તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુદ્ધ પછી:ગુપ્તચર સૂત્રોનો દાવો : અમેરિકન સમર્થક વર્તમાન સરકાર છ મહિનામાં ગબડી શકે છે

વોશિંગ્ટન17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલિબાનનો પ્રભાવ દરરોજ વધી રહ્યો છે, અફઘાનીઓની સ્થિતિ ખરાબ થશે

અફઘાનિસ્તાનમાં અમેરિકા વીસ વર્ષથી લડી રહ્યું છે. તેણે સૈનિક અભિયાન પર રૂ.149 લાખ કરોડથી વધુનો ખર્ચ થયો છે. તેના હજારો સૈનિકો માર્યા ગયા છે. હજારો અફઘાનિઓએ પણ જીવ ગુમાવવો પડ્યો છે. આટલા લાંબા અભિયાન પછી પણ અમેરિકા પાસે બતાવવા માટે કંઈ નથી. તાલિબાનના ભયાનક લડવૈયા પાછા ફરી રહ્યા છે. તેમણે લગભગ અડધા દેશ પર કબજો કરી લીધો છે. ગુપ્તચર સૂત્રોનો દાવો છે કે, અમેરિકા સમર્થક વર્તમાન સરકાર છ મહિનામાં પડી જશે.

એ સાચું કે અમેરિકા પર 9/11 હુમલો કરનારા અલ-કાયદાનો હવે દેશમાં પ્રભાવ નથી. જોકે, ઈસ્લામિક સ્ટેટની એક શાખા સહિત બીજા અનેક અમેરિકા વિરોધી આતંકવાદી જૂથ અફઘાનિસ્તાનમાં સક્રિય છે. આ દરમિયાન તાલિબાન અને અમેરિકન સમર્થક સરકાર વચ્ચે શાંતિ કરાર મુદ્દે વાટાઘાટો ચાલી રહી છે. તાલિબાન વિદ્રોહીઓ પર પાકિસ્તાન જેવા મિત્રોના દબાણથી સત્તામાં વહેંચણીનું સમાધાન કરવાની આશા છે. જોકે, તેની સંભાવના નહિંવત છે. તાલિબાન પોતાના પૂર્વ શાસનની જૂની કટ્ટર અને નિર્દયી રીતો લાગુ કરવા પર ભાર મુકશે. કોઈ સમાધાનને બદલે તાલિબાન દ્વારા સરકારને બળપૂર્વક દૂર કરવાની સંભાવના વધુ છે. તે ધીમે-ધીમે ગાળિયો કસવાની નીતિ જ અપનાવશે. દેશમાં ગૃહયુદ્ધ વધુ ફેલાશે.

અમેરિકા દ્વારા છોડવામાં આવેલા ખાલી સ્થાનને હવે ચીન, ભારત, રશિયા અને પાકિસ્તાન ભરવાનો પ્રયાસ કરશે. કેટલાક દેશ આ સૈનિક જૂથોને પૈસા અને હથિયાર આપશે, જેમની સાથે તેમના મૈત્રીપૂર્ણ સંબંધ છે. દેશમાં ભયાનક લોહી રેડાશે અને વિનાશ વેરાશે. તાલિબાનનો પ્રભાવ સતત વધી રહ્યો છે. ગયા સપ્તાહે તાલિબાની યોદ્ધાઓ મજાર-એ-શરીફ પાસે પહોંચી ગયા હતા. બાલ્ખ રાજ્યના અનેક જિલ્લાઓ પર હવે તાલિબાનોનો કબજો છે. બીજી તરફ રાષ્ટ્રપતિ અશરફ ગની ખાની સૈનિક જૂથોને એકજૂથ કરવામાં લાગ્યા છે. બાલ્ખમાં તાલિબાન વિરોધી કમાન્ડર અતા મોહમ્મદ નૂર કહે છે કે, ગમે તે થાય, પરંતુ અમે પોતાના શહેરોની સુરક્ષા કરીશું.

અફઘાન સેના નબળી પડવાને કારણે તાલિબાન અશરફ ગની સરકાર સાથે ગંભીરતાથી ચર્ચા નહીં કરે. અત્યાર સુધી મોટા શહેરો પર તેમનો કબજો નથી. તેઓ ગ્રામીણ વિસ્તારોમાં પ્રભાવ વધારીને શહેરો પર દબાણ નાખવા માગે છે. તાલિબાનો પાસે મોટા શહેરો પર કબજો કરવા અને શાસન ચલાવવા માટે પૂરતા સાધનો નથી. વોલસ્ટ્રી જર્નલે ગુપ્તચર એજન્સીના હવાલાથી કહ્યું છે કે, ગની સરકાર છ મહિનામાં પડી જશે.

વેતન અને ખાવાના પણ ફાંફા
અમેરિકા અને નાટો દેશોએ અફઘાન સુરક્ષા દળોની ટ્રેનિંગ અને હથિયારો પર અબજો રૂપિયા એ આશાએ ખર્ચ્યા હતા કે, એક દિવસ તેઓ પોતાના પગ પર ઊભા થઈ જશે. જોકે, અમેરિકાના નીકળતા પહેલા જ તેમણે મેદાન છોડવાનું શરૂ કરી દીધું હતું. અફઘાન સૈનિકો જણાવે છે કે, કમાન્ડરોએ તેમને તેમની હાલત પર છોડી દીધા છે. તેમને વેતન મળતું નથી. ખાવા-પીવાના પણ ફાંફા છે. દારૂ-ગોળો ખલાસ થઈ ગયો છે. તાલિબાનના જુલમી શાસનના ભયથી અનેક લોકો દેશ છોડવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...