ભાસ્કર વિશેષ:રાજસ્થાનની કાવડ કથા થકી માનવતાના ભવિષ્ય પર ભારતીય મહિલા વિચાર કરશે

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: મુકેશ કૌશિક
  • કૉપી લિંક
  • યુએનમાંથી દુનિયાને સંદેશ આપશે ભારતની પુત્રી પુપુલ બિસ્ટ, ઈતિહાસની કથાઓથી કરાવશે ભવિષ્યના સંસારનો પરિચય

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રના મંત પર આ વખતે ભારતની એક હોનહાર પુત્રીને માનવતાના ભવિષ્ય વિશે વિચારો રજૂ કરવા આમંત્રિત કરાઈ છે. ભવિષ્યવેતા પુપુલ બિષ્ટ સોમવારે સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હેઠળ આયોજિત સંમેલનમાં કહાનીઓના માધ્યમથી ભવિષ્યની પરિકલ્પના રજૂ કરશે.

પુપુલ દુનિયાના 30 દેશના સિવિલ સોસાયટી લીડર્સ સાથે ભાગ લેશે. તેમાં નોબલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઈ, ગેટ્સ ફાઉન્ડેશનના મેલિન્ડા ગેટ્સ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેરસ અને યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામના જનરલ સેક્રેટરી અચિમ સ્ટીનર પણ સામેલ છે. 29 વર્ષીય પુપુલ બિષ્ટ જાણીતા ફ્યુચરિસ્ટ છે. તેઓ રાજસ્થાનની કાવડ કથાથી પ્રેરિત ભવિષ્ય વિશ્લેષણની પદ્ધતિમાં નિષ્ણાત છે.

આ અનોખી વિદ્યાથી ભવિષ્ય જોનારી પુપુલ બિષ્ટે 2018માં ડિકોલોનાઈઝિંગ ફ્યુચર્સ ઈનિશિયેટિવ્સ નામની સંસ્થા સ્થાપી હતી. કાવડ કથાના માધ્યમથી ભવિષ્ય વિશ્લેષણની આ પહેલી બિન પશ્ચિમી વિદ્યા છે. તેના થકી તેઓ નેક્સ્ટ જનરેશન ફોરસાઈટ પ્રેક્ટિશનર્સ એવોર્ડ માટે પસંદ થયા હતા. તેઓ ભાસ્કરને કહે છે કે, ભારતની લોક કથાઓમાં આખું ભવિષ્ય છે. તેના આધારે દસકાઓ દૂરનું ભવિષ્ય જોઈ શકાય છે. આપણો ઈતિહાસ જ આપણું ભવિષ્ય નક્કી કરે છે. આ લોકકથાઓના માધ્યમથી આપણે દુનિયાને ભવિષ્યના સંસારનો પરિચય કરાવી શકીએ છીએ.

પુપુલ બિષ્ટ માને છે કે, કથાઓ એવું માધ્યમ છે, જે સંગઠનના માળખાથી અલગ હટીને જનસંવાદનું માધ્યમ બની શકે છે. પુપુલે એનઆઈએફડીથી ગ્રાફિક ડિઝાઈનમાં સ્નાતક અને ઓસીએડી યુનિવર્સિટી, કેનેડાથી સ્ટ્રેટેજિક ફોરસાઈટ એન્ડ ઈનોવેશનમાં માસ્ટર્સ કર્યું છે.

વાર્તાઓ કહેવી આપણી સંસ્કૃતિ છે, તેને પ્રતિષ્ઠા અપાવીશ
પુપુલ કહે છે કે, હું ભારતીય ઓળખ અને વિચારો સાથે ભવિષ્યને સમજવાના માધ્યમ વિશે વાત કરીશ. આપણે બધા એક વૈશ્વિક વાતાવરણમાં જીવ્યા છીએ, જેના પર અમેરિકન વિચારો હાવી છે. આ ઐતિહાસિક ગુલામીપણું છે. આપણે સાચા ભવિષ્યની પરિકલ્પના માટે આ દાસપણામાંથી મુક્તિ મેળવવી પડશે. અંગ્રેજી હંમેશા સંપ્રેષણનું સાચું માધ્યમ ના હોઈ શકે. વાર્તાઓ આપણી સંસ્કૃતિનો મહત્ત્વનો હિસ્સો છે. તેને હું દુનિયાભરમાં પ્રતિષ્ઠા અપાવવા ઈચ્છું છું.

અન્ય સમાચારો પણ છે...