તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાના રેલયાર્ડમાં ગોળીબાર:સાથી કર્મચારીઓને બચાવતી વખતે ભારતીય મૂળના તપતેજનું મોત, અમેરિકનોએ કહ્યું- તેઓ અમારા હીરો છે

સેક્રામેન્ટો2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાથી મહિલાને બચાવતી વખતે તપતેજને ગોળી વાગી હતી. - Divya Bhaskar
સાથી મહિલાને બચાવતી વખતે તપતેજને ગોળી વાગી હતી.

અમેરિકામાં કેલિફોર્નિયાસ્થિત રેલયાર્ડમાં બુધવારે મોડી રાત્રે 8 લોકો માર્યા ગયા હતા, જેમાં ભારતીય મૂળના 36 વર્ષીય તપતેજ દીપસિંહ પણ હતા. તેઓ પંજાબના તરનતારનના વતની હતા. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની અને બે સંતાન છે.

તપતેજ શહીદ થતાં પરિવારજનો ભાવુક બન્યાં.
તપતેજ શહીદ થતાં પરિવારજનો ભાવુક બન્યાં.

હુમલામાં બચી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે તપતેજે સાથી કર્મચારીઓને બચાવવા જીવ આપ્યો. સાન ફ્રાન્સિસ્કો બે એરિયાના શીખ સમુદાયે તેમને મદદ કરનાર અને ધ્યાન રાખનારી વ્યક્તિ ગણાવી. વૅલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (વીટીએ)ના સાથી કર્મચારીઓએ તપતેજને નાયક ગણાવતા કહ્યું, ઘટના દરમિયાન વીટીએના કર્મચારી ઓફિસના એક રૂમમાં છુપાયા. હુમલાખોર ત્યાં પહોંચે એ પહેલાં તપતેજ અમને બચાવવા રૂમની બહાર ચાલ્યા ગયા અને ત્યારે એક મહિલાને બચાવતી વખતે ગોળી વાગતાં તપતેજનું મોત થયું. તેઓ નાયકથી કમ નથી.

તપતેજ 9 વર્ષથી વીટીએમાં લાઇટ રેલ ઓપરેટર હતા. આ ઘટનાને વીટીએના જ 57 વર્ષના કર્મચારીએ અંજામ આપ્યો. ઘટનામાં 9 લોકોનાં મોત થયાં. પોલીસ પહોંચતાં હુમલાખોરે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો.

અન્ય સમાચારો પણ છે...