તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાન શાસન LIVE:પંજશીર ગવર્નર ઓફિસ પર કબ્જો કર્યાંનો તાલિબાનનો દાવો, ખુશીમાં હવામાં ફાયરિંગ કરતાં 17થી વધારે લોકોના મોત

નવી દિલ્હી21 દિવસ પહેલા
(ફાઈલ ફોટો)
  • નવી સરકારની જાહેરાત અગાઉ કાબુલમાં મહિલાઓનું પ્રદર્શન હિંસક બન્યું, તાલિબાને ટિયર ગેસ છોડ્યા

તાલિબાને દાવો કર્યો છે કે તેના લડાકૂઓએ પંજશીર ગવર્નર ઓફિસ પર કબ્જો કરી લીધો છે. બીજી બાજુ તાલિબાનના લડાકૂઓએ શુક્રવારની રાત્રે હવામાં ફાયરિંગ કર્યાં હતા, જેમાં અફઘાનિસ્તાનના આશરે 17 થી વધારે લોકોના મોત નિપજ્યું છે. અલબત આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. ખામા ન્યૂઝના જણાવ્યા પ્રમાણે કાબુલના એક ઈમર્જન્સી હોસ્પિટલે પુષ્ટી કરી છે કે શુક્રવારે રાત્રે 17 મૃતદેહો અને 40 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.નંગરહાર પ્રાંતના જલાલાબાદથી પણ મળેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ફાયરિંગમાં 17 લોકોના મોત થયા છે.અહેવાલો પ્રમાણે પંજશીર પ્રાંત પર કરવામાં આવેલા કબ્જાની ખુશીમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

મહિલાઓનું વિરોધ પ્રદર્શન હિંસક થયું
બીજી બાજુ અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરૂદ્ધ મહિલાઓનું વિરોધ પ્રદર્શન હિંસક થઈ ગયો છે. કાબુલમાં મહિલાઓના અધિકારોની અવાજ ઉઠાવનારા એક્ટિવિસ્ટને તાલિબાનીઓએ ટિયર ગેસ છોડીને રોકવાનો પ્રયાસ કર્યો છે. બે દિવસથી પ્રદર્શન કરી રહેલી આ મહિલાઓનું કહેવું છે કે નવી સરકારમાં તેમની ભાગીદારી હોવી જોઈએ અને મહત્વની ભૂમિકા મળવી જોઈએ.

તાલિબાને સતત બીજા દિવસે અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાનો કાર્યક્રમ ટાળ્યો
તાલિબાને સતત બીજા દિવસે અફઘાનિસ્તાનમાં પોતાની સરકારની જાહેરાત ટાળી દીધી છે. આ પહેલાં તાલિબાની નેતા શુક્રવારે જ સરકાર બનાવવાની તૈયારીમાં હતા, પરંતુ પંજશીરમાં ચાલતી ભીષણ લડાઈને કારણે શનિવારે નવી સરકારની જાહેરાત કરશે તેવી વાત સામે આવી. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદે શનિવારે કહ્યું કે, અમારા નેતા ઈન્ટરનેશનલ સમુદાયને એક સ્થિર અને વ્યાપક બ્લૂ પ્રિન્ટ આપવાની તૈયારીઓ કરી રહ્યાં છે. તેથી સરકારના ગઠન પર હવે આગામી સપ્તાહે કોઈ નિર્ણય લેવાય શકે છે.

ISIનો ચીફ કાબુલ પહોંચ્યો
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના વડા લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમિદ તાલિબાનના આહ્વાન પર કાબુલ પહોંચ્યો છે. આ માહિતી પાકિસ્તાની પત્રકાર હમઝા અઝહર સલામે શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, આઇએસઆઇના વડા તાલિબાન શાસન હેઠળ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સંબંધોના ભાવિ અંગે ચર્ચા કરશે.

પાકિસ્તાન અને ISI પર તાલિબાનની મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન પર તાલિબાની કબ્જા પાછળ પણ પાકિસ્તાનનો હાથ હોવાનો આરોપ છે.

કાબુલમાં તાલિબાનના ફાયરિંગમાં 17 લોકોના મોત, 41 ઘાયલ; પંજશીર પર જીતના જશ્નમાં કર્યું હતું હવામાં ફાયરિંગ
અફઘાનિસ્તાનના પંજશીર ઘાટીમાં તાલિબાન અને રેજિસ્ટેંસ ફોર્સની વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે. આ દરમિયાન બંનેએ પંજશીર પર જીતનો દાવો કર્યો છે. તાલિબાનનું કહેવું છે કે હવે પંજશીર પર તેણે કબજો મેળવી લીધો છે. પંજશીર પર જીતની ખુશીમાં તાલિબાને કાબુલમાં હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં 17 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી ટોલો ન્યૂઝ દ્વારા જણાવવામાં આવી છે. તાલિબાનીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ભારતે કહ્યું- તાલિબાનને પાળનારા પાકિસ્તાન પર નજર રાખવી પડશે
અફઘાનિસ્તાન મુદ્દે ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ વોશિંગ્ટનમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે અમેરિકા અને ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ સાથે જ કહ્યું કે અફઘાનિસ્તાનના પાડોશી પાકિસ્તાને તાલિબાનનું સમર્થન કર્યું છે અને તે તાલિબાનને પાળતું રહ્યું છે. એવી ઘણી બાબતો છે જેમાં પાકિસ્તાને તાલિબાનને મદદ કરી છે, આ બાબતોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની ભૂમિકા પર નજર રાખવી પડશે. શ્રુંગલાએ એમ પણ કહ્યું કે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો પર અફઘાનિસ્તાનમાં કોઈ જ રોકટોક વિનાની અવર-જવર અને તેની ભૂમિકા ચિંતાજનક છે. અમે આ અંગે સાવચેત થઈને તેના પર નજર રાખીશું.

પંજશીર ઘાટીમાં તાલિબાન અને રેજિસ્ટેન્સ ફોર્સ વચ્ચે ભીષણ
અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં તાલિબાન અને રેજિસ્ટેન્સ ફોર્સ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન બંનેએ પંજશીર જીત્યું હોવાનો દાવો કર્યો છે. તાલિબાન કહે છે કે હવે પંજશીર પર પણ તેનું નિયંત્રણ છે. બીજી તરફ, તાલિબાનનો સામનો કરી રહેલા રેઝિસ્ટેન્સ ફોર્સે તાલિબાનના દાવાને નકાર્યો છે. અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કહ્યું છે કે અમારી સેના તાલિબાન સામે મજબૂતીથી લડી રહી છે. તેમણે કહ્યું હતું કે તેઓ આતંકવાદીઓના નિશાન પર છે અને તેમણે આ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે પોતે તાજિકિસ્તાન ભાગી જવાનો પણ ઇનકાર કર્યો હતો. તેઓ હજુ પણ પંજશીરમાં છે અને તાલિબાન સામે લડી રહ્યા છે.

તાલિબાનના કાશ્મીર રાગ મુદ્દે ભારતે આપ્યો કરારો જવાબ
અફઘાનિસ્તાનમાં સરકારની જાહેરાત પહેલાં ભારતે કાશ્મીરનો રાગ આલાપનાર તાલિબાનને જડબાંતોડ જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે ભારત બંધારણનું પાલન કરે છે. અહીં મસ્જિદોમાં દુઆ કરતા લોકો પર ગોળીઓ અને બોમ્બથી હુમલો કરવામાં આવતો નથી. ન તો છોકરીઓને શાળાએ જતા રોકવામાં આવે છે અને ન તો તેમનાં માથા કે પગ કાપવામાં આવે છે.

નકવીએ આ વાત તાલિબાનના નિવેદનના જવાબમાં કહી છે. એમાં કહેવામાં આવ્યું હતું કે તાલિબાનને કાશ્મીર સહિત વિશ્વભરના મુસ્લિમોનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે. નકવીએ તાલિબાનને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ભારતના મુસ્લિમોને છોડી દો, તેમની ચિંતા કરવાની જરૂર નથી.

વિદેશ સચિવે કહ્યું- પાકિસ્તાન જે તાલિબાનનું પાલન કરી રહ્યું છે તેના પર નજર રાખવી પડશે
અફઘાનિસ્તાનના મુદ્દે ભારતના વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રુંગલાએ વોશિંગ્ટનમાં મીડિયાને કહ્યું હતું કે અમેરિકા અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના પાડોશી પાકિસ્તાને તાલિબાનને ટેકો આપ્યો છે અને તેને પ્રોત્સાહન પણ આપી રહ્યું છે. આવી ઘણી વાતો છે, જેમાં પાકિસ્તાને તાલિબાનને મદદ કરી છે. આ બાબતોને ધ્યાનમાં રાખતાં પાકિસ્તાનની ભૂમિકા પર નજર રાખવી પડશે.

અફઘાન મહિલાઓ તાલિબાન સામે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવી રહી છે. તેઓ માગ કરી રહી છે કે તેમની સિદ્ધિઓ અને ભણતરને સુરક્ષિત કરવામાં આવે. ફોટો કાબુલમાં વિરોધ કરી રહેલાં એક્ટિવિસ્ટનો છે.
અફઘાન મહિલાઓ તાલિબાન સામે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવી રહી છે. તેઓ માગ કરી રહી છે કે તેમની સિદ્ધિઓ અને ભણતરને સુરક્ષિત કરવામાં આવે. ફોટો કાબુલમાં વિરોધ કરી રહેલાં એક્ટિવિસ્ટનો છે.

તાલિબાન આજે સરકારની જાહેરાત કરશે
સમાચાર એજન્સી રોઇટર્સનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારનું નેતૃત્વ મુલ્લા બરાદાર કરશે. જ્યારે તાલિબાનના સ્થાપક મુલ્લા ઓમરના પુત્ર મુલ્લા મોહમ્મદ યાકૂબ અને શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝઈને તાલિબાન સરકારમાં મહત્ત્વના હોદ્દા પણ આપવામાં આવશે. તે બધા કાબુલમાં છે. ભાસ્કરનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનની વાસ્તવિક સત્તા શૂરા સમિતિના હાથમાં જ રહેશે.

તાલિબાને દાવો કર્યો છે કે તેણે પંજશીર જીતી લીધું છે
તાલિબાને શુક્રવારે પંજશીર જીતી લીધાનો દાવો કર્યો હતો. સમાચાર એજન્સી રોઇટર્સે તાલિબાન કમાન્ડરના હવાલાથી કહ્યું હતું કે હવે સમગ્ર અફઘાનિસ્તાન તાલિબાન દ્વારા નિયંત્રિત થઈ ગયું છે. અહેમદ મસૂદ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અબ્દુલ્લા સાલેહના નેતૃત્વમાં પ્રતિકારક દળ પંજશીરમાં તાલિબાન સામે લડી રહ્યું હતું.

તાલિબાન કમાન્ડરનો દાવો છે કે રેઝિસ્ટન્સ ફોર્સનાં દળોએ હવે પીછેહઠ કરી છે અને તેમણએ પંજશીર સહિત સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. પંજશીર પર જીતની ખુશીમાં તાલિબાન કાબુલમાં હવાઈ ગોળીબાર કર્યો હતો, જેમાં 3 લોકોનાં મોત થયા છે. ત્યાં ઘણા લોકો ઘાયલ થયા છે.

કાબુલમાં તાલિબાનોએ હવામાં ફાયરિંગ કર્યું
પંજશીરમાં જીતના અહેવાલો બાદ તાલિબાનોએ કાબુલમાં હવામાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ પછી તાલિબાન પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે તેના લોકોને હવામાં ફાયરિંગ ન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ફાયરિંગ સામાન્ય લોકોને જોખમમાં મૂકી શકે છે.

તાલિબાન મિલિટરી વાહનને મસૂદની સેનાએ રોકેટથી ઉડાવ્યું
પંજશીરમાં તાલિબાનોને મોટું નુકસાન થઈ રહ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. હામિદ મસૂદની રેજિસ્ટન્સ ફોર્સે તાલિબાનના લડવૈયાઓને પંજશીરમાં ઘૂસવાનું મુશ્કેલ બનાવી દીધું છે. આ પહાડી પ્રાંતમાં મસૂદના લડવૈયાઓએ દરેક જગ્યાએ એમ્બુશ લગાવી રાખ્યા છે. પંજશીર સમર્થકોએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમના યૌદ્ધાઓ તાલિબાનના સૈન્ય વાહનને રોકેટથી ઉડાવતા જોવા મળ્યાં છે. રોકેટ છોડ્યા બાદ સૈન્ય વાહન ભંગારમાં ફેરવાઈ ગયું હતું. એટલું જ નહીં, રોકેટથી હુમલો કર્યા બાદ પંજશીરના યૌદ્ધાઓ ફાયરિંગ કરતા પણ જોવા મળ્યા. આ વીડિયો કંઈ જગ્યાનો છે એની કોઈ જ પુષ્ટિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...