તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ખાસ:ભારતની સલેહા અમેરિકી સૈન્યમાં ચૈપલેન બની, કહ્યું- કહી શકું છું કે સેના પણ સેવાનું ક્ષેત્ર હોઈ શકે

વોશિંગ્ટન10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમેરિકન સંરક્ષણ વિભાગમાં પહેલીવાર મુસ્લિમ મહિલાને જવાબદારી
 • સૈન્યમાં ધાર્મિક બાબતો અંગે સલાહ આપશે

અમેરિકામાં વધુ એક ભારતીય પ્રતિભાએ ઊંચી સિદ્ધિ હાંસલ કરી છે. તે છે સલેહા જબીન નામની યુવતી. તેનો જન્મ, ઉછેર અને શિક્ષણ ભારતમાં થયાં. તેને અમેરિકન સેનામાં ચૈપલેન એટલે કે ધાર્મિક મામલાના સલાહકાર તરીકેની જવાબદારી અપાઈ છે. આ જવાબદારી નિભાવનારી તે પહેલી ભારતીય મુસ્લિમ મહિલા છે. તે અમેરિકાના સંરક્ષણ મંત્રાલયમાં ચૈપલેનની હેસિયતથી જોડાયેલી પણ પહેલી મુસ્લિમ મહિલા છે.

સલેહા એરફોર્સ ચૈપલિન કોર્સમાં સ્નાતક છે. તેને ગયા વર્ષે ડિસેમ્બરમાં શિકાગોમાં કેથલિક થિયોલોજિકલ યુનિયનમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરાઈ હતી. અમેરિકાની સેના તરફથી બુધવારે જારી નિવેદન પ્રમાણે તેની ગ્રેજ્યુએશન સેરેમની પાંચમી ફેબ્રુઆરીએ યોજાઈ હતી. આ પ્રસંગે તેણે કહ્યું કે, ‘આ હોદ્દે મારી નિયુક્તિ થઈ તેનો મને ગર્વ છે. હવે હું કહી શકું છું કે, સેના કોઈ પણ માટે સેવાનું ક્ષેત્ર હોઈ શકે છે. મને મારી ધાર્મિક આસ્થા સાથે ક્યારેય કોઈ સમાધાન કરવું પડ્યું નથી.

મારી આસપાસ એવા લોકો છે, જે મારું સન્માન કરે છે. એક મહિલા ધર્મગુરુ અને પ્રવાસી તરીકે મારી સાથે કામ કરવાને લઈને તેઓ ઉત્સાહિત છે. મને વ્યક્તિત્વ વિકાસની પણ અનેક તક અપાઈ છે. એટલે મને ધાર્મિક મામલામાં સલાહ આપવાની જવાબદારી મળી શકી છે.’

સલેહા જબીન ઉચ્ચ અભ્યાસ માટે 14 વર્ષ પહેલાં અમેરિકા ગઈ હતી. એરફોર્સ કોર્પ્સ કોલેજ સ્ટાફ ચૈપલેન કેપ્ટન જોન રિચર્ડસને કહ્યું કે, ‘અમારો હેતુ સ્નાતક સ્તરે ફ્રન્ટલાઈન ચૈપલેન તૈયાર કરવાનો છે. તેમને એ રીતે તાલીમ આપવાની છે કે, તેઓ પોતાના યુનિટમાં અધ્યાત્મિક સેવા આપી શકે. તેમનું એક જ લક્ષ્ય છે. એક એક એરમેનનું ધ્યાન રાખવાનું. જ્યારે ચૈપલેન પ્રોફેશનલ રીતે એરમેનની દેખભાળ કરે છે, ત્યારે જવાનોની બીજી ફરિયાદો પાછળ છૂટી જાય છે. વાયુસેના ચૈપલેન કોર વિવિધતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો