વધતો દબદબો:અમેરિકામાં 12 વર્ષમાં ભારતીયો સૌથી ઝડપથી વધ્યા, ચીનની વસતીની નજીક

ન્યુયોર્ક2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં 41.5 લાખ ચીની તથા 41.1 લાખ ભારતીયો

અમેરિકામાં 2010-2022 વચ્ચે ભારતીયોની વસતી સૌથી ઝડપથી વધી. 2010માં ત્યાં 28.4 લાખ ભારતીયો હતા જે 2022 સુધી 41.1 લાખ થઈ ગયા. જ્યારે 2010માં ચીનના 33 લાખ લોકો અમેરિકામાં રહેતા હતા જે 2022માં 41.5 લાખ પર પહોંચી ગયા છે એટલે કે 9.5 લાખ વધ્યા અને ભારતીયો 13 લાખ વધ્યા. હવે અમેરિકામાં ભારત અને ચીનના લોકોની વસતી લગભગ સમાન છે. અમેરિકાનાં 23 રાજ્યોમાં ભારતીયોની સૌથી મોટી એશિયાઈ વસતી છે.

ભારતીય મૂળના 150 લોકો રાજકારણમાં સક્રિય
આશરે 150 ભારતીયો અમેરિકી રાજકારણમાં સક્રિય છે. બાઈડેને 130થી વધુ ભારતવંશીઓને મહત્ત્વપૂર્ણ પદો પર રાખ્યા છે. આ સર્વાધિક છે. અગાઉ ટ્રમ્પે 80, ઓબામાએ 60 ભારતવંશીઓની નિમણૂક કરી હતી. 12 શહેરોમાં ભારતવંશી મેયર છે. આશરે 40 વિધાનસભા, સંસદ અને સિટી કાઉન્સિલના ચીફ પદે પણ ભારતીયો ચૂંટાયા છે.

કોર્પોરેટમાં ચમક : અનેક મોટી કંપનીઓમાં લીડર
એક ડઝનથી વધુ અમેરિકી કંપનીઓમાં ટોચના પદે ભારતીય મૂળના લીડરો છે. તેમાં સુંદર પિચાઈ(ગૂગલ), સત્ય નડેલા(માઈક્રોસોફ્ટ), શાંતનુ નારાયણ(એડોબ) અને રાજ સુબ્રમણ્યમ(ફેડએક્સ) મુખ્ય છે.

અસર એ કે... વ્યૂહાત્મક રીતે ભારતીયો મજબૂત
રાજકારણ, કોર્પોરેટમાં દબદબો વધતા યુએસમાં ભારતીય પક્ષ મજબૂત થયો છે. રશિયાથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા પર US દ્વારા પ્રતિબંધનું દબાણ વધતા ભારતીય મૂળના સાંસદ રૉ ખન્નાએ મજબૂત પક્ષ રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...