તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • India To Get 100 Million Astra Corona Vaccines By December, South Asian Countries To Be Vaccinated After India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન અપડેટ:ભારતને ડિસેમ્બર સુધીમાં એસ્ટ્રાની 10 કરોડ કોરોનાની રસી મળશે, દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારત પછી વેક્સિન અપાશે

બ્લુમબર્ગ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા લિ. એસ્ટ્રાજેનેકા પીએલસી દ્વારા વિકસિત કોવિડ-19 વેક્સિનનું ઉત્પાદન શરૂ કરી રહી છે, જેનું લક્ષ્ય ડિસેમ્બર સુધી 10 કરોડ ડોઝ તૈયાર કરવાનું છે. આ વેક્સિન આગામી મહિને ભારતને મળવા લાગશે. એસ્ટ્રાજેનેકાની વેક્સિનની અંતિમ તબક્કાની ટ્રાયલમાં એ ખબર પડી જાય કે વેક્સિન કોરોના વાઈરસ સામે રક્ષણ આપે છે તો સીરમ ઈન્સ્ટિટ્યૂટને ભારત સરકાર દ્વારા એને બનાવવા તાત્કાલિક મંજૂરી મળી જશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટે વેક્સિનના એક અબજ ડોઝ તૈયાર કરવા ભાગીદારી કરી છે.

આગામી વર્ષથી કોવેક્સનું 50-50ના આધારે વિતરણ કરાશે
પૂનાવાલાએ ગુરુવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શરૂઆત ભારતથી થશે. એ પછી દક્ષિણ એશિયાના અન્ય દેશોને વેક્સિન અપાશે. આગામી વર્ષથી કોવેક્સનું 50-50ના આધારે વિતરણ કરાશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સમર્થિત એકમ કોવેક્સ ગરીબ દેશો માટે વેક્સિન ખરીદે છે. સીરમે પાંચ ડેવલપર્સ સાથે વેક્સિન બનાવવા કરાર કર્યો છે અને ગત મહિનાથી અત્યારસુધીમાં એસ્ટ્રાજેનેકાની વેક્સિનના 4 કરોડ ડોઝ તૈયાર કર્યા અને જલદી જ નોવાવેક્સ ઈન્કની વેક્સિનનું નિર્માણ શરૂ કરવાનું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો