તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:ભારતીય મૂળના અમેરિકનો હવે ન્યુયોર્કનું સંચાલન કરવાની તૈયારીમાં

ન્યુયોર્ક6 મહિનો પહેલાલેખક: મોહમ્મદ અલી
  • કૉપી લિંક
ઉપર ડાબેથી જસલીન, જમણે ફેલિસિયા અને નીચે ડાબે સંજીવ જિંદાલ, જમણે સૂરજની તસવીર - Divya Bhaskar
ઉપર ડાબેથી જસલીન, જમણે ફેલિસિયા અને નીચે ડાબે સંજીવ જિંદાલ, જમણે સૂરજની તસવીર
  • અમેરિકઃ બાઈડેનની ટીમમાં 56 ભારતીય મૂળના, હવે રાજ્યોમાં તેમનો પ્રભાવ વધી રહ્યો છે

ગત મહિને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન મંગળ ગ્રહ પર લેન્ડ કરનારા રોવરના ઐતિહાસિક માર્સ મિશન બાદ નાસાના વિજ્ઞાનીઓને સંબોધી રહ્યા હતા. નાસાના આ મિશનનું ગાઈડન્સ, નેવિગેશન અને કન્ટ્રોલ ઓપરેશન ભારતીય મૂળના સ્વાતિ મોહન લીડ કરી રહ્યાં હતાં. બાઈડેને કહ્યું કે ઈન્ડિયન અમેરિકન આજે અમેરિકામાં નેતૃત્વકાર તરીકેની ભૂમિકામાં છે. બાઈડેને 56 ઈન્ડિયન અમેરિકનને તેમની સરકારમાં સ્થાન આપ્યું છે. હવે ઈન્ડિયન અમેરિકન અમેરિકી રાજ્યોમાં તેમની હાજરી મજબૂત રીતે દર્શાવી રહ્યા છે. તેનું ઉદાહરણ છે ન્યુયોર્કનું સંચાલન કરતી સિટી કાઉન્સિલની સભ્યોની ચૂંટણી. પહેલીવાર આ સિટી કાઉન્સિલની ચૂંટણીમાં ભારતીય અમેરિકનોનો દબદબો વધ્યો. આ વખતે 16 દક્ષિણ એશિયન ઉમેદવારો છે. 10 ભારતીય મૂળના અમેરિકીઓ આ ચૂંટણી લડશે.

તમામ ઉમેદવારોને ડેમોક્રેટિક પાર્ટીએ ટિકિટ આપી છે
26 વર્ષીય જસલીન ટેક્સી ડ્રાઈવરની દીકરી છે

જસલીન કૌર એક ટેક્સી ડ્રાઈવર અને ગ્રોસરી સ્ટોર વર્કરની દીકરી છે. જો તે જીતશે તો પ્રથમ અશ્વેત વ્યક્તિ અને મહિલા બનશે. ટેક્સીવાળાઓના લોન સંકટથી પ્રભાવિત થઈને કૌર ચૂંટણી મેદાને ઊતરી છે.

ફેલિસિયા અપ્રવાસીની દીકરી અને શિક્ષક છે
ફેલિસિયા સિંહ એક અપ્રવાસી વર્કિંગ ક્લાસ પરિવારની દીકરી છે. વ્યવસાયે શિક્ષક છે. તે કહે છે કે અમારા પરિવાર જેવા લોકો શહેરને ઘણું બધું આપે છે પણ તેમને રિટર્ન ખૂબ જ ઓછું મળે છે. હું તેના પર કામ કરીશ.

સંજીવ જિંદલ 2003માં અમેરિકા ગયા હતા
ભારતથી એન્જિનિયરિંગ કરેલા સંજીવ જિંદલ 2003માં અમેરિકા ગયા હતા. 10 વર્ષ સંઘર્ષ કર્યો. તેઓ કહે છે કે સ્મૉલ બિઝનેસ, પબ્લિક સેફ્ટી, હેલ્થ સિસ્ટમ અને અપ્રવાસીઓ માટે કામ કરીશ.

સૂરજ પર્યાવરણ સલાહકાર ફર્મના ડિરેક્ટર
સૂરજ 1998માં પેરાસાઈકોલોજીમાં સમર સ્ટડી પ્રોગ્રામ હેઠળ ન્યુયોર્ક આવ્યા હતા. હાલ તે એક પર્યાવરણ કન્સલ્ટિંગ ફર્મના ડિરેક્ટર છે. તેઓ કહે છે કે અમારા વિસ્તારનું પ્રતિનિધિત્વ અપ્રવાસી પાસે જ હોવું જોઇએ.

ન્યુયોર્ક સિટી કાઉન્સિલની ચૂંટણી - બાંગ્લાદેશી મૂળના 5 ઉમેદવાર અને એક પાકિસ્તાની

  • ન્યુયોર્કના 51 જિલ્લા માટે 22 જૂને ચૂંટણી યોજાશે. નોમિનેશનની છેલ્લી તારીખ 25 માર્ચ હતી. 4 વર્ષનો કાર્યકાળ રહે છે.
  • ભારતીય ન્યુયોર્કમાં સૌથી મોટો અને ઝડપથી વધતો અપ્રવાસી સમુદાય છે. અહીં 7 લાખથી વધુ ભારતીયો છે.
  • ડેમોક્રેટિક પાર્ટીએ આ બધા ઉમેદવારોને ટિકિટ આપી છે. મોટા ભાગના ઉમેદવાર પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે.
  • બાંગ્લાદેશી મૂળના 5 અમેરિકનો પણ ચૂંટણી મેદાને છે. જ્યારે પાક. મૂળના એકમાત્ર ઉમેદવાર ફાતિમા ચૂંટણી લડશે.
અન્ય સમાચારો પણ છે...