કાળજું કંપાવી દે તેવા CCTV:હેર ડ્રાયરમાંથી હવાની જગ્યાએ નીકળી આગ, એક ધડાકો ને બધું જ તહસનહસ થયું

19 દિવસ પહેલા

સોશિયલ મીડિયામાં એક હેર સલૂનમાં થયેલી શોર્ટ સર્કિટની ઘટનાના સીસીટીવી વાઈરલ થઈ રહ્યા છે. વાઈરલ થઈ રહેલો આ વીડિયો બાંગ્લાદેશના એક હેર સલૂનનો હોવાનું સામે આવ્યું છે. જ્યાં લાગેલા સીસીટીવીમાં ભલભલાનું કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો કેદ થયા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે સલૂનમાં કામ કરનાર યુવક તેના કસ્ટમરના હેરને ડ્રાય કરવા માટે જેવું હેર ડ્રાયર ઓન કરે છે કે તરત જ શોર્ટ સર્કિટના કારણે એક બ્લાસ્ટ થાય છે ને પછી જોતજોતામાં તો આખું સલૂન જ આગની જ્વાળાઓમાં લપેટાઈ જાય છે. શોર્ટસર્કિટને લીધે થયેલી આ દુર્ઘટનામાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ વીડિયોને લઈને ટ્વિટર યુઝર્સ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.જેમાં લોકો સાવધાની રાખવા અંગે તથા આ આઘાતજનક ઘટના અંગે આશ્ચર્ય પણ વ્યક્ત કરી રહ્યા છે.આ ઘટના બાગ્લાદેશનાં કચ્છપુરના નારાયણગંજ ક્ષેત્રમાં જુલાઈ મહિનામાં થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...