તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:ફિઝીમાં વાયરસનો ઈન્ડિયન વેરિએન્ટ મળતા હડકંપ; ભારત માટે કેનેડાએ એક કરોડ ડોલરની મદદની જાહેરાત કરી

સુવા/ઓટોવા17 દિવસ પહેલા

પેસિફિક દેશ ફિઝીમાં કોરોનાના ઈન્ડિયન વેરિએન્ટ મળ્યાં બાદ હડકંપ જોવા મળી રહ્યો છે. મહામારીની ચેન તોડવા માટે ફિઝીની રાજધાની સુવામાં હાલમાં જ 14 દિવસનું લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. જેના માત્ર એક જ દિવસ બાદ ભારતીય વેરિએન્ટની પુષ્ટી થવાથી હેલ્થ ડિપાર્ટમેન્ટ ચિંતામાં પડી ગયા છે. તેઓને તે વાતનો ડર છે કે ક્યાંક આ વેરિએન્ટ મળ્યાં બાદ દેશમાં કોરોનાના કેસની સુનામી ન જોવા મળે.

ભારતમાં કોરોનાની બગડતી જતી સ્થિતિ વચ્ચે હવે કેનેડાએ પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. કેનેડાના ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મંત્રી કરીના ગાઉલ્ડે જણાવ્યું કે કેનેડા ભારત માટે 10 મિલિયન એટલે કે એક કરોડ ડોલર (74.39 કરોડ રૂપિયા)ની મદદ કરવાની જાહેરાત કરી છે. તેનાથી તેઓને કોરોના વિરૂદ્ધની લડાઈમાં સહાયતા મળશે.

ઈન્ડિયન વેરિએન્ટના 6 મામલાઓ સામે આવ્યા
ફિઝીના સ્વાસ્થ્ય અને ચિકિત્સા સેવાઓને પરમેનેન્ટ જેમ્સ ફોંગે કહ્યું કે મંગળવારે દેશમાં કોરોના ઈન્ડિયન વેરિએન્ટના 6 મામલાઓ સામે આવ્યા છે. તેઓએ કહ્યું કે ભારતમાં જે પ્રકારે કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે, તેને જોતા અમે ડરી ગયા છીએ. તેઓએ કહ્યું કે ભારતની જેમ અમે ફિઝીમાં ભયજનક સ્થિતિ ઊભી નહીં થવા દઈએ.

છેલ્લાં 24 કલાકમાં 8.30 લાખ કેસ
ગત દિવસોમાં દુનિયામાં 8 લાખ 30 હજાર 822 સંક્રમિતોની ઓળખ થઈ અને 14,821 લોકોના મોત નિપજ્યા. નવા સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો, સોમવારે દુનિયાભરમાં આવેલા કેસના 43% મામલા માત્ર ભારતમાં સામે આવ્યા છે. અહીં 3 લાખ 62 હજાર 902 લોકોમાં કોરોનાની પુષ્ટી થઈ છે.

કોરોના અપડેટ્સ

  • અમેરિકામાં સેન્ટર્સ ફો ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ મંગળવારે એક મહત્વનો નિર્ણય કર્યો. CDCએ કહ્યું કે એવા લોકો જેઓએ વેક્સિનના ડેઝ (સિંગલ કે ડબલ ડોઝ)લીધા છે, તેઓ ઘરની બહાર માસ્ક વગર નીકળી શકશે. જો કે આ લોકો નાના ગ્રુપ્સમાં જ મળી શકશે, તેઓને ભીડ એકઠી કરવાની મંજૂરી નથી.
  • આ પહેલાં ઇઝરાયેલે પણ આ પ્રકારનું જ પગલું ઉઠાવ્યું હતું. ત્યાં પણ કેટલાંક નિયમોની સાથે માસ્ક વગર ઘરમાંથી નીકળવાની મંજૂરી આપવામાં આવી છે. ઇઝરાયેલમાં લગભગ 60% વસ્તીને વેક્સિનેટ કરવામાં આવ્યા છે.
  • અમેરિકામાં ભારતની મદદ માટે 15થી વધુ ક્રાઉડફંડિંગ કાર્યક્રમ ચાલી રહ્યાં છે. આ કાર્યક્રમથી લગભગ 65 કરોડ રૂપિયા એકઠાં થયા છે. જેમાં સેવા ઈન્ટરનેશનલે થોડાં જ સમયમાં 30 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. સાથે જ લોકો સીધી પીએમ કેયર્સ ફંડમાં પણ પૈસા મોકલી રહ્યાં છે.
  • વાયરસ વિરૂદ્ધ સૌથી મોટું હથિયાર માનવામાં આવતી વેક્સિન પર રશિયાથી સારા સમાચાર આવ્યા છે. ભારતને રશિયાની સ્પુતનિક-V વેક્સિનની પગેલી ખેપ 1લી મેનાં રોજ મળી જશે.

અત્યાર સુધીમાં 14.84 કરોડ સંક્રમિત
દુનિયાામાં અત્યાર સુધીમાં લગભગ 14.93 કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 31.49 લાખથી વધુ લોકોના મોત થયા છે. અને 12.70 લાખ લોકોએ કોરોનાને માત આપી છે. હાલ 1.91 કરોડ લોકોની સારવાર ચાલી રહી છે. જેમાં 1.90 કરોડ લોકોમાં કોરોનાના સામાન્ય લક્ષણ છે અને 1.11 લાખ લોકોની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે.

ટોપ-10 દેશ જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા

દેશસંક્રમિતમોતસ્વસ્થ થયા
અમેરિકા32,927,091587,38425,521,913
ભારત17,988,637201,16514,807,704
બ્રાઝીલ14,446,541395,32412,992,442
ફ્રાંસ5,534,313103,6034,442,319
રશિયા4,779,425108,9804,402,678
તુર્કી4,710,58239,0574,167,263

બ્રિટન

4,409,631127,4514,202,311
ઈટાલી3,981,512119,9123,413,451
સ્પેન3,496,13477,8553,186,967
જર્મની3,326,77882,6982,931,400

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો