સરહદ વિવાદમાં સંમતિ:ભારત-ચીન 14મા રાઉન્ડની વાતચીત માટે સંમત, હોટ સ્પ્રિંગથી પરત હટવાનો રહેશે એજન્ડા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • ભારત-ચીન સરહદની સમસ્યાને ઉકેલવા બાબતે વાતચીત માટે સંમત

ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલી સરહદની સમસ્યાને ઉકેલવા માટે વધુ એક વાતચીતના રાઉન્ડ માટે સંમત થયા છે. જો કે વાતચીતના 14મા રાઉન્ડની તારીખ હજુ નક્કી થઈ નથી. પરંતુ ભારતનો પ્રયાસ એજન્ડા શરૂ કરવાનો છે જ્યાંથી 10 ઓક્ટોબરે 13મા રાઉન્ડની વાતચીત અધવચ્ચે જ છોડી દેવામાં આવી હતી.

ચીનને હોટ સ્પ્રિંગમાંથી સૈન્યને પાછળ હટાવવા બાબતે સમજાવશે
ભારતીય પક્ષ આ વખતે ચીની પક્ષને કોંગકા લા નજીકના હોટ સ્પ્રિંગથી તેમના સૈનિકોને તેમના સ્થાયી બેઝ પર પાછા ફરવા માટે મનાવવાનો પ્રયાસ કરશે.

આ સાથે, ગયા વર્ષે એપ્રિલથી પહેલાની જેમ તેના બે વિસ્તારો ચાર્ડીંગ નુલ્લાહ જંક્શન અને દેપસાંગમાં ભારતીય સૈનિકોનું પેટ્રોલિંગ શરૂ કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે. પણ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અત્યાર સુધી આ બંને માંગણીઓ પર જડ વલણ જ અપનાવ્યું છે.

દ્વિપક્ષીય કરારોનું પાલન કરવાની માંગ કરશે
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને પક્ષો 14મા રાઉન્ડની સૈન્ય વાટાઘાટો માટે સંમત થયા છે. બંને પક્ષોનું લક્ષ્ય પશ્ચિમ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વર્તમાન દ્વિપક્ષીય કરાર અને પ્રોટોકોલ અનુસાર, અથડામણના તમામ સ્થળોએ સંપૂર્ણ પણે તનાવમાં ઘટાડો કરવો અને સૈનિકોને પાછળ હટાવવાનું છે.

મંત્રાલયે જણાવ્યું કે, રાજદ્વારી સંવાદ પણ વર્કિંગ મેકેનીજ્મ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન ઓન ભારત-ચીન બોર્ડર અફેર્સ (ડબલ્યુએમસીસી)ના માળખા હેઠળ થશે.

ગયા વર્ષથી મડાગાંઠ ચાલી રહી છે, બંને સેનાઓ તહેનાત છે
ગત વર્ષે 5 મેના રોજ ગલવાન ઘાટીમાં સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ સામસામે છે. લગભગ ચાર દાયકામાં પ્રથમ વખત, આ LAC પર આ પ્રકારના લોહિયાળ સંઘર્ષ બાદ બંને સેનાના હજારો જવાનો ભારે હથિયારો સાથે સામ-સામે તહેનાત છે.

આ મડાગાંઠ ઘટાડવા માટે અત્યાર સુધી 13 રાઉન્ડની વાતચીત થઈ હતી. આ વાટાઘાટો દરમિયાન પરસ્પર કરાર થયા બાદ ગયા વર્ષે ઓગસ્ટમાં ગોગરા વિસ્તાર અને ફેબ્રુઆરીમાં પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ બાજુથી બંને દેશની સેનાઓને પાછી ખેંચી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...