યુક્રેનમાં અમેરિકન મિસાઈલ લક્ષ્ય ચૂકી ગઈ:રશિયાની રડાર સિસ્ટમને નષ્ટ કરવાને બદલે તેણે પોતાના જ લોકોને ઘાયલ કર્યા

વોશિંગ્ટન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુક્રેનને અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો પાસેથી સતત મિસાઈલો મળી રહી છે

26 સપ્ટેમ્બર, સાંજના 6 વાગે યુક્રેને AGM-88B મિસાઇલ લોન્ચ કરી. મકસદ રશિયાની રડાર સિસ્ટમને તબાહ કરવી, પરંતુ તેણે તેના ટાર્ગટને મિસ કરી દીધું. તેના કારણે મિસાઇલ પૂર્વી યુક્રેનના ક્રમટોર્સ્ક વિસ્તારમાં જઇ પડી જ્યાં ત્રણ લોકો ઘાયલ થયા. 24 નવેમ્બર ન્યૂયોર્ક ટાઇમ્સે એક રિપોર્ટમાં તેનો ખુલાસો કર્યો છે. આ મિસાઇળ યુક્રેનને રશિયાનો સામનો કરવા માટે અમેરિકાએ આપી હતી.

ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે સપ્ટેમ્બરમાં યુક્રેનની તરફથી છોડવામાં આવેલી મિસાઇલ ખાલી એપાર્ટમેન્ટને હિટ કર્યું હતું. છેલ્લા 9 મહિનાથી ચાલી રહેલા રશિયા-યુક્રેન વોરમાં આ પ્રથમ એવો મામલો છે કે અમેરિકામાં બનેલી કોઇ મિસાઇલે ટાર્ગેટ મિસ કર્યો હોય. AGM-88B એક હાઇ સ્પીડ એન્ટિ રેડિયેશન મિસાઇલ છે જે ગ્રાઉન્ડ ટાર્ગેટને તબાહ કરવા માટે છોડવામાં આવે છે. એનું મુખ્ય કામ એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર સિસ્ટમને તબાહ કરવાનું હોય છે.

રશિયા સામે લડવા માટે યુક્રેનને અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો પાસેથી સતત મિસાઈલો મળી રહી છે.
રશિયા સામે લડવા માટે યુક્રેનને અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો પાસેથી સતત મિસાઈલો મળી રહી છે.

લોકોને રશિયા જ નહીં પોતાની મિસાઇલોથી પણ ડર લાગે છે
યુક્રેનના જે ડોનબાસ વિસ્તારમાં આ મિસાઇલ પડી ત્યામ લગાતાર રશિયન હવાઇ હુમલા થતા રહે છે. ત્યાંના લોકોએ કહ્યું કે હવે તેમને પોતાની મિસાઇલોથી પણ ડર લાગે છે. એક મહિલાએ બતાવ્યું કે હવે તેઓ થોડો અવાજ થવાથી પણ ડરી જાય છે. જોકે યુક્રેનની ડિફેન્સ મિનિસ્ટ્રીએ આ મામલે કોઇ જવાબ આપવાથી ઇન્કાર કરી દીધો છે.

આ મહિને યુક્રેનની તરફથી મિસફાયર થઇ હતી મિસાઇલ
આ મહિને નવેમ્બરમાં પણ યુક્રેનની 2 મિસાઇલ મિસફાયર થવાને કારણે પોલેન્ડમાં પડી હતી. આ મિસફાયરમાં 2 લોકોના જીવ ગયા હતા. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે આ મિસાઇલ રશિયાએ ફેંકી છે. જોકે પાછળથી ખુદ અમેરિકન પ્રેસિડેન્ટ બાઇડન, નાટોના ચીફ અને પોલેન્ડના પ્રેસિડેન્ટે રશિયાને ક્લીન ચીટ આપી હતી. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે મિસાઇલો યુક્રેની સૈનિકોની જવાબી કાર્યવાહી પછી પોલેન્ડમાં પડી છે.

કેમ યુક્રેન માટે ઘાતક બની શકે છે આવા મિસફાયર

  • જોકે તપાસમાં એ વાતનો ખુલાસો નથી થયો કે યુક્રેને જાણીજોઇને આવું કર્યું હતું. છતાં પણ જો આવી ઘટનાઓ વારંવાર થાય છે તો તેનાથી યુક્રેનને ઘણી બઘી રીતે નુકસાન થવાની સંભાવના છે.
  • સૌથી મોટું નુકસાન તો એ થશે કે આનાથી લગાતાર યુક્રેનના લોકોને જીવનું જોખમ રહેશે.
  • બીજું મોટું નુકસાન એ થશે કે રશિયા આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર આવી રીતના મિસફાયર માટે યુક્રેનની છબિ બગાડવા માટે ઉપયોગ કરશે.
  • યુક્રેન લગાતાર રશિયા પર આરોપ લગાવતો રહ્યો છે કે તે પોતાના હુમલમાં સાર્વજનિક જગાઓને નિશાન બનાવે છે. જેમાં એપાર્ટમેન્ટ, સ્કૂલ અને હોસ્પિટલ સામેલ છે. આની વચ્ચે જો યુક્રેનની મિસાઇલ ટાર્ગેટ મિસ કરે છે અને લોકોને કોઇ નુકસાન થાય છે તો તે રશિયા પર આવી રીતના આરોપ નહીં લગાવી શકે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા ખુદ સાર્વજનિક જગાઓ પર હુમલા કરી યુક્રેન પર આરોપ લગાવી રહ્યું છે.

જોકે ડિફેન્સ એક્સપર્ટ મનોજ જોષીના કહેવા અનુસાર આ રીતે કોઇ મિસાઇલનો ટાર્ગેટ મિસ કરવો કોઇ નવી વાત નથી. મોટા સ્તરે થતાં કોઇ પણ યુદ્ધ દરમિયાન આવું થવું સામાન્ય વાત છે. તેમણે એ પણ બતાવ્યું કે રશિયા આવા પ્રકારની ઘટનાઓનો વધુ ફાયદો ઉઠાવી નહીં શકે. તેનું મુખ્ય કારણ રશિયાના તાબડતોબ હવાઇ હુમલા છે. રશિયા લગાતાર યુક્રેનના સિવિલિયન વિસ્તારોને ટાર્ગેટ કરી રહ્યું છે. તેના કારણે તેની વિરુદ્ધ ઘણા પુરાવોઓ પહેલાંથી જ મોજૂદ છે.

જાન્યુઆરીમાં, યુએસએ યુક્રેનને શસ્ત્રોનો મોટો ભંડાર મોકલ્યો હતો.
જાન્યુઆરીમાં, યુએસએ યુક્રેનને શસ્ત્રોનો મોટો ભંડાર મોકલ્યો હતો.

ભારતથી મિસફાયર થયેલી મિસાઇલ પાકિસ્તાનમાં પડી
ભારતની એક મિસાઇલ 9 માર્ચના પાકિસ્તાનમાં 124 કિમી અંદર તેના શહેર ચન્નુ મિયાંની પાસે જઇ પડી. ભારતનું કહેવું છે કે ટેક્નિકલ ખામીને કારણે આવું બન્યું છે. પાકિસ્તાની આર્મીના અનુસાર તેમના એર ડિફેન્સે એ પકડી લીધું હતું કે સિરસામાં કોઇ હાઇ સ્પીડ ઓબ્જેક્ટ પહેલા ભારતમાં ઊડવા અને પછી હવામાં રસ્તો બદલીને પાકિસ્તાની વિસ્તારમાં ઘૂસી ગયું છે. ત્યાર બાદ પાકિસ્તાનની એરફોર્સ સ્ટેન્ડર્ડ ઓપરેશન પ્રોસિજરનું પાલન કરતા લગાતાર આ ઓબ્જેક્ટની દેખરેખ કરતું રહ્યું, પરંતુ એ દરમિયાન પાકિસ્તાન એ ન જાણી શક્યું કે આ ઓબ્જેક્ટ એક મિસાઇલ છે.

એક્સપર્ટના અનુસાર, એવું એટલા માટે થયું કે મિસાઇલની તેજ સ્પીડને લીધે તરત તેની વિરુદ્ધ કંઇ કરી શકવું મુશ્કેલ હતું. સાથે જ શાંતિકાળના સમયે કોઇ પણ દેશ માટે અચાનક પ્રતિક્રિયા આપવી મુશ્કેલ હોય છે. એટલા માટે પાકિસ્તાની સેના તેનો જવાબ ન આપી શકી.

વિયતનામ વોર પછી બનાવવામાં આવી હતી AGM-88
દુશ્મન દેશની એર ડિફેન્સ મિસાઇલ સાઇટ્સને તબાહ કરવા માટે વિયતનામ વોર પછી યૂએસ નેવી અને એરફોર્સે AGM-88ને ડેવલોપ કરી હતી. એક વાર લોંચ થયા બાદ મિસાઇલ આસપાસ મોજૂદ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનને શોધે છે. જે દુશ્મન દેશની એર મિસાઇલ સાઇટ્સના રડાર સિસ્ટમમાંથી નીકળી રહી હોય છે. પોતાના ટાર્ગેટ પર પહોંચ્યા પછી મિસાઇલ પોતાના વોરહેડમાં લાગેલા 40 પાઉન્ડના વિસ્ફોટકની સાથે ફાટે છે.

અન્ય સમાચારો પણ છે...