• Gujarati News
  • International
  • Interest In Reading Books Increased Amid E book Currency, Book Stores In The US Increased By 20% During The Kovid Period, Sales Also Increased

ભાસ્કર વિશેષ:ઇ-બુકના ચલણ વચ્ચે પુસ્તકો વાંચવાની રુચિ વધી, USમાં કોવિડકાળમાં બુક સ્ટોર 20% વધ્યા, વેચાણ પણ વધ્યું

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એશિયન સહિત અશ્વેત અને પ્રવાસી લેખકોનાં પુસ્તકોને વધુ સ્પેસ અને વાચકો મળ્યા

કોવિડના સમયમાં તમામ વેપાર બંધ થઈ રહ્યા હતા, ગેજેટ્સના કારણે પહેલાથી જ પુસ્તકોનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું હતું, અસંખ્ય નાના પુસ્તક વિક્રેતા ચિંતિત હતા. 2020માં બુક સ્ટોરના વેચાણમાં લગભગ 30%નો ઘટાડો થયો હતો પરંતુ થયું તેનાથી ઉલટું, જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. અમેરિકામાં નાના બુક સ્ટોર મહામારીના સમયમાં અસ્તિત્વ બચાવવા સફળ રહ્યાં ઉપરાંત તેની સંખ્યા અને કારોબાર પણ વધી ગયો છે.

બે વર્ષમાં અમેરિકામાં 300 નવા બુક સ્ટોર ખુલ્યા. પુસ્તકોના વ્યવસાયમાં વિવિધતા પણ આવી છે. જ્યાં પહેલાં ગોરાઓનું વર્ચસ્વ હતું ત્યાં હવે અનેક અશ્વેત પણ આ વેપારમાં છે. આ પરિવર્તન પુસ્તકોમાં પણ આવ્યો છે. હવે અશ્વેત અને તેમાં પણ મહિલાઓના પુસ્તકો મોટી સંખ્યા છે. અમેરિકન બુકસેલર્સ એસોસિએશનમાં જુલાઈ 2020માં 1689 સ્ટોર નોંધાયા હતા જે હવે વધીને 2023 થઈ ગયા છે. વધુ 200 સ્ટોર એક-બે વર્ષમાં ખુલવાના છે.

એસોસિએશનના આ વર્ષના શરૂના સરવેમાં 80% સભ્યોએ જણાવ્યું કે 2020ની તુલનામાં 2021માં વેચાણ વધ્યું છે. 70%એ કહ્યું કે 2020માં તેમનું વેચાણ 2019થી વધુ રહ્યું હતું. એવું જોવા મળ્યું કે કોવિડ દરમિયાન લોકો પ્રિન્ટ પુસ્તકો વાંચવા વધુ ઉત્સાહિત હતા. પ્રકાશન કારોબાર પર નજર રાખનારી એજન્સી એનપીડી બુકસ્કૈન અનુસાર 2021માં 82 કરોડથી વધુ પ્રિન્ટ પુસ્તકો વેચાયા, જે 2020ની તુલનામાં 10% વધારે હતા. 2021ના આરંભમાં ચીની મૂળની લૂસી યૂ (27) મૈનહટનના ચાઇનાટાઇનમાં બુક સ્ટોર ખોલવા જઈ રહી હતી તો પરિચિતોએ ના પાડી પરંતુ યૂનું માનવું હતું કે આ વિસ્તારમાં લોકોને બુક સ્ટોરની જરૂર છે. ફંડ એકત્ર કરીને તેમણે ગત ડિસેમ્બરમાં બુક સ્ટોર ખોલ્યો. ચાર મહિનામાં તે પ્રોફિટ કરતી થઈ ગઈ છે.

ઓનલાઇન રિટેલરથી જોરદાર પ્રતિસ્પર્ધામાં લોકોનો મળ્યો સાથ
અમેઝોન જેવા ઓનલાઇન રિટેલરથી મળી રહેલી જોરદાર પ્રતિસ્પર્ધાની વચ્ચે ફિજિકલ બુક સ્ટોરનું વધારે ચોંકાવનારું છે. મહામારીના સમયમાં સારી વાત જોવા મળી કે સંકટના સમયે લોકો પોતાના ક્ષેત્રના લોકલ બુક સ્ટોરની સાથે ઊભા રહ્યા. લોકોએ ફંડ એકત્ર કરીને અને અન્ય રીતે મદદ કરી. લૉકડાઉન દરમિયાન બુક સ્ટોર્સે ઓનલાઇન વેચાણ વધારીને, હોમ ડિલીવરી જેવી બીજી પદ્ધતિઓ અપનાવીને ગ્રાહકોનું ધ્યાન રાખ્યું.

અન્ય સમાચારો પણ છે...