ઓપરેશન ગંગા LIVE:બુડાપોસ્ટથી વિદ્યાર્થીઓની છેલ્લી બેચ લઈને પરત આવ્યા મંત્રી હરદીપ, ઘાયલ હરજોત એરફોર્સની ફ્લાઈટથી સાંજે આવશે

5 મહિનો પહેલા

બુડાપોસ્ટથી દરેક ભારતીય વિદ્યાર્થીઓ વતન પરત આવ્યા છે. આ માહિતી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવી છે. તેમણે કહ્યું છે કે, 6E એરક્રાફ્ટ જે 1 માર્ચે બુડાપોસ્ટથી અમને સાથે લઈને નીકળ્યું હતું તે કાલે રાતે દિલ્હી પહોંચી જશે. આ દિલ્હી માટેની આપણી 31મી ફ્લાઈટ હતી. વોર ઝોન બની ચૂકેલા યુક્રેનથી અત્યાર સુધી 76 ફ્લાઈટ્સમાં 15,920 વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા.

આખા યુક્રેનમાં સીઝ ફાયર, સૂમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ચાલુ

આખા યુક્રેનમાં સીઝફાયર પછી સૂમી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને કાઢવામાં આવી રહ્યા છે. તેમના માટે બસોની વ્યવસ્થા કરવામાં આવે છે. આશા છે કે, આજે બધાને બહાર કાઢવામાં આવશે. નોંધનીય છે કે, અંદાજે 600 બારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેમણે વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, જો તેમને કશુ થશે તો તેની જવાબદારી ભારત સરકાર અને રાજદૂતની રહેશે.

હરજોત સિંહ આજે સાંજે વતન આવશે

કેન્દ્રીય મંત્રી રિટાયર્ડ જનરલ વીકે સિંહે માહિતી આપી છે કે કિવમાં ગોળી વાગવાથી ઘાયલ ભારતીય નાગરિક હરજોત સિંહ સોમવારે તેમની સાથે વતન ફરવાના છે. દોડા-દોડીમાં તેમનો પાસપોર્ટ પણ ખોવાઈ ગયો છે. સોમવારે હરજિતે બોર્ડિંગ પહેલાં એક વીડિયો શેર કર્યો હતો. એમાં તેણે ભારત પરત ફરવાની વાત કરી હતી. હરજોત સિંહ પોલેન્ડ પહોંચી ગયા છે.

હરજોતને પગમાં, ખભામાં અને છાતીમાં ગોળી વાગી છે.
હરજોતને પગમાં, ખભામાં અને છાતીમાં ગોળી વાગી છે.

હરજોતની સાથે ભારતીય રાજદૂત પણ છે. તેમને સીમા પર પોલિશ રેડક્રોસની એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ માહિતી ઈન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનિત સિંહ ચંડોકે આપી છે.

મેડિકલ સ્ટુડન્ટે સુપ્રીમકોર્ટમાં અરજી કરી
યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીએ સુપ્રીમકોર્ટમાં જનહિતની અરજી કરી છે, જેમાં તેમણે માગણી કરી છે કે તેમને ભારતમાં કોર્સ પૂરો કરવાની મંજૂરી આપવામાં આવે. આ અરજી પાર્થિવ આહુજા અને પ્રાપ્તિ સિંહે કરી છે. તેમનું માનવું છે કે હાલની સ્થિતિના કારણે તેમનો અભ્યાસ ખોરવાઈ શકે તેમ છે. તેથી તેમની સમસ્યાનો ઉકેલ લાવવા ભારતની એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે તેમને મેડિકલનો અભ્યાસ પૂરો કરવાની મંજૂરી આપવામાં આવે.

સુમીના વિદ્યાર્થીઓ માટે 4 બસ મૂકવામાં આવી
રશિયાની યુક્રેન બોર્ડરના સુમી શહેરમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બસોમાં બેસાડીને પોલ્ટાવાના રસ્તે હંગરીના બુડાપોસ્ટ લઈ જવામાં આવ્યા છે. અહીંથી તેમને એરલિફ્ટ કરીને ભારત પહોંચાડવામાં આવશે. તેમના માટે 50-50 સીટવાળી 4 બસ મૂકવામાં આવી છે. આ માહિતી બુડાપોસ્ટમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ન્યૂઝ એજન્સી ANIને આપી છે.

તેમણે જણાવ્યું હતું કે મેં દિલ્હીના કંટ્રોલ રૂમ સાથે વાત કરી છે. સુમીમાં ફસાયેલા ભારતી નાગરિકોને કાઢવા માટે 50-50ની ક્ષમતાવાળી ચાર બસો પોલટાવાના રસ્તામાં છે. ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થિતિના આધારે પોલટાવાથી આગળની વ્યવસ્થા કરવામાં આવશે. હાલ બધું બરાબર છે.

આ દરમિયાન આજે વહેલી સવારે એક ફ્લાઈટ યુક્રેનથી કાઢવામાં આવેલા 160 ભારતીય વિદ્યાર્થી સાથે હંગરીના બુડાપોસ્ટથી લઈને દિલ્હી પહોંચી છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અત્યારે હંગરીના પાટનગર બુડાપોસ્ટમાં છે
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અત્યારે હંગરીના પાટનગર બુડાપોસ્ટમાં છે

76 ફ્લાઈટ મારફત 15920 વિદ્યાર્થીને લાવવામાં આવ્યા
ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે અત્યારસુધીમાં 76 ફ્લાઈટ મારફત 15920 વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા છે. રોમાનિયામાંથી 31 ફ્લાઈટ મારફત 6680, પોલેન્ડમાંથી 13 ફ્લાઈટ મારફત 2822, હંગેરીમાંથી 26 ફ્લાઈટ મારફત 5300 જ્યારે સ્લોવાકિયાથી 6 ફ્લાઈટ મારફત 1118 વિદ્યાર્થીને લાવવામાં આવ્યા છે.

આ સંજોગોમાં ત્યાં ફસાયેલા લોકો રવિવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે બુડાપેસ્ટના હંગેરિયા સિટી સેન્ટર પહોંચ્યા હતા. ઓપરેશન ગંગા હેઠળ આજે રવિવારે 11 ફ્લાઈટથી 2135 ભારતીય વતન પરત ફર્યા છે. ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં 15 હજાર 900 ભારતીય નાગરિક દેશ પરત ફર્યા હતા. ઓપરેશન ગંગા 22 ફેબ્રુઆરીના રોજ શરૂ થયું હતું. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આવતીકાલે એટલે કે સોમવારે કુલ 8 સ્પેશિયલ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવશે. એમાંથી 5 બુડાપેસ્ટથી ઓપરેટ થશે. એકંદરે 1500 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...