સ્કોટલેન્ડમાં ફર્સ્ટ મિનિસ્ટર બનવાની રેસમાં નેશનલ પાર્ટી ( એસએનપી) નેતા અને પાકિસ્તાન મૂળના હમઝા યુસુફ સૌથી આગળ ચાલી રહ્યા છે. ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ગયા મહિને રાજીનામું આપીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદથી જ નવા ફર્સ્ટ મિનિસ્ટર ચૂંટી કાઢવા માટે કવાયત ચાલી રહી છે. યુસુફ સ્ટર્જનના સમયથી જ આરોગ્યમંત્રી રહ્યા છે. ઇન્ડિયન ડાયસ્પોરા ટોપ પદે તેમની દાવેદારીને લઇને ભારે નારાજ છે.
સ્કોટલેન્ડમાં ભારતીય સમુદાયના સંગઠન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સ્કોટલેન્ડના નેતાઓએ ભાસ્કરને કહ્યું હતું કે યુસુફના ફર્સ્ટ મિનિસ્ટર બનવાથી ભારતીય સમુદાય સુરક્ષિત રહેશે નહીં. આના કારણે જ ભારતીય સમુદાયના લોકો કેટ ફોર્બ્સનું સમર્થન કરી રહ્યા છે. કાઉન્સિલના અધ્યક્ષ નીલ લાલે કહ્યું છે કે જો યુસુફ ફર્સ્ટ મિનિસ્ટર બનશે તો આ સ્કોટલેન્ડ માટે એક આર્થિક આફત તરીકે જ રહેશે. યુસુફ મિલનસાર વ્યક્તિ નથી. સાથે ભારતીય સમુદાયના લોકોની ચિંતાને લઇને સંવેદનશીલ પણ નથી.
લાલે કહ્યું છે કે ભારતીય સમુદાયમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને યહૂદી જેવા તમામ ધર્મના લોકો છે. યુસુફ હમઝાને લઇને તમામ સુરક્ષા મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભારતીય સમુદાયના લોકો કાયદાને પાળે છે. પરિશ્રમી છે, દેશ પર ગર્વ કરે છે. યુસુફે એક નર્સરી પર હુમલો કર્યો હતો અને માફી માગ્યા વગર જતા રહ્યા હતા.
ત્રણ નામ : યુસુફ અને ફોર્બ્સ વચ્ચે ટક્કર, 27મીએ ફેંસલો
યુસુફ ઉપરાંત બે અન્ય દાવેદારો ટોપ પદની રેસમાં છે. જેમાં દેશના નાણામંત્રી કેટ ફોર્બ્સ અને સ્કોટિશ સંસદના યુવા અને ઓછા જાણીતા ચહેરા એશ રિગન સામેલ છે. અલબત્ત યુસુફ સ્ટર્જનની પસંદગી છે. જોકે, ફર્સ્ટ મિનિસ્ટર માટે દાવેદારને 100 નોમિનીની જરૂર છે.
દરેક જવાબદારીમાં નિષ્ફળ રહ્યા
ઇન્ડિયન કાઉન્સિલે કહ્યું છે કે, યુસુફે જે પણ વિભાગોમાં જવાબદારી લીધી હતી તે વિભાગનું કામ સંતોષજનક રહ્યું નથી. ન્યાયથી લઇને પરિવહન અને આરોગ્ય ક્ષેત્રે પણ તેઓ નિષ્ફળ રહ્યા છે. લાલે કહ્યું હતું કે સ્ટર્જન ભારતીયોને લઇને સંવેદનશીલ ન હતા. તેમના પસંદગીના યુસુફ પણ સંવેદનશીલ નથી.
ફોર્બ્સ ઘણી વાર ભારત આવ્યા છે
ફોર્બ્સ ખ્રિસ્તી છે અને પોતાના ધર્મને લઇને ખૂબ અગ્રણી રહ્યા છે. તેઓ સ્કોટલેન્ડમાં જન્મ્યા છે પરંતુ બાળપણમાં અનેક વખત ભારત આવી ચૂક્યા છે. તેઓ 10 વર્ષની વયે મસૂરીની સ્કૂલમાં અભ્યાસ કરી ચૂક્યા છે. તેમના કહેવા મુજબ ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે અનેક બાબતો એક સમાન રહેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.