• Gujarati News
  • International
  • Iran Does Not Trust US British Vaccine, People Are Getting Vaccinated By Paying Up To Rs 90,000 In Black

ભાસ્કર વિશેષ:ઇરાનને અમેરિકા-બ્રિટનની વેક્સિન પર ભરોસો જ નથી, લોકો બ્લેકમાં 90 હજાર રૂપિયા સુધીની રકમ આપીને રસી લઇ રહ્યા છે

તેહરાન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇરાન હાલ કોરોનાના સૌથી ખતરનાક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે

ઇરાન કોરોના સંક્રમણના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. તે છતાં ત્યાંની સરકારને અમેરિકા અને બ્રિટનની વેક્સિન પર ભરોસો નથી. સ્થિતિ એ છે કે ફાઇઝરનો એક ડોઝ 30 હજારથી 90 હજાર રૂ. સુધીમાં વેચાઇ રહ્યો છે. કાળાબજારને કારણે સર્જાયેલી આ સ્થિતિથી એસ્ટ્રાજેનેકાના એક ડોઝની કિંમત પણ 11 હજાર રૂ. થઇ ગઇ છે.ઇરાનમાં ગત મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ 50,228 નવા દર્દી મળ્યા જ્યારે ગત સોમવારે કોરોનાથી સૌથી વધુ 655 મોત થયાં હતાં.

દેશમાં કોરોના વેક્સિનની ભારે અછત છે. લોકો કાળાબજારમાં રસી ખરીદવા મજબૂર છે. લોકોનું કહેવું છે કે ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનાઇની એક ઘોષણાના કારણે આ સ્થિતિ સર્જાઇ છે. તેમણે જાન્યુઆરીમાં આદેશ કર્યો હતો કે દેશમાં અમેરિકા અને બ્રિટનમાં બનેલી રસી નહીં અપાય. તે રસીઓ સંપૂર્ણપણે અવિશ્વસનીય છે.

ઇરાનમાં ઓછા રસીકરણનું કારણ આર્થિક ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર પણ છે. સરકારી આંકડા મુજબ ઇરાનની વસતી 8.5 કરોડ છે. તેમાંથી માત્ર 35 લાખ લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું છે. માર્કેટિંગ એક્ઝિક્યુટિવ આમિર અલી કહે છે કે રસી આયાત કરવાની મંજૂરી મળી હોત, વહીવટી પારદર્શિતા હોત તો તેઓ તેમની માતાને બચાવી શક્યા હોત. લોકો સરકારી રસીની રાહ જોઇ રહ્યા છે.

નવી અને જૂની સરકારની લડાઇમાં રસીકરણ અટવાયું
ઇરાની કોરોના ટાસ્ક ફોર્સના વડા ડૉ. અલીરઝા જાલીએ સ્વીકાર્યું કે ઇરાને શરૂઆતથી જ WHOને સહકાર આપવાનો, કોરોનાના દર્દીઓની સંખ્યા, દર્દીઓના મોત તથા રસીના ખર્ચની સાચી માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો. જાલીના નિવેદનના જવાબમાં વિદેશમંત્રી જવાદ જરીફે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ હસન રુહાનીના કાર્યકાળમાં રશિયા અને ચીનની રસી મેળવવા પ્રયાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...