તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Iran Infiltrates Pakistan And Kills Terrorists, Releases Two Soldiers Abducted 3 Years Ago; Claim In The Report

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાન પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક:ઈરાને પાકિસ્તાનમાં અંદર ઘૂસીને આતંકીઓને ઠાર કર્યા, 3 વર્ષ પહેલાં અપહૃત થયેલા બે સૈનિકોને છોડાવ્યા; રિપોર્ટમાં દાવો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
ઈરાન ત્રીજો દેશ છે, જેણે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ઈરાન પહેલાં અમેરિકાએ 2011 અને ભારતે સપ્ટેમ્બર 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી (ફાઈલ ફોટો) - Divya Bhaskar
ઈરાન ત્રીજો દેશ છે, જેણે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ઈરાન પહેલાં અમેરિકાએ 2011 અને ભારતે સપ્ટેમ્બર 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી (ફાઈલ ફોટો)

પાકિસ્તાનમાં ગુરુવારે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક થઈ હોવાના દાવા કેટલાંક મીડિયા રિપોટ્સમાં કરવામાં આવ્યા છે. રિપોટ્સ મુજબ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે પાકિસ્તાનમાં ઘણે અંદર જઈને આતંકી ઠેકાણાંઓને ટાર્ગેટ કર્યા હતા. ઈરાને 3 વર્ષ પહેલાં અપહ્યત કરાયેલા પોતાના બે જવાનોને છોડાવ્યા છે. ઈરાનના જવાનોનું 3 વર્ષ પહેલાં દક્ષિણી-પશ્ચિમી પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ-અલ અલદ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.

ઈરાની સેનાએ પોતાના મિશનને સક્સેસફુલ ગણાવ્યું
રિપોટ્સ મુજબ ઈરાને પાકિસ્તાનની અંદર ઘૂસીને 2 ફેબ્રુઆરીની રાત્રે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ઈરાને પાકિસ્તાની સેનાને આ એક્શનની પહેલાંથી કોઈ જ જાણકારી આપી ન હતી. 3 ફેબ્રુઆરીએ ઈરાની સૈનિકોએ પોતાના મિશનને સક્સેસફુલ ગણાવી અને જવાનોને મુક્ત કરાવવાની પણ જાણકારી આપી. જૈશ-અલ અલદ આતંકી ગ્રુપ દક્ષિણી-પશ્ચિમી પાકિસ્તાનમાં એક્ટિવ છે અને માનવામાં આવે છે કે ઈરાની સેનાએ આ વિસ્તારમાં જ સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હોય શકે છે.

2018માં ઈરાનના સૈનિકોનું અપહરણ કરાયું હતું
આ સંગઠન ઈરાનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં હુમલો કરતા રહે છે. જેને ફેબ્રુઆરી 2019માં આ વિસ્તારમાં ઈરાની જવાનોની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક ઈરાની સૈનિકો માર્યા ગયા હતા અને ડઝનો ઘાયલ થયા હતા. ઓક્ટોબર 2018માં આ આતંકવાદી સંગઠને 14 ઈરાની સૈનિકોનું અપહરણ કરી લીધું હતું. ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના મીરજાવેહ બોર્ડર પર આ ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાંથી 5 સૈનિકોને એક મહિના પછી છોડી દેવામાં આવ્યા હતા.

ભારત-અમેરિકા પાકિસ્તાનમાં ઘુસીને ઓપરેશન પાર પાડી ચુક્યા છે
ઈરાન ત્રીજો દેશ છે જેને પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ઈરાન પહેલાં અમેરિકાએ 2 મે 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં ઘુસીને અલકાયદાના ચીફ લાદેનનો ખાતમો કર્યો હતો. જે બાદ ભારતે સપ્ટેમ્બર 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. 14 ફેબ્રુઆરી 2019નાં રોજ પુલવામા એટેક પછી ભારતે તે જ વર્ષ 26 ફેબ્રુઆરીનાં રોજ બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો