USમાં ભારતીય સેનાની મસ્તી:ટ્રેનિંગ પર ગયેલા ભારતીય જવાનો અમેરિકી આર્મી સાથે કબડ્ડી રમ્યા, એક બીજા પર બરફના ગોળા ફેક્યાં

એક મહિનો પહેલા

ભારતીય સેનાની એક ટુકડી વર્તમાન દિવસોમાં દ્વિપક્ષીય ટ્રેનિંગ એક્સરસાઈઝ માટે અમેરિકાના અલાસ્કા ગઈ છે. ત્યાં અમેરિકી સેનાની અલાસ્કાની ટુકડી ભારતીય સેનાને હોસ્ટ કરશે. યુદ્ધ અભ્યાસ નામની આ એક્સરસાઈઝ 15થી 29 ઓક્ટોબર સુધી જોઈન્ટ બેસ એલમેનડોર્ફ રિચર્ડસનમાં ચાલશે. બંને દેશો વચ્ચેની આ 17મી એક્સરસાઈઝ છે.

અભ્યાસની શરુઆત અગાઉ બંને દેશોની સેનાઓએ હળવા-મળવાની ગતિવિધિઓ કરી. સૈનિકોએ બરફ પર કબડ્ડી, ફુટબોલ, વોલીબોલ જેવી રમતો રમી અને એકબીજા પર બરફના ગોળા પણ ફેક્યાં. ભારતીય સેનાએ જણાવ્યું કે આ પ્રકારની રમતોથી બંને સેનાઓ એકબીજાની નજીક આવી શકે અને સારી રીતે સમજી શકે. જે આગળ ટ્રેનિંગમાં કામમાં આવશે. આ ટ્રેનિંગ એક્સરસાઈઝનો ઉદ્દેશ છે કે ભારતીય સેના અને US આર્મી અલાસ્કા આવાનારા સમયમાં ઈન્ડો પેસેફિક ક્ષેત્રમાં કોઈ પણ ઓપરેશનમાં ભાગીદારી માટે તૈયાર રહી શકે.

ટ્રેનિંગનું ટાર્ગેટ પહાડ અને ઠંડા વિસ્તારો
યુએસ આર્મી અલાસ્કાના ભૂતપૂર્વ કમાન્ડર મેજર જનરલ પીટર એન્ડ્રિસિયાકે જણાવ્યું હતું કે વોશિંગ્ટન સ્ટેટના જોઇન્ટ બેઝ લુઇસ-મેકકોર્ડ ખાતે છેલ્લા એક દાયકાથી યુદ્ધ અભ્યાસ યોજાય છે. તે સમયે આ એક્સરસાઈઝ રણના વિસ્તારો પર કેન્દ્રિત હતી, પરંતુ હવે તે બદલાઈ ગઈ છે. હવે તેનું ધ્યાન પર્વતો અને ઠંડા વિસ્તારો પર છે.

300 અમેરિકી સૈનિકો સાથે 350 ભારતીય સૈનિકો ટ્રેનિંગ લઈ રહ્યા છે
આ વર્ષની યુદ્ધ એક્સરસાઈઝમાં ભારતીય સેનાની મદ્રાસ રેજિમેન્ટની 7મી બટાલિયનના 350 સૈનિકો એ ભાગ લીધો છે. સૈનિકો ફર્સ્ટ સ્ક્વોડ્રન, 404 કેવેલરી રેજિમેન્ટ, ફોર્થ ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ, 25મી ઇન્ફન્ટ્રી ડિવિઝનના 300 સૈનિકોના પેરાટ્રુપર્સ સાથે લશ્કરી અભ્યાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...