તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી:ભારતીયોએ બાઇડેન માટે એક જ રાતમાં વર્ચ્યુઅલ ઇવેન્ટના માધ્યમથી 24 કરોડ રૂપિયા એકત્ર કર્યા

ન્યૂયોર્ક15 દિવસ પહેલાલેખક: મોહમ્મદ અલી
  • કૉપી લિંક
ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેન.
  • તાજેતરના સરવે મુજબ 72 ટકા વધુ પ્રવાસી બાઇડેન માટે વોટિંગ કરશે.
  • મોટા દાનદાતાઓએ 14.65 કરોડ રૂપિયાના ચેક બાઇડેન-હેરિસ કેમ્પેન માટે આપ્યા

આ વખતે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી અનેક મામલે અનોખી છે. ભલે અમેરિકાની વસતિમાં ભારતીયોની હિસ્સેદારી 1 ટકા હોય, પણ તેમનો રાજકીય અને નાણાકીય દબદબો વધુ છે. ગત વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કેમ્પેન શરૂ થવાથી લઈને અત્યારસુધી ભારતીયો રાષ્ટ્રપતિ ઉમેદવારો માટે 43 કરોડ રૂપિયાનું ફન્ડિંગ કરી ચૂક્યા છે. એમાંથી રાષ્ટ્રપતિ ટ્રમ્પના કેમ્પેન માટે 7.23 કરોડ રૂપિયા મળ્યા છે. જોકે 2016માં ભારતીયોએ ટ્રમ્પ માટે 29 કરોડ રૂપિયાનું ફન્ડિંગ કર્યું હતું. એમાં હાઉડી મોદી ઈવેન્ટના આયોજક બિઝનેસમેન શલભ કુમારે સૌથી વધુ 10 કરોડ રૂપિયા આપ્યા હતા, જ્યારે કમલા હેરિસને પોતાના ડેપ્યુટી તરીકે પસંદ કર્યા પછી ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેન માટે સમર્થન અને ફન્ડિંગમાં ઉછાળો નોંધાયો છે.

તાજેતરના સરવે મુજબ, 72 ટકા વધુ પ્રવાસી બાઈડેન માટે વોટિંગ કરશે. આ મોટું સમર્થન ત્યારે જોવા મળ્યું જ્યારે ભારતીયોએ બાઈડેન માટે એક જ રાતમાં વર્ચ્યુઅલ ઈવેન્ટના માધ્યમથી 24 કરોડ રૂપિયા એકઠા કરી લીધા. આ એક જ રાત્રિમાં એકઠું કરાયેલું સૌથી મોટું ફંડ હતું. એમાં મોટા દાનદાતાઓએ જ 14.65 કરોડ રૂપિયાના ચેક બાઈડેન-હેરિસ કેમ્પેન માટે આપ્યા.

ફંડ એકઠું કરનારાઓમાં એક સૂરજ અરોડા કહે છે, ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે તેમની મિત્રતાને અત્યંત મજબૂત ગણાવે છે પણ ભારતીય અમેરિકીઓથી ફંડ એકઠું કરવા અને તેમને પોતાની તરફ આકર્ષિત કરવામાં પાછળ છે. તેમની નીતિઓ ભારતીયો અને ભારતીય વેપાર માટે ખરાબ છે. મોદી સાથે ટ્રમ્પને જોવાનું સારું લાગે છે, પણ તેમણે એન્ટી ઈમિગ્રન્ટ્સ પોલિસીથી તેને નુકસાન પહોંચાડ્યું. એચ-1બી1 વિઝા પર તેમણે કેટલા પ્રતિબંધ મૂક્યા છે. તેની જગ્યાએ બાઈડેને ભારતીય મૂળના કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર પસંદ કરી ભારતીય અમેરિકીઓનો વિશ્વાસ જીત્યો છે.

અરોડા બે દાયકા પહેલાં અમેરિકા આવ્યા હતા. તે આઈટી અને કમ્પ્યટર સાથે સંકળાયેલા બિઝનેસમાં છે. ગત વર્ષે જ્યારે કમલા હેરિસ રાષ્ટ્રપતિપદની રેસથી હટી ગયા હતા ત્યારે તેમણે ભારતીય અમેરિકીઓ પાસેથી 2.83 કરોડ એકઠા કરી લીધા હતા. તેમના પછી તુલસી ગેબાર્ડ હતાં, જેમણે પ્રવાસી પાસેથી 2.74 કરોડ એકઠા કર્યા હતા. ત્રીજા ક્રમે કોરી બુકર હતા, જેમને ભારતીય અમેરિકીઓથી 1.82 કરોડ મળ્યા હતા.

ભારતીયો ઈચ્છે છે: બાઈડેન અને હેરિસ કલમ 370 પર સમર્થન આપે
ડેમોક્રેટ્સ માટે ફંડ એકઠું કરનારી સમિતિના નજીકના લોકો અનુસાર ભારતીયો ઈચ્છે છે કે બાઈડેન-હેરિસ કાશ્મીર અને કલમ 370 મુદ્દે ભારતનું સમર્થન કરે. અગાઉ બંને જ નેતાઓએ આ નિર્ણયની ટીકા કરી હતી. બીજી બાજુ, આ ચૂંટણી વાતાવરણમાં ભારતીયોએ ટ્રમ્પ પ્રત્યે એટલું સમર્થન નથી બતાવ્યું જેટલું ગત વખતે બતાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો