ગ્લોબલ ટેરરિસ્ટ મક્કીએ કહ્યું- કાશ્મીર PAKનો રાષ્ટ્રીય મુદ્દો:સલાહ આપતાં કહ્યું-આને UN પ્રસ્તાવ મુજબ હલ કરવો જોઈએ

5 દિવસ પહેલા

આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાયબ કમાન્ડર અમીર અબ્દુલ રહેમાન મક્કીએ કાશ્મીરને પાકિસ્તાનનો રાષ્ટ્રીય મુદ્દો ગણાવ્યો છે. તેમણે કહ્યું- કાશ્મીરના સંબંધમાં હું કહેવા માગીશ કે અમે કાશ્મીરને પાકિસ્તાનનો રાષ્ટ્રીય મુદ્દો માનીએ છીએ. તેને સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રસ્તાવ મુજબ હલ કરવો જોઈએ, જેથી કાશ્મીરના લોકો પરનો અત્યાચાર ખતમ થઈ શકે.

અબ્દુલ રહેમાન મક્કીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) દ્વારા ગ્લોબલ આતંકી જાહેર કરાયા બાદ પાકિસ્તાનની કોટ લખપત જેલમાંથી પોતાનો એક વીડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો.

ઇસ્લામિક સ્ટેટ અને અલકાયદા સાથે મળેલો હોવાની વાત નકારી
પાકિસ્તાન લશ્કર એ તૈયબાના લીડર અબ્દુલ રહેમાન મક્કીએ આતંકી સંગઠન અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા હોવાનો આરોપોને નકાર્યા. તેણે કહ્યું કે આ બંને આતંકી સંગઠનોની વિચારધારા તેનાથી બિલકુલ અલગ છે. કેટલાય આતંકી હુમલાના આરોપી મક્કીએ એ પણ કહ્યું કે તે અલકાયદા અને ISIS તરફથી કરવામાં આવેલા બધા હુમલાની નિંદા કરે છે.

કાશ્મીરને પણ ઘસેટ્યું
પાકિસ્તાનના બધા આતંકીઓની જેમ મક્કીએ પણ પોતાના વીડિયોમાં કાશ્મીરને ઘસેડ્યું. તેણે કહ્યું કે તે પાકિસ્તાનના કાશ્મીર લેવાયેલા સ્ટેન્ડ સાથે સંપૂર્ણ રીતે સહમત છે. પોતાને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાના ફેંસલા પર મક્કીએ UNSC પર આરોપ લગાવ્યો કે સાચી પ્રોસેસને ફોલો નથી કરવામાં આવી હતી.

વર્ષ 2019થી જેલમાં છે મક્કી
આતંકી અબ્દુલ રહેમાન મક્કીએ પોતાના વીડિયોમાં એ વાતને પણ નકારી કે તે સાલ 1980માં ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ ઇસ્લામાબાદમાં ફેકલ્ટી મેમ્બર રહેતા અલકાયદા અને અફઘાન કમાંડરોને મળ્યો હતો. પાકિસ્તાનના પંજાબ રાજ્યની જેલમાં વર્ષ 2019માં કેદ હતો. વર્ષ 2020માં મક્કીને બે આતંકી હુમલાનો દોષી ઠરાવી ચૂકી છે.

UNમાં ભારતના રાજદૂત બોલ્યા- હજુ બીજા આતંકવાદીઓને આ લિસ્ટમાં સામેલ કરાવીશું
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત સૈયદ અકબરુદ્દીને અબ્દુલ રહેમાન મક્કીને ગ્લોબલ આતંકી જાહેર કર્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આનાથી દુનિયામાં એ સમજ બની રહે કે ચીન ભારતને રોકી નથી શકતું. કહ્યું કે હજુ કેટલાક બીજા પણ છે જેમને ગ્લોબલ આતંકી જાહેર કરાવવાના છે.

અબ્દુલ રહેમાનને ગ્લોબલ આતંકી જાહેર કરનારી કમિટીએ કહ્યું કે તેને ભારતમાં કેટલાય હુમલા માટે જવાબદાર ઠરાવ્યો હતો. જેમાં 22 ડિસેમ્બર 2000માં લાલ કિલ્લા પર થયેલા હુમલામાં પણ સામેલ હતો. લશ્કર-અ-તૈયબાના 6 આતંકીઓએ લાલ કિલ્લામાં ઘૂસીને સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું. આ એટેકમાં સેનાના બે જવાન સમેત ત્રણ લોકોનાં મોત થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...