કોરોના દુનિયામાં:અમેરિકામાં ગત સપ્તાહે દરરોજ સરેરાશ 70 હજાર નવા કેસ નોંધાયા; બ્રિટન, જર્મની અને ફ્રાન્સમાં સખત લોકડાઉનની તૈયારી

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
બુધવારે ફ્રાન્સના પેરિસ શહેરમાં સુમસામ બનેલું એક બજાર. ફ્રાન્સ સરકારે બુધવારે રાતે દેશમાં કડક લોકડાઉનની જાહેરાત કરી છે. જો કે, તેના વિરોધમાં દેખાવ પણ શરૂ થઈ ગયા છે - Divya Bhaskar
બુધવારે ફ્રાન્સના પેરિસ શહેરમાં સુમસામ બનેલું એક બજાર. ફ્રાન્સ સરકારે બુધવારે રાતે દેશમાં કડક લોકડાઉનની જાહેરાત કરી છે. જો કે, તેના વિરોધમાં દેખાવ પણ શરૂ થઈ ગયા છે
  • દુનિયામાં સંક્રમિતોનો આંકડો 4.44 કરોડને પાર, સાજા થનારની સંખ્યા 3.27 કરોડથી વધુ
  • અમેરિકામાં 91.18 લાખથી વધુ સંક્રમિત, 2.33 લાખથી વધુ લોકોના મોત

દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો 4.44 કરોડથી વધુ થઈ ગયો છે. 3 કરોડ 27 લાખ 02 હજાર 064 દર્દી રિકવર થઈ ચુક્યા છે. અત્યાર સુધી 11.78 લાખથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. આ આંકડાwww.worldometers.info/coronavirus પ્રમાણે છે. અમેરિકામાં ગત સપ્તાહે દરરોજ સરેરાશ 70 હજાર નવા કેસ નોંધાયા. એક મહત્વના સમાચાર યૂરોપથી. ફ્રાન્સ પછી જર્મની સૌથી વધુ કેસના મામલામાં સામે આવ્યું છે. અહીંયા સરકારે આંશિક લોકડાઉન લાગું કર્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઝડપથી સખત લોકડાઉન લાગું કરવામાં આવી શકે છે.

વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે, મંગળવારના પહેલા એક સપ્તાહ સુધી અમેરિકામાં દરરોજ 70 હજાર નવા સંક્રમિત નોંધાયા. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આ સાથે જ મૃતકોનો આંકડો પણ ગત સપ્તાહે 5600 વધી ગયો છે.

કોરોનાની બીજી લહેરના કારણે આ ત્રણ દેશ લોકડાઉન લાગુ કરવાની તૈયારીમાં
દુનિયાભરમાં કોરોના વાઈરસના કેસ દરરોજ વધી રહ્યાં છે. યૂરોપમાં તો છેલ્લા ઘણા દિવસોમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી ગઈ છે. સ્થિતિ નિયંત્રણની બહાર થતી જોઈને બ્રિટન, જર્મની. ફ્રાન્સ સહિત યૂરોપના ઘણા દેશ ફરી લોકડાઉન લાગું કરવાની તૈયારીમાં છે. જર્મનીએ તો એક મહિના માટે ફરી રેસ્ટોરન્ટ અને બાર બંધ કરવાનો આદેશ જાહેર કરી દીધો છે.

ટ્રમ્પનું જુઠ્ઠાણું
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે કહ્યું હતું કે, દેશમાં સંક્રમણ વધવા અંગે ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે ટેસ્ટિંગ વધી રહ્યું છે અથવા બની શકે છે કે તેની પાછળ કોઈ કાવતરું હોય. પણ વ્હાઈટ હાઉસના ટેસ્ટિંગ ઈન્ચાર્જ બ્રેટ ગિરિયોરે રાષ્ટ્રપતિની વાતને ફગાવી દીધી. ગિરિયોરે કહ્યું કે, આ સાચું છે કે કેસ વધી રહ્યાં છે. જેનો પુરાવો એ છે કે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

હાલ પણ લોકો માસ્ક નથી પહેરતા
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, મહામારી ફેલાતી જઈ રહી છે, પણ હાલ પણ દેશના મોટાભાગમાં લોકો માસ્ક પહેરવામાં રસ નથી લેતા. વ્હાઈટ હાઉસમાં કોરોનાવાઈરસ ટાસ્ક ફોર્સના કોઓર્ડિનેટર ડેબ્રોહ બ્રિક્સે કહ્યું કે, તમે ગ્રોસરી સ્ટોર્સ, રેસ્ટોરન્ટ્સ અને હોટલમાં જુવો. અહીંયા પણ લોકો તમને માસ્ક વગર જોવા મળશે.

જર્મનીમાં કડક પ્રતિબંધોની તૈયારી
યૂરોપના દેશ સંક્રમણની બીજી લહેરથી ઝઝૂમી રહ્યાં છે. ફ્રાન્સે એક મહિનાનું સખત લોકડાઉન લગાવ્યું છે. જર્મનીએ પાર્શિયલ એટલે કે આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. પણ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઝડપથી એન્જેલા મર્કેલ સરકાર સખત લોકડાઉન લગાવવા જઈ રહી છે. જેનું કારણ દેશમાં વધી રહેલું સંક્રમણ અને લોકોનું સાવધાની રાખવાનું છે. સરકારનો પ્રયાસ છે કે સંક્રમણ એક ઘરેથી બીજા ઘરે સુધી ન પહોંચી શકે. 10 લોકોથી વધુ લોકો એક સ્થળે ભેગા નહીં થઈ શકે. કુલ 16 શહેરોમાં કડક પ્રતિબંધ રહેશે. સરકારે કહ્યું કે, જરૂરી ન હોય તો યાત્રા કરવાનું ટાળો. આના કારણે મુશ્કેલી વધી શકે છે.

બુધવારે જર્મનીના બર્લિનમાં એક રેસ્ટોરન્ટની બહારથી પસાર થતા લોકો. અહીંયા આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. હવે સમાચાર મળી રહ્યાં છે કે સરકાર આને કડક લોકડાઉનમાં ફેરવી શકે છે.
બુધવારે જર્મનીના બર્લિનમાં એક રેસ્ટોરન્ટની બહારથી પસાર થતા લોકો. અહીંયા આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. હવે સમાચાર મળી રહ્યાં છે કે સરકાર આને કડક લોકડાઉનમાં ફેરવી શકે છે.

સાઉથ આફ્રિકન પ્રેસિડેન્ટ આઈસોલેશનમાં દક્ષિણ આફ્રીકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા સેલ્ફ આઈસોલેટ થઈ ગયા છે.શનિવારે રામફોસા એક ડિનરમાં ગયા હતા. આ ડિનરમાં સામેલ એક વ્યક્તિ પછીથી કોરોના પોઝિટીવ મળી આવ્યો હતો. જો કે, રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરીએ સ્પષ્ટ કરી દીધું કે, રામફોસામાં હાલ કોઈ પણ પ્રકારના લક્ષણ જોવા મળ્યા નથી. પણ તેમ છતા સતર્કતાના ભાગરૂપે તેમને આઈસોલેટ થવા માટે કહેવામાં આવ્યું છે.

ચીનમાં 47 નવા કેસ
ચીનમાં બુધવારે એક દિવસમાં 47 નવા કેસ નોંધાયા. આ બે મહિનામાં સૌથી વધુ કેસ છે. હવે સરકારે કહ્યું કે, તે આને સંક્રમણની બીજી લહેર તરીકે જોઈ રહી છે અને તેને અટકાવવાના સખત પ્રયાસ કરવામાં આવશે. હાલ સરકાની સૌથી મોટી ચિંતા એ વાત અંગે છે કે લોકલ ટ્રાન્સમિશનના મામલામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. નેશનલ હેલ્થ ઓથોરિટીએ બુધવારે રાતે નિવેદન જાહેર કરી કહ્યું કે, 23 કેસ સ્થાનિક સંક્રમણના છે અને તે મુશ્કેલી ઊભી કરનારા છે.

આ તસવીર બુધવારની છે. બેઈજિંગની એક મેટ્રોમાં માસ્ક પહેરેલા લોકો. ચીન સરકારે સંકેત આપ્યા છે કે દેશમાં સંક્રમણની બીજી લહેર શરૂ થઈ રહી છે. જેથી ફરી એક વાર પ્રતિબંધ લગાવી શકાય છે.
આ તસવીર બુધવારની છે. બેઈજિંગની એક મેટ્રોમાં માસ્ક પહેરેલા લોકો. ચીન સરકારે સંકેત આપ્યા છે કે દેશમાં સંક્રમણની બીજી લહેર શરૂ થઈ રહી છે. જેથી ફરી એક વાર પ્રતિબંધ લગાવી શકાય છે.

ફ્રાન્સમાં બીજું લોકડાઉન
ફ્રાન્સમાં સંક્રમણની બીજી લહેરને ધ્યાનમાં રાખતા સરકાર એલર્ટ થઈ ગઈ છે. બીબીસીના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ ઈમૈન્યુઅલ મેન્ક્રોએ દેશમાં બીજી વખત લોકડાઉન લગાવી દીધું છે. લોકડાઉન નવેમ્બર સુધી રહેશે. નવા પ્રતિબંધ શુક્રવારે શરૂ થશે. લોકો માત્ર જરૂરી કામ અથવા મેડિકલ ઈમરજન્સી માટે જ ઘરની બહાર નીકળી શકશે. આ દરમિયાન રેસ્ટોરન્ટ્સ અને બાર બંધ રહેશે, પણ શાળા અને ફેક્ટરીઓ ખુલ્લી રહેશે. દેશમાં અત્યાર સુધી લગભગ 12લાખ સંક્રમિત નોંધાયા છે અને 35,541 લોકોના મોત થઈ ચુક્યા છે.

અમેરિકામાં એક સપ્તાહમાં 5600 સંક્રમિતોના મોત
અમેરિકામાં ચૂંટણી માથે છે, પણ અહીંયા કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં પાંચ લાખથી વધુ નવા સંક્રમિત નોંધાયા છે. આ દરમિયાન 5600 સંક્રમિતોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ માહિતી આપી છે. કોરોનાનું સૌથી વધુ પ્રભાવિત રાજ્ય ઈલિનોઈસ છે. 31 હજાર કેસ આ રાજ્યમાં નોંધાયા. પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિનમાં પણ સ્થિતિ બગડી રહી છે. વિસ્કોન્સિનના હેલ્થ ઈન્ચાર્જ આંદ્રે પોમે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી માટે મતદાન દરમિયાન કોરોના મુશ્કેલી ન બને. તેના માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...