તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ તો હદ થઈ ગઈ:હવાથી પ્રેગ્નેન્ટ થઈ ગઈ મહિલા, 15 મિનિટ પછી થઈ ગઈ નોર્મલ ડિલીવરી

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક ઈન્ડોનેશિયાની મહિલાએ એવો વિચિત્ર દાવો કર્યો છે તે જેના પર વિશ્વાસ કરવું મુશ્કેલ છે. મહિલાએ દાવો કર્યો છે કે, તે હવાથી પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે. મહિલાએ ત્યાંની એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું છે કે, તેણે કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધો નથી બાંધ્યા અને તે અચાનક આડી પડી હતી ત્યારે હવાથી પ્રેગ્નેન્ટ થઈ ગઈ.

15 મિનિટમાં થઈ પ્રેગ્નેન્ટ
મહિલાનો આશ્ચર્ય ચકિત કરી દે તે દાવા પ્રમાણે તે બપોરના સમયે પ્રાર્થના કર્યા પછી પોતાના લિવિંગ રૂમમાં આરામ કરી રહી હતી. અચાનક તેને એવું લાગ્યું કે, હવા તેના શરીરમાં પ્રવેશ કરી રહી છે. ઘટનાના 15 મિનિટ પછી તેને પેટમાં દુખવા લાગ્યું અને તેનું પેટ મોટું થવા લાગ્યું. ત્યારપછી મહિલા નજીકની હોસ્પિટલ પહોંચી અને ત્યાં તેણે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો.

પ્રતિકાત્મત તસવીર
પ્રતિકાત્મત તસવીર

પોલીસે તપાસ શરૂ કરી
મહિલાની આ વિચિત્ર કહાની થોડા સમયમાં જ વાઈરલ થઈ ગઈ. ત્યારપછી સ્થાનિક ક્લિનિકના પ્રમુખ આ દ્દે મમુહિલા પાસે માહિતી લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને ખબર પડી કે મહિલા પરિણિત છે. તે તેના પતિ કરતાં અલગ રહે છે અને તેને પહેલેથી એક દીકરી છે. સામુદાયિક ક્લિનિકના પ્રમુખ ઈમાન સુલેમાને કહ્યું કે, તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો છે કે, મા અને બાળકીની તબિયત સારી છે, નોર્મલ ડિલીવરી થઈ છે. બાળકીનું વજન 2.9 કિલો છે.

સુલેમાનેએ કહ્યું, આ એક ગુપ્ત ગર્ભાવસ્થાનો કેસ લાગે છે. જેમાં મહિલાને ડિલીવરી પહેલાં ગર્ભાવસ્થાનો અહેસાસ નથી થતો. સ્થાનિક પોલીસે પણ આ વિશે તપાસ શરૂ કરી છે. તપાસમાં મહિલાના જૂના લગ્ન વિશેની પણ દરેક તપાસ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો