહેલાથી જ તૈયાર કરી લીધું છે. અમે જરૂરિયાત પ્રમાણે દરેક પ્રકારની કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ. 

ખોમૈનીએ  બદલો લેવાનું કહ્યું હતું
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ અલી ખોમૈનીએ કહ્યું કે જનરલ સુલેમાનીની મોતનો અમે બદલો લઇશું. તેમણે કહ્યું હતું કે સુલેમાનીની મોતના લીધે અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ વિરોધ બમણો થઇ ગયો છે. સુલેમાનીની જગ્યાએ ડેપ્યુટી બ્રિગેડિયર જનરલ ઇસ્માઇલ ઘાનીને નવો કમાન્ડર નિયુક્ત કરવામા આવ્યો હતો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી