તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Indian CEO Says Dowry seeking Employee Will Now Be Fired, The Company Operates In 16 Countries, Including India

UAEના એરિઝ ગ્રૂપનો નિર્ણય:ભારતીય CEOએ કહ્યું - દહેજ માગનારા કર્મચારીને હવે નોકરીમાંથી હાંકી કઢાશે, કંપની ભારત સહિત 16 દેશમાં કાર્યરત

દુબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોહન રોય, CEO, એરિઝ ગ્રૂપ, શારજહા - ફાઇલ તસવીર - Divya Bhaskar
સોહન રોય, CEO, એરિઝ ગ્રૂપ, શારજહા - ફાઇલ તસવીર
  • નોકરીની શરતોમાં દહેજવિરોધી નિયમ સામેલ કર્યાં

શારજાહના એરિઝ ગ્રૂપના ભારતીય સીઈઓ સોહન રોયે કર્મચારીઓ માટે કુલ દસ પોઈન્ટના દહેજ વિરોધી નિયમ જારી કર્યા છે. તે પ્રમાણે, દહેજ લેનારા કે આપનારા કર્મચારીને તાત્કાલિક નોકરીમાંથી હાંકી કઢાશે. આ સાથે કંપની તરફથી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે. એટલું જ નહીં, કર્મચારી દ્વારા પત્ની કે માતા-પિતા વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું ઉત્પીડન કરાશે, તો તે પણ નિયમોનું ઉલ્લંઘન મનાશે. આવા કેસમાં પણ જે તે કર્મચારીનું રાજીનામું લઈ લેવાશે.

દુનિયાના 16 દેશમાં કાર્યરત છે કંપની
આ નિયમો હેઠળ નોકરીના કરાર પર હસ્તાક્ષર કે રિન્યુ વખતે પણ દરેક કર્મચારીએ દહેજ વિરોધી નીતિ પર હસ્તાક્ષર કરવાનું ફરજિયાત કરી દેવાયું છે. આ સાથે એરિજ ગ્રૂપે મહિલા કર્મચારીઓની ફરિયાદોમાં 24 જ કલાકમાં નિર્ણય લેવા દહેજ વિરોધી સેલ રચવાનું પણ વચન આપ્યું છે. સોહન રોય મૂળ કેરળના રહેવાસી છે. તેમની કંપની ભારત, યુએઈ સહિત દુનિયાના 16 દેશમાં કામ કરે છે. તેઓ કહે છે કે, પહેલીવાર કોઈ કંપનીએ તેની સેવાની શરતોમાં દહેજ વિરોધી નિયમ સામેલ કર્યા છે. હવે આ નિયમો અમારા ભારતમાં કામ કરતા કર્મચારીઓ પર પણ લાગુ કરાશે.

અન્ય સમાચારો પણ છે...