તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Indian American Couple Builds Portable Ventilator, Likely To Cost Rs 7,500 Thousand; Ventilators Cost More Than 7.5 Million In The US

કોરોનાને હરાવીશું:ભારતવંશી અમેરિકન દંપતીએ પોર્ટેબલ વેન્ટીલેટર બનાવ્યું, ખર્ચ 7,500 હજાર રૂપિયા આવે તેવી શકયતા

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
  • વેન્ટીલેટર બનાવનાર દેવેશ જોર્જ ડબલ્યુ વુડ્રફ સ્કુલ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રોફેસર, પત્ની કુમુદા ડોક્ટર
  • બંનેએ 3 સપ્તાહમાં બનાવ્યું પ્રોટોટાઈપ વેન્ટિલેટર, ઝડપથી શરૂ થશે મોટા પાયે પ્રોડક્શન, ભારતમાં મળશે

કોરોનાવાઈરસને હરાવવા અને લોકોને રાહત આપવા માટે સમગ્ર વિશ્વમાં કોશિશ ચાલુ છે. અમેરિકના જોર્જિયાના ભારતવંશી દંપતીએ એક ખૂબ જ સસ્તુ વેન્ટિલેટર તૈયાર કર્યું છે. તેમના જણાવ્યા મુજબ જો તેને વધુ સંખ્યામાં બનાવવામાં આવશે તો તેની કિંમત 100 ડોલર(લગભગ સાડા સાત હજાર રૂપિયા) આવશે. અમેરિકામાં હાલ વેન્ટીલેટરની કિંમત 10 હજાર ડોલર( 7.56 લાખ રૂપિયા) છે.

વેન્ટિલેટર બનાવનાર દેવેશ રંજન જોર્જિયા જોર્જ ડબલ્યૂ વુડ્રફ સ્કૂલ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રોફેસર છે. તેમની પત્ની કુમુદા એટલાન્ટામાં ડોક્ટર છે. બંનેએ પ્રોટોટાઈપ વેન્ટિલેટરને માત્ર 3 સપ્તાહમાં તૈયાર કર્યું છે. આ વેન્ટિલેટરનું પ્રોડક્શન ઝડપથી શરૂ થનાર છે. તે ભારતમાં પણ મળશે. 

તેમાંથી નફો પણ કમાઈ શકાય છેઃ રંજન

પ્રો.રંજને ન્યુઝ એજન્સીને જણાવ્યું કે જો તેને બનાવવામાં 500 ડોલર(લગભગ 39 હજાર રૂપિયા) પણ ખર્ચ થાય છે તો પણ તમે બજારમાંથી નફો કમાશો. આ એક ઓપન એરવેન્ટ જીટી વેન્ટીલેટર છે. તેને એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમની સારવાર માટે બનાવવામાં આવ્યું છે. કોરોનાવાઈરસના દર્દીઓ માટે આ સેન્ડ્રોમ મોટી સમસ્યા છે. તેના કારણે ફેફસા સખ્ત થઈ જાય છે અને શ્વાંસ લેવામાં મુશ્કેલી પડે છે. તેના પગલે દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે છે. રંજને એ પણ સ્પષ્ટ કર્યું કે આ કોઈ આઈસીયુ વેન્ટિલેટર નથી. આ પ્રકારના વેન્ટીલેટર વધુ મોંઘા હોય છે.

દેવેશ બિહારનો તો કુમુદા ઝારખંડની છે  

દેવેશ રંજન બિહારના પટનામાં જન્મ્યા છે. અને ત્યાં જ તેમણે અભ્યાસ કર્યો છે. તમિલનાડુના ત્રિચીની રીજનલ એન્જિનિયરિંગ કોલજમાંથી તેમણે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સન-મેડિસનમાંથી તેમણે માસ્ટર્સ અને પીએચડી કર્યું. તે 6 વર્ષથી જોર્જિયા ટેકમાં અભ્યાસ કરી રહ્યાં છે. જ્યારે કુુમુદા 6 વર્ષની ઉંમરે માતા-પિતાની સાથે રાંચીથી અમેરિકા ગઈ હતી. ન્યુજર્સીમાં તેમણે મેડિકલ ટ્રેનિંગ લીધી.

અન્ય સમાચારો પણ છે...