તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Innovation Index 2021: India Jumps 4th Place, South Korea Beats Germany In First Place, America Drops Out Of Top 10

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લૂમબર્ગમાંથી:ઇનોવેશન ઇન્ડેક્સ 2021: ભારતની 4 ક્રમની છલાંગ, દ.કોરિયા જર્મનીને પછાડી પ્રથમ ક્રમે, અમેરિકા ટોપ-10માંથી બહાર ફેંકાયું

બ્લૂમબર્ગ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બ્લૂમબર્ગની વિશ્વના 60 દેશની યાદીમાં ઇરાન છેક પાછળ, તેને એક પણ પોઇન્ટ નહીં

વિશ્વમાં ઇનોવેશન એટલે કે નવી શોધ મામલે દક્ષિણ કોરિયા આ વર્ષે સૌથી આગળ છે. અમેરિકા ટોચના 10 દેશની યાદીમાંથી પણ બહાર છે. બ્લૂમબર્ગે જારી કરેલા આ ઇનોવેશન ઇન્ડેક્સ 2021માં ભારત 50મા ક્રમે છે પણ સારી વાત એ છે કે ગત વર્ષની તુલનાએ ભારતે 4 ક્રમની આગેકૂચ કરી છે. દક્ષિણ કોરિયાએ ગત વર્ષે પ્રથમ ક્રમે રહેલા જર્મનીને પાછળ છોડ્યું છે. જર્મની નવા ઇન્ડેક્સમાં ચોથા ક્રમે આવી ગયું છે. 9 વર્ષથી પ્રકાશિત થતા આ ઇન્ડેક્સમાં 7 વખત કોઇ એશિયાઇ દેશ મોખરે રહ્યો છે. સિંગાપોર અને સ્વિટ્ઝરલેન્ડ આ વખતે 1-1 ક્રમની આગેકૂચ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. બ્લૂમબર્ગ ઇન્ડેક્સ 10થી વધુ માપદંડનું વિશ્લેષણ કરે છે, જેમાં રિસર્ચ-ડેવલપમેન્ટ ખર્ચ, મેન્યુફેક્ચરિંગ ક્ષમતા, હાઇટેક પબ્લિક કંપનીઓનું વધવું તથા સેવન ઇક્વલિટી વેઇટેજ મેટ્રિક્સ મુખ્ય માપદંડ છે. બ્લૂમબર્ગનો મોટાભાગનો ડેટા કોરોના મહામારી પહેલાં જ આવી ગયો હતો.

2016 બાદ પહેલીવાર ભારતની આગેકૂચ
ઇનોવેશન મોટાભાગે નવા આઇડિયા, નવી પ્રોડક્ટ અને નવી સર્વિસીસથી મપાય છે પણ આ ચીજોનો વ્યાપ અને તેમને અપનાવવી સફળતાનો ખરો માપદંડ છે. -કેથરિન માન, ગ્લોબલ ચીફ ઇકોનોમિસ્ટ, સિટી ગ્રુપ

ટોપ-10માં 7 દેશ યુરોપના

 • જર્મની ચોથા ક્રમે, ગત વર્ષે પ્રથમ ક્રમે હતું.
 • ચીન એક ક્રમ ગગડીને 16મા સ્થાને છે. અમેરિકા સાથે ટ્રેડ વૉરના કારણે ચીન ગગડ્યું.
 • 200થી વધુ દેશોના અર્થતંત્રનો વિવિધ માપદંડો પર ડેટા લેવાય છે.
 • ઇન્ડેક્સમાં ટોપ 60 દેશની યાદી જારી કરાય છે.
 • કોરિયા, જર્મની અને ઇઝરાયલ જેવા ટોપમાં રહેલા દેશોએ કોરોના સામેની લડાઇમાં સારો દેખાવ કર્યો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો