• Gujarati News
  • International
  • Indian origin Journalist Megha Rajagopalan Receives Pulitzer Prize For Reporting On Muslim Detention Camp In China

પત્રકારત્વ ક્ષેત્રે સન્માન:ચીનમાં મુસ્લિમ ડિટેન્શન કેમ્પને લગતી માહિતી વિશ્વ સમક્ષ રજૂ કરનારી ભારતીય મૂળની મહિલા પત્રકાર મેઘા રાજગોપાલનને પુલિત્ઝર એવોર્ડ મળ્યો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
(મેઘા રાજગોપાલન-ફાઈલ ફોટો) - Divya Bhaskar
(મેઘા રાજગોપાલન-ફાઈલ ફોટો)
  • મેઘા ઉપરાંત અન્ય એક ભારતીય મૂળના નિલ બેદી તેમ જ ડાયનેલ્લા ફ્રેધઝીયરને પણ આ સન્માન મળ્યું

ભારતીય મૂળની મહિલા પત્રકાર મેઘા રાજગોપાલનને અમેરિકાના પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. મેઘાએ પોતાના ઈનોવેટીવ ઈન્વેસ્ટીગેટીવ રિપોર્ટ મારફતે ચીનમાં ઉઈગર મુસ્લિમો તથા અન્ય લઘુમતિઓને કેદ રાખવા માટે તૈયાર કરવામાં આવેલા ડિટેન્શન કેમ્પોની હકીકતોને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી.

તેણે સેટેલાઈટ તસવીરોનું વિશ્લેષણ કરીને આ ખાસ માહિતીને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. પુલિત્ઝર એ વિશ્વભરમાં પત્રકારિતા ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર માનવામાં આવે છે.મેઘાને ઈન્ટરનેશનલ રિપોર્ટીંગ કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો છે, તેણે ઈન્ટરનેટ મીડિયાથી અન્ય બે સાથી પત્રકારો નિલ બેદી તથા ડારનેલ્લા ફ્રેઝીયર અંગે પણ માહિતી રજૂ કરી છે કે જેમને અન્ય કેટેગરીમાં પણ પુલિત્ઝર એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ભારતીય મૂળના અન્ય એક પત્રકાર નિલ બેદીને પણ ટમ્પા બેય ટાઈમ્સ (Tampa Bay Times)માં સંપાદકની સાથે ઈન્વેસ્ટીગેટીવ સ્ટોરી માટેની સ્થાનિક રિપોર્ટીંગ કેટેગરીમાં પુલિત્ઝર એવોર્ડ મેળવ્યો છે. તેમણે ફ્લોરિડામાં બાળકોની તસ્કરીને ટ્રેક કરવા માટે કાયદાનો અમલ કરાવનાર અધિકારી દ્વારા સત્તાનો કેવી રીતે દુરુપયોગ કરવામાં આવે છે તે અંગે ઘટસ્ફોટ કરતી માહિતી પ્રસિદ્ધ કરી હતી.

આ ઉપરાંત ગયા વર્ષે મિનિયાપોલિસમાં પોલિસ કસ્ટડીમાં માર્યા ગયેલા આફ્રિકન-અમેરિકન અશ્વેત જ્યોર્જ ફ્લોયડને લગતી ઘટના અંગે રિપોર્ટીંગ કરનાર ડેરનેલા ફ્રેઝીયરને પણ તેના પુલિત્ઝર સ્પેશિયલ સાઈટેશન આપવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ યોર્કમાં કોલમ્બિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમ દ્વારા છેલ્લા 105 વર્ષથી પત્રકારત્વની વિવિધ કેટેગરીમાં પુલિત્ઝર એવોર્ડ આપવામાં આવે છે.

રાજગોપાલને અગાઉ રિપોર્ટીંગ માટે ચીનનો પ્રવાસ કર્યો હતો, પણ આ પ્રકારના સમાચારને પગલે તેની ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે પડોશી દેશ કઝાકસ્તાનનો પ્રવાસ કર્યો હતો,જ્યાં તેણે અગાઉ ડિટેન્શન સેન્ટરની સ્થિતિનો સામનો કરી ચુકેલા લોકોની મુલાકાત લીધી હતી.