ઇરાનમાં મહસા અમીનીનાં મોતને 250 દિવસ થઇ ચુક્યા છે.ગયા વર્ષે 16મી સપ્ટેમ્બરે તહેરાનમાં પોલીસ કસ્ટડીમાં અમીનીનું મોત થઇ ગયું હતું. હિજાબ નહીં પહેરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપ છે કે, માર મારવાનાં કારણે અમીનીનું મોત થયું હતું. ત્યારબાદ ઇરાનમાં થયેલા હિજાબ વિરોધી આંદોલનમાં 500 લોકોનાં મોત થયા હતા. આશરે 17000 લોકોની ધરપકડ કરાઇ હતી. આંદોલન કરવાનાં મામલામાં હજુ સુધી 10 લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.
તહેરાનમાં હોર્ડિંગ લગાવીને હિજાબ પહેરવા માટે કહેવામાં આવ્યું છે. એટોર્ની જનરલ જફર મોન્ટાજેરીએ કહ્યું છે કે, એરલાઇન્સ હિજાબનાં નિયમો લાગુ કરે. પોલીસને કહેવામાં આવ્યું છે કે, સર્વિલાન્સ કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એવી મહિલાઓની ઓળખ કરવામાં આવે જે હિજાબ પહેરી રહી નથી.
કટ્ટરપંથી -સરકારનો આદેશ, હિજાબ તો પહેરવો જ પડશે
હિજાબનાં મામલે મૌલવી, કટ્ટરપંથી અને સરકાર એક સૂરમાં વાત કરી રહ્યા છે. ઇરાનનાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખુમેનીએ જાહેરાત કરી છે કે, હિજાબને દુર કરવાની બાબત અસ્વીકાર્ય છે. ઇરાનનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રહીસીએ કહ્યું હતું કે, હિજાબ ધાર્મિક રીતે જરૂરી છે. બીજી બાજુ કટ્ટરપંથી સાંસદોનું કહેવું છે કે, હિજાબ અલ્લાહનો આદેશ છે.
દેખાવકારોનાં પરિવારો પર વ્યાપક અત્યાચાર
1. તહેરાન યૂનિવર્સિટીની વિદ્યાર્થિની શિરીને કહ્યું છે કે, અમીનીનાં આદોલન વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પરિવારનાં સભ્યો પણ અત્યાચારનો સામનો કરી ચુક્યા છે. તેની બહેન, માતા અને ભાઇ પર પોલીસે અત્યાચાર
કર્યા હતા.
2. ઓસ્ટ્રેલિયન મુળની ઇરાની દેખાવકારની માતાને તહેરાન જેલમાં ધકેલી દેવાઈ. તેમને હજુ જેલમાં જ રાખવામાં આવી છે. બીજી બાજુ વકીલ નોસ હોસેનીએ દાવો કર્યો છે કે, તેમના એક સંબંધીની ધરપકડ કરાઇ હતી. પુછપરછ પણ કરાઇ હતી.
હિજાબ નહીં પહેરનાર મહિલાઓને દુકાનો પર સામાન નહીં
શોપિંગ મોલ | હિજાબને મંજૂરી આપતા ઉત્તરી તહેરાનમાં બનેલા 23 માળનાં ઓપલ શોપિંગ મોલને બંધ કરીને કઠોર કાર્યવાહી કરાઇ છે.
બુક ફેર | ઇસ્ફાહાનમાં નેશનલ બુક ફેરને પણ બંધ કરી દેવાની જાહેરાત કરાઇ છે. હિજાબ નહીં પહેરનારને દુકાનોમાં સામાન ન આપવા માટે કઠોર આદેશ કરાઇ રહ્યા છે.
સિનેમા | અભિનેત્રી બારાન કોસારી પોતાના નજીકનાં સંબંધીનાં અંતિંમસંસ્કારમાં હિજાબ વગર પહોંચી હતી.
પબ્લિક સર્વિસ અને મેટ્રો | હિજાબ નહીં પહેરનાર મહિલાઓને સરકારી ઓફિસ અને મેટ્રો રેલવે સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.