પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર હુમલાની તપાસ કરી રહેલી જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ (JIT)એ મોટો ખુલાસો કર્યો છે. JIT અનુસાર ઇમરાન ખાન પર એક નહીં બલકે ચાર અલગ-અલગ જગ્યાઓથી ગોળીઓ ચલાવાઇ હતી. આ ગોળીઓ 4 શૂટર્સે ચલાવી હતી. એમાંથી એકની ધરપકડ થઇ ચૂકી છે. એટલું જ નહીં JIT અનુસાર ગોળીઓ ઘણી ઊંચાઇએથી ચાલી હતી.
3 નવેમ્બરે વજીરાબાદમાં એક રેલી દરમિયાન ઇમરાન ખાન પર જીવલેણ હુમલો થયો હતો. એ દરમિયાન એક શૂટર નવીદ મેહરની ધરપકડ કરવામાં આવી હતી. બાકીના ત્રણ શૂટર કોણ હતા અને તેમણે કઇ બંદૂકથી ગોળીઓ ચલાવી, તેની જાણ અત્યાર સુધી નથી શકી.
ઇમરાનને 3 ગોળીઓ વાગી હતી, જલદી જાહેર થશે તપાસ રિપોર્ટ
જે સમયે ખાન પર હુમલો થયો તેઓ એક કન્ટેનર પર પોતાના સમર્થકોની સાથે ઊભા હતા. ત્યારે જ કન્ટેનરની બિલકુલ નજીક ઊભેલા હુમલાખોર નવીદે AK-47થી ફાયરિંગ કર્યું હતું. તેમને પગમાં 3 ગોળીઓ વાગી હતી. JITના એક સદસ્યએ બતાવ્યુ કે -JITની ઇન્વેસ્ટિગેશન લગભગ પૂરી થઇ ગઇ છે. પંજાબ ફોરેન્સિક સાયન્સ એજન્સીથી કેટલાક રિપોર્ટ આવવાના બાકી છે. ત્યાર બાદ સંપૂર્ણ તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે.
હુમલામાં 13 લોકોને વાગી હતી ગોળીઓ
હુમલામાં કુલ 13 લોકો ઘાયલ થયા હતા. JITએ લોંગ માર્ચ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ હોવાનો દાવો કર્યો છે. JITનું ગઠન પંજાબ સરકારે કર્યું હતું. લાહોરના એડિશનલ IG ગુલામ મહમૂદ ડોગરને JITના હેડ બનાવવામાં આવ્યા હતા.
પોલિગ્રાફ ટેસ્ટમાં ફેલ થયો હુમલાખોર નવીદ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગૃહમંત્રી ઓમર સરફરાજ ચીમાએ કહ્યું કે ઇમરાન ખાન પર હુમલો એક વ્યવસ્થિત ષડ્યંત્ર હતું. તેમણે આગળ કહ્યું કે નવીદ એક પ્રશિક્ષિત હત્યારો છે અને તે પોતાના સાથીઓની સાથે ઘટના સ્થળે હાજર હતો. નવીદ પોલિગ્રાફ ટેસ્ટમાં પણ પેલ થયો હતો. તેણે પોલીસને બતાવ્યું કે રેલીમાં અઝાનના સમયે DJ વાગી રહ્યું હતું, એટલા માટે તે ઇમરાને મારવા ઇચ્છતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.