ભારતની રસીની માંગ વધી:બ્રાઝીલમાં કોરોનાને માત આપશે ભારતની વેક્સિન, કોવિશીલ્ડના 20 લાખ ડોઝ માટે જાયર બોલ્સોનારોએ મોદીને પત્ર લખ્યો

નવી દિલ્હી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની બે વેક્સિનને મંજૂરી આપનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. 16 જાન્યુઆરીથી અહીં રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. પ્રથમ રાઉન્ડમાં ત્રણ કરોડ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. અહીં કોરોનાની વેક્સિનના સારા પરિણામો આવી રહ્યાં છે. ભારતની વેક્સિન પર વિશ્વના ઘણા દેશોનો ભરોસો વધી રહ્યો છે અને વેક્સિન માટે ડિમાન્ડ પણ આવવા લાગી છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ ભારતમાં બનેલી કોરોનાની દવા કોવિશીલ્ડની 20 લાખ વેક્સિનને ઝડપથી બ્રાઝીલ માટે ઉપલબ્ધ કરાવવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અનુરોધ કર્યો છે. ​

. આ વેક્સિનને પુનાના ભારતીય સીરમ સંસ્થાને બનાવી છે.

ભારતમાં બે વેક્સિન
ઉલ્લેખનીય છે કે એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડની વેક્સિનને ભારતમાં પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ બનાવી રહ્યું છે. ભારતમાં આ વેક્સિનને કોવિશીલ્ડના નામથી લોન્ચ કરવામાં આવ્યું છે અને અહીં તેના ઉપયોગને મંજૂરી મળી ચૂકી છે. કોવિશીલ્ડની સાથે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી ગઈ છે.

પીએમ મોદીને લખ્યો પત્ર
રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કોવિશીલ્ડ વેક્સિન બ્રાઝીલને ઝડપથી ઉપલબ્ધ કરવાનો અનુરોધ કર્યો છે.

બ્રાઝીલમાં કોરોનાનું રસીકરણ શરૂ કરવા અને કોરોના વાઈરસના નવા ખતરાને રોકવા માટે સરકાર પર દબાણ સતત વધી રહ્યું છે. બ્રાઝીલ સરકારે દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

બ્રાઝીલના રાષ્ટ્રપતિએ ભારતને પત્ર લખીને કહ્યું છે કે અમારા રાષ્ટ્રીય કાર્યક્રમને ઝડપથી શરૂ કરવા માટે હું ઈચ્છીશ કે કોવિડ વેક્સિનની 20 લાખ રસી, ભારતીય વેક્સિનેશન અભિયાનને નુકસાન પહોંચાડ્યા વગર ઝડપથી મોકલવામાં આવે.

અમેરિકા પછી બ્રાઝીલમાં કોરોનાના સૌથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. અહીં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 2,01,542 લોકોના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ બીમારીથી 80,15,920 લોકો સંક્રમિત થયા છે.