• Home
  • International
  • Vandalism in an Indian Sikh restaurant, hate slogans were written on the walls; The idol of God also broke

અમેરિકામાં હેટ ક્રાઈમ / ભારતીય શીખના રેસ્ટોરન્ટમાં તોડફોડ, દિવાલો પર નફરત ફેલાવનારા નારાઓ લખવામાં આવ્યા; ભગવાનની મૂર્તિ પણ તોડી

Vandalism in an Indian Sikh restaurant, hate slogans were written on the walls; The idol of God also broke
X
Vandalism in an Indian Sikh restaurant, hate slogans were written on the walls; The idol of God also broke

  • ન્યુ મેક્સિકો શહેરના સૈંટા ફે સિટીમાં કેટલાક લોકોએ ઈન્ડિયા પેલેસ રેસ્ટોરન્ટમાં અચાનક ઘુસીને તોડફોડ કરી
  • તોડફોડથી લગભગ 75 લાખનું નુકસાન થવાની શકયતા, પોલીસ અને ફેડરલ ઈન્વેસ્ટિગેશન બ્યુરો(FBI) એ તપાસ શરૂ કરી

દિવ્ય ભાસ્કર

Jun 25, 2020, 01:03 PM IST

વોશિંગ્ટન. ન્યુ મેક્સિકો શહેરની સૈંટા ફે સિટીમાં ભારતીયની વિરુદ્ધ હેટ ક્રાઈમનો કેસ પ્રકાશમાં આવ્યો છે. મંગળવારે અહીં કેટલાક લોકો ઈન્ડિયા પેલેસ રેસ્ટોરન્ટમાં ઘુસ્યા. તોડફોડ કરી. ભગવાનની મૂર્તિઓ તોડી નાખી. પછીથી દિવાલ પર નફરત ફેલાવનારા સૂત્રો લખવામાં આવ્યા હતા.

રેસ્ટોરન્ટના માલિક બલજીત સિંહના જણાવ્યા મુજબ કિચન અને સર્વિગ એરિયાને ખૂબ નુકસાન પહોંચ્યું છે. બલજીતના જણાવ્યા મુજબ તેમને 1 લાખ ડોલર(લગભગ 75 લાખ રૂપિયા)નું નુકસાન થયું છે. લોકલ પોલીસ અને ફેડરલ ઈન્વેસ્ટીગેશન બ્યુરો(FBI) ઘટનાની તપાસ કરી રહી છે.

શીખ સંગઠને ચિંતા વ્યક્ત કરી
અમેરિકામાં શીખ સંગઠન શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફન્ડે ઘટનાની નીંદા કરી છે. સાલડેફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કિરણ કૌર ગિલે કહ્યું- આ પ્રકારની નફરત અને હિંસા ઠીક નથી. તમામ અમેરિકનોની સુરક્ષા નક્કી કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી જોઈએ. સૈંટા ફેમાં રહેનાર શીખ લોકોના જણાવ્યા મુજબ આ શાંત વિસ્તાર છે. અહીં 1960થી શીખ સમુદાયના લોકો રહી રહ્યાં છે. આ પ્રકારની ઘટના અગાઉ ક્યારેય થઈ નથી.

29 એપ્રિલે કોલોરાડોમાં એક શીખ પર હુમલો થયો હતો
થોડા દિવસો પહેલા સૈંટા ફેમાં અશ્વેત સમર્થકોએ સ્પેનિશ શાસકોની મૂર્તિઓ પણ હટાવી દીધી હતી. પછીથી અહીં હેટ ક્રાઈમ વધી ગયો. 29 એપ્રિલે કોલોરાડોના લેકવુડમાં શીખ લખવંત સિંહ પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. તેણે લખવંતને પોતાના દેશમાં પરત જતા રહેવા કહ્યું હતું. આરોપીનું નામ એરિક બ્રીમેન છે. અત્યાર સુધીમાં તેની વિરુદ્ધ હેટ ક્રાઈમનો મામલો નોંધાયો નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી