તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • India's NSA Doval Leaves Meeting In Protest Of National Security Advisors' Deliberate Mapping Of Pakistan

રશિયામાં પાકિસ્તાનનો બોયકોટ:રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં પાકિસ્તાને જાણી જોઈને વિવાદાસ્પદ નકશો રાખ્યો, વિરોધમાં ભારતના NSA ડોભાલે બેઠક છોડી

મોસ્કો5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રશિયામાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્યો દેશોના NSAની બેઠક યોજાઈ
  • પાકિસ્તાને ગત મહિને જમ્મુ-કાશ્મીર, લદ્દાખને પોતાનો હિસ્સો દર્શાવતો નકશો બહાર પાડ્યો હતો

શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના (SCO)ના સભ્ય દેશોના નેશનલ સિક્યોરિટી એડવાઈઝરોની બેઠક યોજાય હતી. બેઠકમાં પાકિસ્તાને ભારત વિરોધી હરકત કરી હતી. પાકિસ્તાનના NSAએ આ બેઠકમાં પાકિસ્તાને તાજેતરમાં બહાર પાડેલા વિવાદાસ્પદ નકશાને રજૂ કર્યો હતો.

ભારતના NSA અજીત ડોભાલે આ હરકતનો વિરોધ કરી બેઠકનો બોયકોટ કરી દીધો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે મોસ્કોમાં રશિયાની આગેવાનીમાં યોજાઈ રહેલી બેઠકમાં પાકિસ્તાને જે કર્યું તે બેઠકના નિયમોનું ઉલ્લંઘન છે. ભારતે આયોજક સાથે આ અંગે ચર્ચા-વિચારણા કર્યા પછી બેઠક છોડી દીધી હતી.

5 ઓગસ્ટના રોજ પાકિસ્તાને નવો નકશો બહાર પાડ્યો હતો
પાકિસ્તાને ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ સાથે જુનાગઢ અને સર ક્રીકને પોતાનો હિસ્સો ગણાવ્યો હતો. આ નકશાનો ઉપયોગ સમગ્ર દેશના પાઠ્ય પુસ્તકમાં કરાશે.

ઈમરાન કેબિનેટે નવા નકશાને મંજૂરી આપી હતી
પ્રધાનમંત્રી ઈમરાન ખાનની કેબિનેટે આ વિવાદાસ્પદ નકશાને મંજૂરી આપી હતી. ઈમરાન ખાને કહ્યું હતું કે નવા નકશાને તમામ રાજકીય પક્ષો અને પાકિસ્તાનના લોકોનું સમર્થન છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો