તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Indian Students In Britain Have Asked The University Not To Charge Fees At Present So That They Can Help Their Families In Trouble

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓએ યુનિ.ને હાલ ફી ન લેવા રજૂઆત કરી, જેથી તેઓ મુશ્કેલીમાં પરિવારની મદદ કરી શકે

લંડન19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભારતીય વિદ્યાર્થીઓનું સંગઠન કાર્ડિફ મેટ પણ મદદ માટે આગળ આવ્યું

ભારતમાં વધતું કોરોના સંકટ જોતાં બ્રિટનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ ચિંતિત છે. આવા વિદ્યાર્થીઓના એક જૂથે તેમની ફી હાલ ન લેવા યુનિવર્સિટીને આગ્રહ કર્યો છે. તેમનું કહેવું છે કે તે રકમથી તેઓ ભારતમાં રહેતા તેમના પરિવારજનોની મદદ કરી શકશે. ભારતમાં બધું બંધ છે ત્યારે પરિવાર તેમને ફીના નાણાં કેવી રીતે મોકલી શકશે? જેમના પરિવારમાં કોરોનાના કેસ છે તેમના માટે તો સ્થિતિ વધુ વિકટ છે.

આ અંગે કાર્ડિફ મેટ્રોપોલિટન યુનિ.એ કહ્યું છે કે વિદ્યાર્થીઓને સતત સહાય જારી રાખીશું. ડાટા સાયન્સનો અભ્યાસ કરતા કૈલાશે જણાવ્યું કે તેના પિતાનું કોરોનાથી નિધન થયું છે. તેઓ ડૉક્ટર હતા જ્યારે માતા પ્રાઇવેટ ટીચર છે. પિતાના અવસાન બાદ માતા પાસે આવકનો કોઇ સ્ત્રોત નથી. તેઓ માંડ ગુજરાન ચલાવે છે. અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું કે તેના પરિવારના ઘણાં સભ્યોનું કોરોનાથી મોત થયું છે. પરિવારમાં માત્ર માતા અને બહેન છે, જેમના પર તે બોજ નાખવા નથી માગતો.

ફૂડ સાયન્સમાં માસ્ટર કોર્સ કરતા મહેન્દ્રએ જણાવ્યું કે ભારતીય વિદ્યાર્થીઓ નિ:સહાય હોવાનું અનુભવે છે. યુનિ. છૂટ આપે તો બચનારા નાણાં તેઓ પરિવારને મોકલી શકશે. વેલ્સમાં ભારતીય વિદ્યાર્થીઓના સંગઠન કાર્ડિફ મેટે કહ્યું કે તે મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓ વિશે માહિતી મેળવી રહ્યું છે અને તેમના પરિવારોને મદદ કરશે. યુનિ.ઓને પણ ફી પછી લેવા વાત કરી રહ્યા છે.

યુનિવર્સિટીને મનાવવા માટે એક થવા અપીલ
માસ્ટર ડિગ્રી કરતી નીતિનું કહેવું છે કે તેની યુનિ.એ છૂટ આપવાની ના પાડી દીધી છે. નીતિને લાગે છે કે બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને રજૂઆત કરે તો યુનિ.ઓ માની શકે છે. તેમને પણ પરિસ્થિતિ અંગે ખબર જ છે. વળી, અમે કંઇ ફી માફ કરવાનું નથી કહેતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો